શું તમે જાણો છો શા માટે કપલ લોકોએ સાથે મુવી જોવી જોઈએ? જાણો તેનું આ કારણ

સામાન્ય રીતે આપણે બધા જ મુવી તો જોતા જ હશું. તેને મનોરંજન માટેનો એક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિ જો માનસિક તણાવમાં હોઈ કે મતલબ તેના જીવનને લગતી કઈ સમસ્યા હોઈ તો થોડો ટાઈમ મુવીમાં કાઢી લે તો તે માનસિક રીતે થોડો ફ્રેશ અનુભવ કરે છે. મુવી એ લોકોની ભાવનાઓ સાથે સીધી જ અસર કરે છે. નિષ્ણાંતોનું એવું માનવું છે કે કપલએ સાથે જ મુવી જોવી જોઈએ તેનાથી તે બંને વચ્ચેનું બોન્ડીંગ સારું બને છે. આવો વધુ જાણીએ કે શા માટે કપલએ સાથે જ મુવી જોવું જોઈએ.

સાથે સમય વિતાવવાની તક મળે છે

જણાવી દઈએ કે આપણે બધા જ જાણીએ છીએ જે સામાન્ય રીતે મુવી ૨ અથવા તો ૩ કલાકનું હોઈ જ છે. એટલે એક સાથે મૂવી જોવાનો સીધો અર્થ એ છે કે તમે 2 થી 3 કલાકનો સમય સાથે વિતાવશો. થિયેટરમાં અથવા ઘરે મૂવી જોતી વખતે એકબીજાની પાસે બેસવું, હાથ પકડવો, જેવી બાબતો આ અનુભવને યાદગાર બનાવે છે. 

સંબંધ સારા બને છે

રોમેન્ટિક મૂવી ભાવનાઓને અસર કરે છે. ફિલ્મમાં કેટલીકવાર એવા દ્રશ્યો આવે છે જે દંપતીની પોતાની જિંદગી જેવા દેખાય છે. મૂવીની આ વાત યુગલને સંબંધ સુધારવાનો મેસેજ પણ આપે છે. ઉદાહરણ તરીકે જો મૂવીનો હીરો હિરોઇનના કિચનમાં મદદ કરે છે અને વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢી તેને ડેટ પર લઈ જાય છે તો તેનું અનુકરણ કોઈક કપલ રીઅલ લાઇફમાં પણ કરી શકે છે.

સ્ટ્રેસ ઘટે છે

પતિ પત્નીનું વ્યસ્ત શેડ્યૂલ તેમને ઘણી રીતે તાણમાં રાખે છે.  આવી સ્થિતિમાં એક મનોરંજક ફિલ્મ તમને હળવાફૂલ કરી શકે છે. 

રોમાંસની તક

પલંગ પર સૂતા સૂતા મૂવી જોવાથી કપલ શારીરિક રીતે પણ નજીક આવી શકે છે. રોમાન્ટિક મૂવી તમારા સંબંધમાં ઉષ્મા લાવી શકે છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *