લગ્ન સબંધ નક્કી કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. વર-કન્યાના પરિવારથી માંડીને શિક્ષણ. આ ઉપરાંત એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે વર અને કન્યાની ઉંમરમાં કેટલો તફાવત છે. જો કે સમયની સાથે લોકોની વિચારસરણીમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો તફાવત ઓછો હોય કે વધુ, તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ ઘરના વડીલો હજુ પણ માને છે કે છોકરાની ઉંમર છોકરી કરતા વધુ હોવી જોઈએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સફળ લગ્ન જીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર કેટલું હોવું જોઈએ અને તેના વિશે વિજ્ઞાન શું કહે છે. ના? તો ચાલો તમને જણાવીએ.
પતિ પત્ની વચ્ચે ઉંમરના તફાવત વિશે સંશોધન શું કહે છે.
સફળ લગ્ન જીવન માટે કપલ વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ તે જાણવા માટે એટલાન્ટાની એમોરી યુનિવર્સિટીએ ત્રણ હજાર લોકો પર સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં સબંધો, લગ્ન, છૂટાછેડા અને બાળકો પર કેટલાક મહત્વપૂર્ણ ડેટા પ્રાપ્ત થયા હતા. જો તમે પણ લગ્ન કરીને ઘર વસાવવાનું વિચારી રહ્યા છો તો આ સંશોધન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ શું કહે છે સંશોધન.
સંશોધન મુજબ કપલ વચ્ચે પાંચ વર્ષની ઉંમરનો તફાવત હોવા પર છૂટાછેડાની સંભાવના 18 ટકા હોય છે. જે કપલ વચ્ચે ફક્ત એક વર્ષનો તફાવત હોય છે, તેમની વચ્ચે છૂટાછેડા થવાની સંભાવના ફક્ત ત્રણ ટકા હોય છે. તેમજ જે કપલ વચ્ચે ઉંમરનો તફાવત દસ વર્ષનો હોય છે, તેમની વચ્ચે છુટાછેડા થવાની સંભાવના 39 ટકા વધી જાય છે. જ્યારે કપલ વચ્ચે 20 વર્ષનો તફાવત હોય તો છૂટાછેડા થવાની સંભાવના 95 ટકા વધી જાય છે.
આ રિસર્ચ અનુસાર જે કપલ વચ્ચે ઉંમરનું અંતર જેટલું વધારે હશે તેટલા જ છૂટાછેડાની શક્યતાઓ વધી જાય છે. તેથી તેમની વચ્ચે ઉંમરનું અંતર જેટલું ઓછું હશે તેટલું જ લગ્નજીવન વધુ સફળ થશે. આ સિવાય રિસર્ચ એ પણ કહે છે કે જે કપલ્સમાં એક વર્ષનો તફાવત હોય છે, તેમના લગ્ન સૌથી વધુ ટકે છે. નિષ્ણાંતોના મતે, જે દંપતિને લગ્ન પછી એક બાળક હોય છે, તેમના છૂટાછેડાની સંભાવના નિઃસંતાન કપલની તુલનામાં 59 ટકા ઓછી હોય છે.
આ રિસર્ચમાં બીજી એક ખૂબ જ રસપ્રદ વાત જાણવા મળી છે કે, જે કપલ લગ્ન પછી બે વર્ષ સુધી સાથે રહે છે, એટલે કે જેમનું બે વર્ષ સુધી સુખી દામ્પત્ય જીવન હોય છે, તેમના છૂટાછેડાની શક્યતા 43 ટકા ઘટી જાય છે, જ્યારે જે યુગલ10 વર્ષ સુધી સાથે રહે છે, તેમની વચ્ચે છૂટાછેડાની શક્યતા 94 ટકા સુધી ઘટી જાય છે.
નિષ્ણાંત શું કહે છે?
નિષ્ણાંતોનું કહેવું છે કે લગ્ન માટે છોકરા છોકરી વચ્ચે ઉંમરનો તફાવત ખૂબ મહત્વ ધરાવે છે. તેમના મત મુજબ પતિ ઉંમરમાં પત્નીથી મોટો હોવો જોઈએ અને બંને વચ્ચે ચારથી પાંચ વર્ષનું અંતર હોવું જોઈએ. લગ્ન માટેની ઉંમર વિશે નિષ્ણાતો પાસે કેટલાક જૈવિક તર્ક છે.
પરિપક્વતા સ્તર
નિષ્ણાતો મુજબ છોકરા અને છોકરીની પરિપક્વતા સ્તરમાં તફાવત હોય છે. છોકરીઓ 12 થી 14 વર્ષની વયે તરુણાવસ્થામાં પહોંચે છે, જ્યારે છોકરાઓ 14 થી 17 વર્ષની વયે આ તબક્કે પહોંચે છે. છોકરીઓ વહેલી પરિપક્વ થાય છે, જ્યારે છોકરાઓ મોડા પરિપક્વ થાય છે. સફળ લગ્ન જીવન માટે પરિપક્વતા ખૂબ જ જરૂરી છે. તેથી, છોકરાનું ઉમરમા મોટું હોવું પણ જરૂરી છે.
હોર્મોનલ બદલાવ
અમુક ઉંમર પછી હોર્મોન્સમાં બદલાવ થવાને કારણે છોકરીઓ પર ઉંમરની ઝડપથી અસર થવા લાગે છે. જો પતિ-પત્ની એક જ ઉંમરના હશે, તો પત્ની પતિથી વધારે વૃદ્ધ દેખાશે. આ કારણે પણ બંનેની ઉંમર વચ્ચે અંતર હોવું જરૂરી છે.
જવાબદારી ની લાગણી
એક રિપોર્ટ મુજબ, છોકરાઓમાં જવાબદારી ની લાગણી 26 વર્ષની ઉંમર સુધી આવે છે, જ્યારે આ જ લાગણી છોકરીઓમાં પાંચ વર્ષ પહેલા જ આવી જાય છે. છોકરાઓને ભાવનાત્મક રૂપે પરિપક્વ થતાં વધારે સમય લાગે છે. જો છોકરો ઉંમરમાં મોટો હશે તો તે પોતાની જવાબદારીઓ સરખી રીતે સમજી શકશે. સાથે સાથે પોતાના જીવનસાથીને મદદ પણ કરશે. પરંતુ બંને એક જ ઉંમરના હશે, તો આ જવાબદારીવાળી લાગણી ગાયબ જ રહેશે, જેનાથી બંનેના સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે.
રિસ્પેક્ટ ની લાગણી
જો પતિ-પત્ની સરખી ઉંમરના હશે અથવા તો બંનેની ઉંમર વચ્ચેનું અંતર ઓછું હશે તો બંનેમાં એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ ની લાગણી ઓછી હશે. જો પતિ ઉંમરમાં મોટો હશે તો પત્ની તેમના નિર્ણયને રિસ્પેક્ટ આપશે અને બંને વચ્ચે પ્રેમ અને સન્માન વધશે.
પરસ્પર સમજણની ઉણપ
જે કપલ ની ઉંમર એકસરખી હોય છે, તેમની વચ્ચે પરસ્પર સમજણ ઓછી હોય છે. તેમના વિચારોમાં તકરાર થવાની સમસ્યા પણ વધારે રહે છે. વિચારો ન મળવાને કારણે સંબંધોમાં તણાવ વધે છે અને નાનીમોટી બાબતોમાં પણ ઝઘડો થાય છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે આદર્શ એજ ગેપ બંને વચ્ચેની સમજણને મજબૂત બનાવે છે. બંનેના અહંકારનો ટકરાવ થતો નથી અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.
એકબીજા પ્રત્યે આકર્ષણ
દરેક પતિની ઇચ્છા હોય છે કે તેની પત્ની આકર્ષક, સુંદર અને યુવાન દેખાય. તેમજ પત્ની માટે પતિ નો પ્રેમ મહત્વ ધરાવે છે. કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ત્યારે જ ટકી શકે છે જ્યારે પરસ્પર પ્રેમ જળવાઈ રહે. આવું ત્યારે જ શક્ય છે જ્યારે છોકરીની ઉંમર છોકરા કરતા ઓછી હોય. આવી સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે આકર્ષણ જળવાઈ રહે છે, જે સંબંધને મજબૂત બનાવવાનું કામ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team