હે! આ શું? ઝાડ પર ફળ-ફૂલ નહીં પણ ખુરશી ઉગે છે. આ કપલ ટેબલ/ખુરશીની ખેતી કરે છે…

આપણે અત્યાર સુધી એવું જોયું છે કે ઝાડ પર ફળ કે ફૂલ આવે. પણ ઝાડ પર ખુરશી ઉગે એ નવું લાગે છે. પણ આ વાત સત્ય છે એક કપલ એવું છે કે જેને ઝાડ પર ખુરશી ઉગે એવી ખેતી શરૂ કરી છે. અહીં ઝાડ પર ફળ-ફૂલની જગ્યાએ સીધી ખુરશી જ ઉગે.

આ પ્રકારની ખુરશીની ખેતી કરીને આ કપલ લાખો રૂપિયાની કમાણી કરે છે. આ ખુરશીને ખરીદવા માટે લોકો પણ આવે છે અને એથી વિશેષ કે ઝાડ ઉપર ખુરશી કેવી રીતે ઉગે એ જોવા માટે બહુ લોકો આવે છે. અમે, અહીં તસવીર આપી છે તમે પણ જુઓ ઝાડ પર ખુરશી કેવી રીતે ઉગે!

આમ સામાન્ય જોઈએ તો ખુરશીની કિંમત બહુ મોંઘી નથી હોતી પણ આ ઝાડ પર ઉગતી ખુરશીની કિંમત આઠ લાખ રૂપિયા છે. અને ઝાડ પર ઉગતા ટેબલની કિંમત ૧૨ લાખ રૂપિયા છે. ઈંગ્લેંડમાં રહેતા પતિ-પત્ની ગેવિન અને એલિસ મુનરો પાસે ઝાડ પર ટેબલ અને ખુરશી ઉગાડવાની કળા છે. આ કળા થકી એ ઝાડને સ્પે. રીતે ઉગાડે છે અને સીધી ખુરશી કે ટેબલ જ તૈયાર થાય છે.

રીપોર્ટ મુજબ માહિતીને આધારે જણાવીએ તો આ કપલ અત્યાર સુધીમાં ૫૦ ટેબલ, ૧૦૦ લેમ્પ અને ૨૫૦ ખુરશી ઉગાડી ચુક્યા છે. આ ખેતીની શરૂઆત ૨૦૦૬ ની સાલમાં થઇ હતી અને હાલ પણ આ રીતે ઝાડ પર ટેબલ, ખુરશી, લેમ્પ જેવી વસ્તુઓ ઉગાડવાની ખેતી ચાલુ જ છે. પહેલા માત્ર ટેસ્ટીંગ માટે આ કામ કરવામાં આવ્યું હતું પછી આ કામમાં સફળતા મળતા ગેવીને વધુ આગળ આવ મુજબની ખેતી કરવામાં ઝંપલાવ્યું હતું.

આ રીતે ખેતી કરતા કપલની થોડી કહાની પણ જાણીએ તો, ૨૦૧૨ની સાલમાં ગેવીને એલીસ સાથે મેરેજ કર્યા. ત્યારબાદ બંનેએ સાથે મળીને એક કંપનીની સ્થાપના કરી અને આ આઈડિયાઝને બીઝનેસ ફોર્મેટમાં કન્વર્ટ કરી દીધો. જો કે પહેલા નિષ્ફળતા પણ મળી હતી પણ ધીમે ધીમે સફળતા મળતી ગઈ.

જયારે છોડને ઉગાડવામાં આવે ત્યારે તેની ખાસ કાળજી લેવામાં આવે છે અને જે ડીઝાઇન બનાવવી છે એ મુજબ છોડની ડાળીને વાળતું જવું પડે છે ત્યારે થોડા વધુ સમય પછી છોડમાંથી ધાર્યા મુજબનું ફર્નીચર ઉગાડી શકાય છે.

એટલે તો લાંબા સમયની મહેનત બાદ આ રીતે તૈયાર કરેલા ફર્નીચરની કિંમત બહુ મોંઘી હોય છે. કિંમતની વાત કરીએ તો આશરે ઝાડ પર ઊગેલ ખુરશીની કિંમત આઠ લાખ રૂપિયા જેટલી છે. ટેબલની કિંમત ૧૧ લાખ રૂપિયા અને ઝાડ પર ઉગાડેલા લેમ્પની કિંમત ૮૦ હજાર રૂપિયા જેટલી છે. છ થી આઠ મહિનાની મહેનત પછી આ રીતે છોડને ઉગાડી શકાય છે. અને આ છોડને ઉગાડ્યા પછી તેને સૂકવવામાં પણ વધુ સમય લાગે છે.

રોચક માહિતીનો ખજાનો જાણવા માટે અમારી સાથે જોડાય રહેજો અને “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment