કફ થવાના કારણ, લક્ષણ અને ઘરેલુ ઉપચાર

ઠંડીની સિઝનમાં શરદી અને ખાંસી હોવું એ એક સામાન્ય બાબત છે. પરંતુ અમુક લોકોને વાતાવરણ બદલવાની સાથે આ સમસ્યા થાય છે. આમ તો લોકો શરદી અને ખાંસી ને ગંભીરતાથી લેતા નથી જેના કારણે આગળ જઈને બીજી અન્ય સમસ્યાઓ પણ થાય છે. તેમાંથી જ એક છે કફ બનવાની સમસ્યા. કફ ના કારણે બેક્ટેરિયાનો વધારો થઈ શકે છે.જેનાથી શ્વસન તંત્ર પણ પ્રભાવિત થાય છે અને તેની સાથે બીજા જોડાયેલા અંગોને પણ તકલીફ થાય છે.

જો તમે કફના વધવાને સામાન્ય સમજો છો તો તમને જણાવી દઈએ કે તેના વધવાથી તમારા ફેફસા અને બીજાં અંગોને પણ નુકસાની થઈ શકે છે. ગભરાશો નહીં જો તમે આ સમસ્યાથી પીડિત છો તો આ લેખમાં વૈજ્ઞાનિકના પ્રમાણ સહિતનું સમાધાન તમને મળી જશે. “ફક્ત ગુજરાતી” ના આ લેખમાં અમે તમને બતાવીશું કે કફ શું છે અને તેની સાથે જ કફ બનવાના કારણ અને કફ કાઢવાના ઘરેલુ ઉપાય પણ બતાવીશું.

સૌથી પહેલાં જાણીશું કે કફ શું છે?

કફ એક પ્રકાર નો જાડો અને ચીકણો પદાર્થ છે જેનાથી ગળૂ અથવા છાતી આપણને જામ થઈ ગયેલું જણાય છે.શ્વસન પ્રણાલીને સુરક્ષા આપવા માટે મ્યુકસ મેમ્બરેન કફ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. મ્યુકસ મેમ્બરેન આપણા મોં,નાક,ગળા, સાયનસ અને ફેફસામાં જોવા મળે છે. સ્વાસ્થ્યની સ્થિતિના અનુસાર તેના રંગમાં બદલાવ થઈ શકે છે જેમ કે, લીલો,પીળો,સફેદ, ભૂરો,લાલ, ગુલાબી અને કાળો.

ચાલો હવે કફના કારણ જાણી લઈએ

કફ ના કારણ

શરીરમાં કફ બનવાનાં ઘણાં કારણો હોય છે પરંતુ એમાંથી અમુક કારણ વિશે તમને જણાવીએ છીએ.

 • સંક્રમણ
 • બળતરા
 • ફેફસાની બીમારી
 • એલર્જી
 • અસ્થમા

કફ ના લક્ષણો કેવા હોય છે તે આપણે લેખના આગળના ભાગમાં જાણીશું

કફ ના લક્ષણો

જો તમારો કફ વધી રહ્યો છે તો આ લક્ષણો તમને દેખવા મળશે. આ પ્રકારે હોય છે તેના લક્ષણો

 • ખાંસી ની સાથે કફ આવવો
 • ગળામાં દુખાવો
 • ગળામાં ખંજવાળ
 • છાતીમાં ચકરાવો
 • ઘરઘરાટી
 • શ્વાસ લેવામાં તકલીફ
 • ગંભીર સ્થિતિમાં કફનો રંગ બદલાવો

આવો હવે આ કફ ને દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે વિસ્તારથી બતાવીશું

cough

Image Source

કફને દૂર કરવાના ઘરેલુ ઉપચાર

કફને ઘરેલૂ ઉપચારની મદદથી દૂર કરી શકાય છે

નીચે જાણીશું કે કફ દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર

૧. સફરજનનો રસ

સામગ્રી:
 • એક ચમચી સફરજનનો રસ
 • એક ગ્લાસ પાણી
 • મધ [વૈકલ્પિક]
કેવી રીતે ઉપયોગ કરવો
 • એક ગ્લાસ નવશેકા પાણીમાં સફરજનના રસ અને મેળવો
 • પછી આ મિશ્રણને પી જાઓ.
 • તેના સારા સ્વાદ માટે તમે મધ પણ ઉમેરી શકો છો.
કેટલી વાર ઉપયોગ કરવો

દિવસમાં ત્રણ વાર તમે આનો ઉપયોગ કરી શકો છો.

