આ ફૂલની ખેતી કરીને ખેડૂતો મેળવી રહ્યા છે લાખોની આવક!

પરંપરાગત ખેતીથી ખેડૂતોને થતી આવક પર્યાપ્ત માત્રામાં હોતી નથી. ખેતીમાં કંઈક નવીનતા, વાવેતરમાં ભિન્નતા અને વૈજ્ઞાનિક ઢબ અપનાવવી આજે જરૂરી બની છે. તાજેતરમાં જ ભારતની પૂર્વોત્તરમાં આવેલ રાજ્ય મણિપુરના સમાચાર આવ્યા છે કે, અહીઁ ખેડૂતોને ઓર્કિડનાં ફૂલની ખેતીએ સદ્ધર બનાવી દીધા છે.

ખેડૂતો કમાઈ રહ્યા છે નફો —

ગ્રેટર નોઇડામાં આવેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હોર્ટિક્લચર ટેક્નોલોજી કેન્દ્ર સરકારના પ્રૌદ્યોગિકી મંત્રાલયની સહાયથી મણિપુરમાં ઓર્કિડનાં ફૂલની ખેતીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. છેલ્લા ૨ વર્ષથી આ પ્રોજેક્ટ શરૂ હતો, જેનાં રાજ્યના કિસાનોએ ઓર્કિડનું વાવેતર કરીને સારી એવી કમાણી કરી છે.

કમાણીનો અંદાજ એ વાત પરથી લાગી શકે છે, કે ૮૦ સ્કવેર મીટર ખેતરમાં વાવેલાં ઓર્કિડ ૧૨,૦૦૦ જેટલો વકરો રળી આપે છે.

એક-એક પાંદડું વેંચાઈ જાય છે —

મણિપુરમાં મળેલી સફળતા બાદ હવે ખેતીનો આ નવો આયામ દેશના અન્ય રાજ્યો માટે પણ રાહબર બન્યો છે. ઓર્કિડનું ફૂલ આજે બેશકિમતી માનવામાં આવે છે. શણગાર સજતી સ્ત્રીઓના ગજરામાં ઓર્કિડનું સ્થાન હોય છે.

થાઇલેન્ડનું રાષ્ટ્રીય ફૂલ ઓર્કિડ છે. વર્ષે ટનના હિસાબે થાઇલેન્ડ ઓર્કિડની નિકાસ કરે છે અને બદલામાં જબરદસ્ત નફો રળે છે. ભારતના ખેડૂતો પણ જો ઓર્કિડની ખેતી યોગ્ય માર્ગદર્શન સાથે કરે તો આ ધંધો ખરેખર લાભદાયી સાબિત થાય તેમ છે.

માવજતમાં ચીવટની જરૂર હોય છે —

ઓર્કિડની ખાસિયત એ છે બીજા કોઈ પણ ફૂલછોડ કરતા એનું આયુષ્ય ૧૫ ગણું વધારે હોય છે. નાના છોડ હોય ત્યારે તો બધાની એકસાથે સરખી માવજત કરવામાં આવતી હોય છે પણ જેમ-જેમ છોડ મોટા થાય તેમ દરેક જરૂરિયાતના હિસાબે પાણી-ખાતર આપવાના હોય છે. મણિપુરના ખેડૂતો દ્વારા કરવામાં આવેલી ઉપજ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હોર્ટિક્લચર ટેક્નોલોજી દ્વારા ખરીદી પણ લેવામાં આવી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *