આ પાંચ છે દુનિયાના સૌથી મોંઘા તલાક – અરબો રૂપિયાનો મામલો

એકબીજાથી કાયમી અલગ થઇ જવાને ગુજરાતીમાં છૂટાછેડા અને ઈંગ્લીશમાં ડાયવોર્સ કહેવામાં આવે છે. એ માટે અમુક વાર હિન્દી માટે તલાક શબ્દ પણ વાપરવામાં આવે છે. આ શબ્દથી બધા પરિચિત છે જ પણ અહીં છૂટાછેડા માટે જે પૈસા અને સંપતિની કિંમત ચુકવવામાં આવી છે એ જાણીને ઘણાખરાનો હોંશ ઉડી જાય એમ છે. છૂટાછેડા માટે જંગી રકમ આપીને જિંદગીને એકબીજાથી અલગ કરી હોય એવા અમુક દાખલા જોઈએ.

(૧) જેક બેજોસ તેની પત્ની મેકેનજી

એમેઝોનના સંસ્થાપક જેક બેજોસ તેની પત્ની મેકેનજી સાથે તલાકની વાતો બહુ ચર્ચામાં ચાલી રહી હતી અને અંતે બન્યું પણ એવું કે બંનેના તલાક થયા. તલાક માટે ૪૮૬૦ અરબ, ૭૦ કરોડ, ૫૦ લાખ રૂપિયાની સંપતિ જેક બેજોસ તેની અત્યાર સુધીની પત્નીને આપશે. અત્યાર સુધીના ઈતિહાસમાં આ સૌથી મોટા તલાક છે, જેમાં બહુ મોટી એવી રકમ આપીને તલાક કરવામાં આવ્યા. જુઓ, જિંદગીની કિંમત આજકાલ પૈસાથી માપવામાં આવે છે. અમુક લોકોને લગ્ન ભારે પણ પડી શકે છે.

(૨) એલક વિલ્ડનસ્ટીન અને જોસલીન વિલ્ડનસ્ટીન

ફેંચ મૂળના અમેરિકન વ્યાપારી અને આર્ટ ડીલર એલક વિલ્ડનસ્ટીને તેના લગ્નના ૨૫ વર્ષ પછી તલાક લેવાનું વિચાર્યું. એ માટે તેની પત્નીને સેટલમેન્ટ માટે ૩.૮ બિલિયન ડોલર એટલે કે આમ ઈન્ડિયાની કરન્સી માટે હિસાબ લગાડીએ તો ૨૬૭ અરબ, ૮૪ કરોડ અને ૩૦ લાખ રૂપિયા જેવી કિંમત થાય.

(૩) રૂપર્ટ મડોર્ક અને ઇના ટોર્વ

મીડિયા ફિલ્ડના રૂપર્ટ મડોર્ક અને પત્રકાર ઇના ટોર્બ ૩૧ સાલ સુધી પતિ-પત્ની રહ્યા અને તેના ત્રણ બાળકો હતા. ૧૯૯૮ની સાલમાં બંનેના તલાક થયા અને એ સમયમાં ૧.૭ બિલીયન ડોલર એટલે કે ૧૧૯ અરબ, ૮૨ કરોડ અને ૪૫ લાખ રૂપિયા આપીને છૂટાછેડાનો મામલો સોલ્વ કરવામાં આવ્યો.

(૪) બર્ની એકલીસ્ટન અને સેલ્વિકા રેડીક

યુનાઇટેડના કિંગડમના સૌથી અમીર આદમીમાંથી એક બર્ની એકલીસ્ટન અને ક્રોશિયાની મોડેલ સેલ્વિકા રેડીક વચ્ચે સાલ ૨૦૦૯માં તલાક થયા. આ કપલના તલાકની એવી માહિતી બહાર આવી છે કે, લગભગ ૧.૨ મીલીયન ડોલર એટલે કે ૮૪ અરબ અને ૫૭ કરોડ જેટલી કિંમતમાં આ મામલો સેટલ થયો હતો.

(૫) સ્ટીવ અને એલન વીન

લાસ વેગાસના કસીનો વ્યાપારી સ્ટીવ અને એલન વચ્ચે એક નહીં પણ બે વખત લગ્ન થયા. પહેલી વખત લગ્ન ૧૯૬૩થી ૧૯૮૬ સુધી સાથે રહ્યા અને પછી ૧૯૯૧-૨૦૧૦ સુધી. પણ પછી જયારે તેને તલાક છેલ્લી વાર થયા ત્યારે એ બહુ મોંધા એવા તલાક રહ્યા. તલાકની વિગતની વાત કરીએ તો લગભગ ૧ બિલીયન ડોલર એટલે કે ૭૦ અરબ, ૪૮ કરોડ અને ૫૦ લાખ રૂપિયામાં આ તલાક સેટ કરવામાં આવ્યા.

                 તો આ પાંચ કપલ માટે પૈસા જ મહત્વના હતા. આમ તો પ્રેમ અને લાગણી પાસે પૈસાનું કશું આવતું નથી પણ અત્યારના માણસો આ વાતને ભૂલીને અલગ જીવન જીવવા લાગ્યા છે. સાથે હોય ત્યારે એકબીજામાં ઓળઘોળ થઇ જવાનું અને પછી જયારે છુટ્ટા પડીએ ત્યારે તલાક માટેના પણ જંગી રકમ લઈને છુટ્ટું પડવાનું. પ્રેમ કે પૈસા બંનેમાંથી શું મહત્વનું છે એ તો નક્કી કરવું મુશ્કેલ છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close