કેવી રીતે છે ઉપયોગી

સંક્રમણને દૂર કરવા માટે સફરજનના રસ નો ઉપયોગ કરવામાં આવે છે. એક વૈજ્ઞાનિક શોધ અનુસાર સફરજનના રસમાં એન્ટી ઇન્ફેકટીવ ગુણ જોવા મળે છે. જે વારંવાર થતી ખાંસી ને દૂર કરી શકે છે.તેનો ફાયદો કફના જમાવને રોકવા માટે પણ મદદ રૂપ છે.

૨. મીઠાના પાણીના કોગળા

Image Source

સામગ્રી
 • 1 ચમચી મીઠું
 • એક ગ્લાસ પાણી
કેવી રીતે ઉપયોગ કરવો
 • પાણી અને થોડું ગરમ કરવું. ત્યારબાદ તેમાં મીઠા ને સારી રીતે મેળવવું.
 • આ મિશ્રણનો ઉપયોગ કોગળા કરવા માટે કરો.
કેટલી વાર ઉપયોગ કરવો
 • કફ થઈ ગયો હોય તો દરરોજ બેવાર આનો ઉપયોગ કરો.
કેવી રીતે છે ઉપયોગી

મીઠાનાં પાણીના કોગળા કરવાથી કફમાં છુટકારો મેળવી શકાય છે. અને આ પાણીના કોગળા કરવાથી આપણી શ્વસનનળી માં જે સંક્રમણ થયું હોય તે દૂર કરી શકાય છે. સાથે જ મીઠા માં જોવા મળતાં એન્ટી માઇક્રોબીઅલ ગુણ બેક્ટેરિયાને દૂર કરે છે. તેથી જ એવું માનવામાં આવે છે કે કફ કાઢવા ના ઉપાય માં મીઠાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

૩. એસેન્શિયલ ઓઈલ

(ક ) ફુદીનાનું તેલ

સામગ્રી
 • અમુક ટીપા ફુદીનાનું તેલ
 • અડધો ગ્લાસ પાણી
કેવી રીતે છે ઉપયોગી
 • પાણીને નવશેકુ ગરમ કરીને તેમાં ફુદીનાનું તેલ નાખો.
 • ત્યારબાદ માથા ને રુમાલથી ઢાંકીને ધીમે-ધીમે શ્વાસ લો અને છોડો.
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં એકથી બે વાર લગભગ પાંચ મિનિટ સુધી આનો ઉપયોગ કરવો.
કેવી રીતે છે ઉપયોગી

ફુદીનાથી બનતા તેલનો કોઈપણ બીમારીમાં દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં કફ કાઢવા નો ઉપાય જોવા મળે છે. ખરેખર તો ફુદીનાના તેલમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીસ્પમોડીક ગુણ જોવા મળે છે. કફને ઓછો કરવાની સાથે-સાથે ખાંસી સાઈનસાઈટિસ, ગળામાં સંક્રમણ, શરદી,તાવ, અસ્થમા અને બ્રોન્કાઈટિસ જેવી બીમારીમાં રાહત આપવામાં મદદ કરે છે.

(ખ )નિલગિરીનું તેલ

સામગ્રી
 • અમુક ટીપાં નિલગિરીનું તેલ
 • એક ગ્લાસ પાણી
કેવી રીતે છે ઉપયોગી
 • પાણીને નવશેકુ ગરમ કરીને તેમાં નીલગીરીના તેલના અમુક ટીપાં નાખો
 • પછી રૂમાલથી માથાને ઢાંકીને આરામથી શ્વાસ લો અને છોડો
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં એકથી બે વાર લગભગ પાંચ મિનિટ સુધી આનો ઉપયોગ કરવો.
કેવી રીતે છે ઉપયોગી

નીલગીરી ના તેલ ને લઈને એક શોધમાં જાણવા મળ્યું છે કે તેમાં ઉપસ્થિત એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને ન્યૂકોલાયટિક ગુણના કારણે ખાંસીની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. આનાથી કફની સમસ્યાને વધવાથી રોકી શકાય છે.

૪. આદુ

સામગ્રી

 • લગભગ એક ઇંચ ટુકડો આદુ
 • ૧ કપ પાણી
 • મધ[ વૈકલ્પિક]
કેવી રીતે છે ઉપયોગી
 • આદુંને વાટીને પાણીમાં નાખો અને લગભગ 10 મિનિટ સુધી આ પાણીને ઉકાળો.
 • પછી આ પાણીને થોડાક સમય સુધી ઠંડુ થવા દો
 • ત્યારબાદ આ પાણીમાં મધ ઉમેરીને અથવા તો મધ વગર ધીમે ધીમે પીવો.
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં ત્રણથી ચાર વાર આ ઉપાય કરો
કેવી રીતે છે ઉપયોગી

આદુનો ઉપયોગ કફ કાઢવા માટે ઘરેલુ ઉપચાર માં કરવામાં આવે છે. તેમાં જોવા મળતા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ સહાયક થાય છે અને પ્રોસ્ટાગ્લેડીન ના ઉત્પાદકને પણ ઓછું કરી શકે છે જેનથી ખાંસી અને કફ ને રોકવામાં મદદ મળે છે.

૫. લસણ

સામગ્રી

 • ચાર-પાંચ લસણની કળી
 • ૧ કપ પાણી
કેવી રીતે છે ઉપયોગી
 • લસણની કળીને વાટીને પાણીમાં નાખો
 • પછી તે પાણીને પાંચથી દસ મિનિટ સુધી ગરમ કરો અને થોડીવાર તેને અલગ રાખો.
 • નવશેકુ થયા પછી તેનું સેવન કરો
 • તમે લસણનો જમવાનું બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો
કેટલી વાર કરવો ઉપયોગ
 • તેનો ઉપયોગ દિવસમાં બેથી ત્રણવાર કરી શકાય છે
કેવી રીતે છે ઉપયોગી

લસણની ઘણી રીતે ઘણી સમસ્યાઓમાં ઘરેલુ ઉપચાર માં ઉપયોગ કરવામાં આવે છે. જેમકે આપણે ઉપર જોયું કે કફ નું એક કારણ સંક્રમણ પણ હોઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે લસણ ની અંદર ઉપસ્થિત એન્ટિમાઈક્રોબિયલ ગુણ સંક્રમણને દૂર કરવા માટે તથા કફ ને માત આપવા માટે મદદરૂપ થાય છે.

૬. હળદર અને સફરજનનો રસ

સામગ્રી

 • એક ચમચી હળદર
 • એક ચમચી સફરજનનો રસ
 • એક ચમચી મધ
 • એક ગ્લાસ પાણી
કેવી રીતે છે ઉપયોગી
 • પાણીમાં સફરજનના રસ અને હળદરની મેળવીને પાણી ગરમ થાય ત્યાં સુધી તેને ગરમ કરો
 • ત્યારબાદ સ્વાદ માટે તેમાં મધ ઉમેરીને પીવો
 • તમે આ મીશ્રણનો કોગળા કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
કેવી રીતે છે ઉપયોગી

હળદર ઘણા બધા આયુર્વેદિક ગુણોથી સમૃદ્ધ હોય છે. જો આપણા શરીરમાં કોઈ બીમારીને દૂર કરવી હોય તો તે આપણને કામ લાગી શકે છે.હળદરમાં ઉપસ્થિત એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી માયક્રોબિયલ ગુણ થી કફની સમસ્યાને દૂર કરી શકાય છે.

૬. હ્યુમિડીફાયર/ વેપોરાઇઝર

કેવી રીતે છે ઉપયોગી

કફની સમસ્યા દરમિયાન હ્યુમિડીફાયર લગાવવાથી આરામ મળે છે. ખરેખર તે આપણા રૂમમાં પેશન્ટ ને અનુકૂળ હ્યુમિડીટી બનાવવાનું કામ કરે છે. જેનાથી ગળાની ખારાશ અને કફમાં આરામ મળે છે. ખરેખર તો કફથી આરામ મેળવવા માટે આ સીધો ઉપયોગ છે. પરંતુ તે કેવી રીતે કામ કરે છે તેની હજુ પણ એ શોધ ની આવશ્યકતા છે.

૭. મધ

સામગ્રી

 • એક ચમચી મધ
 • એક ચપટી કાળા મરીનો પાવડર
કેવી રીતે છે ઉપયોગી
 • મધ અને કાળા મરીના પાવડરને સારી રીતે મેળવી લો
 • ત્યારબાદ તેનું સેવન કરો
કેટલી વાર ઉપયોગ કરવો
 • દિવસમાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ કરી શકો છો
કેવી રીતે છે ઉપયોગી

એક રિસર્ચ અનુસાર મધના ઉપયોગ થી કફના સ્ત્રાવને ઓછો કરી શકાય છે જેનાથી ખાંસીની સમસ્યા પણ દૂર થઈ જાય છે ખરેખર તો કફમાં ડિમલસેન્ટ ( કફ અને બળતરાને ઓછી કરવા વાળો એક પ્રકારનો એજન્ટ ) અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે જે સાઇકોટીન રિલીઝ કરવામાં મદદ કરે છે. જેમાં એન્ટી માઇક્રોબીઅલ ગુણ હોય છે.
એન્ટિમીક્રોબિયલ ગુણ કોઈપણ સંક્રમણથી બચવામાં મદદરૂપ થાય છે.

૮. ડુંગળી

સામગ્રી

 • 1 ડુંગળી
 • અડધી ચમચી મધ
કેવી રીતે છે ઉપયોગી
 • ડુંગળીને નાના-નાના ટુકડામાં કાપી લો
 • પછી તેને મસળીને તેમાં મધ ઉમેરો
 • આ મીશ્રણનો ખાવા માટે ઉપયોગ કરો
કેટલી વાર ઉપયોગ કરવો
 • દરરોજ બેથી ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકાય છે
કેવી રીતે છે ઉપયોગી

કફને માત આપવા માટે ડુંગળી તમારી મદદ કરી શકે છે. આ એક કારગર આયુર્વેદિક ઔષધિ છે જે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફ્લેમેટરી ગુણોથી સમૃદ્ધ હોય છે. કહેવામાં આવે છે કે ડુંગળીના આ ગુણ ગ્રુપ અને બ્રોન્કાઇટીસ જેવા શ્વસનતંત્ર થી સંક્રમણમાં math આપવાનું કામ કરે છે જેનાથી કફને દૂર કરવામાં મદદ મળે છે.

૯. લીંબુનો રસ

સામગ્રી

 • ૧ લીંબુ
 • એક ગ્લાસ પાણી
 • મધ
કેવી રીતે છે ઉપયોગી
 • પાણીને નવશેકુ ગરમ કરી લેવું ત્યારબાદ તેમાં લીંબુના રસને નીચોવી લો.
 • તેના સ્વાદને વધારવા માટે તેમાં મધ ઉમેરો અને પછી પીવો.
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ કરી શકો છો
કેવી રીતે છે ઉપયોગી

લીંબુના રસનો ઉપયોગ શ્વસન તંત્ર થી જોડાયેલી કોઇપણ સમસ્યા જેવી કે શરદી ખાંસી અને ગળામાં ખારાશ જેવી બીજી બધી બીમારીઓને માત આપવાનું કામ કરે છે તેની પાછળ લીંબુ માં ઉપસ્થિત એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને વિટામિન સીનો ગુણ જોવા મળે છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે સ્વતંત્ર ની સમસ્યાઓમાં લીંબુનો સકારાત્મક પ્રભાવ કફને માત આપવા માટે મદદરૂપ થાય છે.

૧૦. હર્બલ ચા

સામગ્રી

 • કેમોમાઈલ ના અમુક સૂકા પાંદડા
 • ૧ કપ પાણી
 • મધ વૈકલ્પિક
કેવી રીતે છે ઉપયોગી
 • સૌપ્રથમ પાણીને ગરમ કરી લો અને પછી તેમાં કેમોમાઈલ ના અમુક સૂકા પાંદડા નાખો
 • પછી તેને ગાળીને ધીમે ધીમે પીવો
 • સ્વાદ માટે તેમાં મધ પણ નાખી શકો છો
કેવી રીતે છે ઉપયોગી
 • દિવસમાં એકથી બે વાર પી શકો છો
કેવી રીતે છે ઉપયોગી

કેમોમાઈલ ના સુકા પાંદડા હર્બલ ટી માટે ઉપયોગી છે. જે આપણી ખાંસી અને શરદી માંથી છુટકારો આપવામાં મદદ કરે છે. આ બધું તેમાં જોવામાં આવતા એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીસેપ્ટિક ગુણોને કારણે સંભવ થાય છે. તે સિવાય તુલસી મુલેઠી અને દાલચીની ચા પણ ઉપયોગી સાબિત થાય છે.

૧૧. લાલ મરચું

Image Source

સામગ્રી

 • એક ચતુર્થાંશ ચમચી લાલ મરચું પાવડર
 • એક ચમચી મધ
 • બે ચમચી પાણી
કેવી રીતે છે ઉપયોગી
 • મરચા પાવડર ને અને મધને પાણીની સાથે ઉમેરો
 • આ મિશ્રણ નું સેવન કરો
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં બેવાર આનો ઉપયોગ કરી શકો છો
કેવી રીતે છે ઉપયોગી

લાલ મરચું કફના ઇલાજમાં ખૂબ જ મદદરૂપ અને કારગર સાબિત થયું છે તેથી આપણે તેનો ઉપયોગ કરી શકાય છે. મરચા ની તાસીર ગરમ હોય છે એટલે તેને મધ સાથે ઉમેરીને ખાવાથી શરદી અને ખાંસીમાં રાહત મેળવી શકાય છે જેનાથી કફની સમસ્યાને પણ રોકી શકાય છે

૧૨. ગોળ

સામગ્રી

 • ગોળ નો એક ટુકડો
 • અડધી ડુંગળી
કેવી રીતે છે ઉપયોગી
 • અડધી ડુંગળીને ટુકડામાં કાપીને ગોળની સાથે ઉમેરો
 • ત્યારબાદ આ મિશ્રણનું સેવન કરો
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં બેથી ત્રણ વાર તેનું સેવન કરી શકાય છે
કેવી રીતે છે ઉપયોગી

ગોળનો ઉપયોગ કરીને શ્વસન પ્રણાલીથી જોડાયેલી કોઇપણ સમસ્યાને દૂર કરી શકાય છે. તેમાં ગળાની ખારાશ શરદી અને ખાંસીની સમસ્યા પણ સામેલ છે. જેનાથી કફને વધવાથી રોકી શકાય છે ગોળ માં રેસ્પિરેટરી ટ્રેક્ટ ક્લીન્ઝર ગુણ જોવા મળે છે. તેથી એવું કહેવામાં આવે છે કે કફ કાઢવા માટે ઘરેલુ ઉપચાર માં ગોળ પણ હોઈ શકે છે.

૧૩. અનાનસ નો રસ

સામગ્રી

 • એક ચતુર્થાંશ અનાનસ
 • ૧ કપ પાણી
કેવી રીતે કરવો ઉપયોગ
 • પાણીની સાથે અનાનસ ને પીસીને જ્યુસ બનાવી લો
 • પછી તેને પી જાવ
 • અનાનસના ટુકડા ને તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો
કેટલી વાર કરવો ઉપયોગ.
 • દિવસમાં એકવાર આનો ઉપયોગ કરી શકો છો
કેવી રીતે છે ઉપયોગી

કફની સમસ્યાને માત આપવા માટે અનાનસ તમારી મદદ કરી શકે છે. ખરેખર તો અનાનાસ માં એક ખાસ પ્રકારનો એન્જાઈમ બ્રોમેલેન જોવા મળે છે. જે કફ માંથી છુટકારો આપવા માટે મદદરૂપ થાય છે.

૧૪. ઓઇલ પુલિંગ

સામગ્રી

 • એક ચમચી તલનું તેલ
કેવી રીતે કરવો ઉપયોગ
 • તલના તેલને મોં માં નાખો
 • ત્યારબાદ તેને લગભગ પાંચ મિનિટ સુધી મોં ની અંદર ફેરવો
 • પછી તેને થુંકી કાઢો
કેટલી વાર કરવો ઉપયોગ
 • સારા પરિણામ માટે તેનો ઉપયોગ દરરોજ કરવો
કેવી રીતે છે ઉપયોગી

ઓઇલ પુલિંગ નો મોં ના સ્વાસ્થ્ય માટે પ્રયોગ કરવામાં આવ્યો છે. તે સિવાય તે કોઈ પણ શ્વાસ સંબંધી વિકારને દૂર કરવાનું કામ કરે છે જેનાથી કફ માંથી છુટકારો મળે છે. પરંતુ આ સંબંધમાં હજુ પણ શોધ ની આવશ્યકતા છે આ કયા ગુણના લીધે કફ માટે ફાયદાકારક છે.

૧૫. નારંગીનો રસ

સામગ્રી

 • એક નારંગી
કેવી રીતે કરવો ઉપયોગ
 • નારંગી ને પીસીને તેનો જ્યુસ કાઢી લો
 • ત્યારબાદ આ જ્યુસને તાજો પીવો
કેટલી વાર કરવો ઉપયોગ
 • દિવસમાં એકવાર નારંગી જ્યુસ નો ઉપયોગ કરો
કેવી રીતે છે ઉપયોગી

નારંગીના જ્યુસનો ઉપયોગ કરવાથી કફ માં છુટકારો મળી શકે છે ખરેખર તો નારંગી માં વિટામિન સી હોય છે જે એન્ટિઓક્સિડન્ટ ની જેમ કામ કરે છે આ એન્ટીઓક્સીડેન્ટ ખાંસીની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સહાયરૂપ થાય છે જેનાથી કફને વધવાથી રોકી શકાય છે.

૧૬. સૂપ

સામગ્રી

 • 1 ઈંચ આદુનો ટુકડો
 • બે થી ત્રણ લસણની કળી
 • લગભગ ૫૦ ગ્રામ ચિકન
 • સ્વાદ અનુસાર મીઠું અને ચપટી મરી પાવડર
કેવી રીતે કરવો ઉપયોગ
 • ચીકન ની સાથે બીજી બધી સામગ્રીને ઉમેરીને સૂપ બનાવો
 • પછી તેનો પીવા માટે ઉપયોગ કરો
કેટલી વાર ઉપયોગ કરવો
 • દિવસમાં એક વખત ઉપયોગ કરી શકો છો
કેવી રીતે છે ફાયદાકારક

ચિકન સૂપ કફને પાતળો કરવામાં મદદરૂપ થાય છે.જેનાથી કફને બહાર કાઢવા માટે મદદ મળે છે. તેથી ચિકનમાં જોવામાં આવતા એમિનો એસિડ મદદરૂપ છે.

આવો હવે કફમાં ન ખાવા વાળા પદાર્થો વિશે જાણીએ

કફમાં આ વસ્તુ ખાવાની ટાળવી

કફમાં અમુક ખાદ્ય પદાર્થો ન ખાવા થી જ સારું રહેશે. જો આહારનું સેવન કરવામાં આવ્યું તો તમારો કફ વધી શકે છે.ટાળવા વાળા પદાર્થોને નીચે મુજબ બતાવવામાં આવ્યા છે.

 • રાત્રે દહીં ન ખાવું જોઈએ
 • દારૂનું સેવન ન કરવું જોઈએ
 • ધૂમ્રપાન ન કરવું જોઈએ
 • ઠંડી ચીજોના સેવનથી દૂર રહેવું જોઈએ
 • બહારથી આવીને તૈયારીમાં ફ્રીજનું ઠંડુ પાણી ન પીવું જોઈએ
 • જે ખાદ્ય પદાર્થોથી તમને એલર્જી છે તેનું સેવન ન કરવું જોઈએ
 • શરદી ખાંસી થવાથી ઠંડી તાસીર વાળા ફળોથી દૂર રહેવું જોઈએ
 • જે ખાદ્ય પદાર્થોને ખાવાથી તમને ખાંસી થાય છે તેનું સેવન ન કરવું જોઈએ

આવો કફ થી બચવાના અમુક આસાન ઉપાયો વિશે જાણીએ

cough

Image Source

કફ થી બચવાના ઉપાય

કફ વિષે જાણ્યા બાદ તમને આ સમસ્યાઓથી બચવા ના ઉપાય વિશે વિચારી રહ્યા હશો એવામાં આ કામની વાતો તમને કફથી બચવામાં મદદરૂપ થઈ શકે છે.

 • દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ
 • સવારે અથવા તો સાંજે હર્બલ ચા પી શકો છો
 • સંતુલિત આહાર ને તમારી જીવનશૈલીમાં સામેલ કરો
 • કોઈપણ પ્રકારના સંક્રમણથી બચવા માટે પોતાની સાફ અને વ્યવસ્થિત રાખો
 • શરદી ખાંસી વાળા સંક્રમિત વ્યક્તિ થી દુર રહો
 • પ્રદુષણ થી બચવા માટે માસ્ક પહેરેલો રાખો.

આ લેખને વાંચ્યા પછી આપણી કફની સમસ્યા ઘર બેઠાં જ દૂર થઈ જશે. જરૂર છે તો ખાલી આ લેખમાં જણાવવામાં આવેલા ઘરેલુ ઉપચાર ને અપનાવવાની. તે સિવાય આ લેખમાં તમને કફ થી બચવાના ઉપાય અને કફ ન થાય તેનું ધ્યાન રાખવાની પણ જાણકારી આપવામાં આવી છે. જેનું પાલન કરીને તમે કફની સમસ્યાઓથી દૂર રહેશો. આશા કરીએ છીએ કે આ લેખ ની જાણકારી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *