કોરોનાકાળ-આધુનિક ચીકીત્સા થી આયુર્વેદ તરફ – એક વાર જરૂર વાંચો

વધતી ઉમરની સાથે વાળ નું સફેદ થવું, થાક લાગવો, ચહેરા ઉપર કરચલીઓ દેખાવા માંડવી અશક્તિ નો અનુભવ થવો, આ બધુ કુદરતી રીતે દરેક વ્યક્તિ ના જીવન માં આવતો એક સાહજિક બદલાવ છે. દરેક માનવી પોતાની વધતી જતી ઉમરની સાથે પોતાને તંદુરસ્ત રાખવા ઈચ્છે છે, ને દરેક માનવી નો પોતાનો હક પણ છે, પરંતુ શારીરિક અને માનસિક સ્વસ્થતા મેળવવા માટે ક્યાય બીજે આધુનિક ફાફા મારવાની જરૂર નથી, આપણાં ભારતીય સંસ્કૃતિ ના મહત્વના બે અંગ યોગ અને આયુર્વેદ ને ફક્ત જીવનમાં વણી લેવાની જરૂર છે.

ભારત દેશમાં બધી જ ચીકીત્સા પદ્ધતિઓમાં આયુર્વેદ એ સૌથી પ્રાચીન પદ્ધતિઓ માથી એક છે. આયુર્વેદ ના ઘણા ગ્રંથો માં ૨૦૦ થી વધારે ઔષધિઓ તેમજ ખનીજોનો ઉલ્લેખ જોવા મળે છે. જે વ્યક્તિ ને શારીરિક અને માનસિક એમ બંને રીતે ઘણું ઉપયોગી છે.

કોરોના કાળ માં આપણે રસોડા ની અંદર ની આયુર્વેદ દવાઓ જેમકે આદું, લસણ, તજ, લવિંગ, અજમો, ફૂદીનો વગેરે નો ઉપયોગ કરી ને ઉકાળા પી રહ્યા છે. ને કોઈપણ રીતે શરીર માં ઊભા થતાં દોષો ને રોકવા નો પ્રયત્ન કરી રહ્યા છે, ઘણા ખરા દોષો ને તો આપણે આપણી લાઈફ સ્ટાઈલ ને બદલી ને પણ હરાવી શકીએ છીએ.

આજે આપણે જોઈ રહ્યા છે કે  દુનિયા માં આવેલી આ મહામારી કોરોના ના પગલે અત્યારનો આધુનિક માનવ હવે આધુનિક ચીકીત્સા પદ્ધતિ ને છોડીને આયુર્વેદ ચીકીત્સા તરફ વળી ગયેલો જોવા મળે છે. આધુનિક દવા ની અસર ઝડપ થી થસે પણ આડ અસર પણ એટલી જ જોવા મળશે, જ્યારે આયુર્વેદ થોડો સમય વધુ લેશે પરંતુ રોગ ના મૂળ સુધી જઈને તેનો નાશ કરશે, ને શરીર માં કોઈ જ પ્રકાર ની આડ અસર નહીં થવા દે. આયુર્વેદ ને શોધવા માટે ક્યાય દૂર જવાની જરૂર નથી એ આપના રસોડા માં જ મોજૂદ છે. આયુર્વેદની દરેક ઔષધી ની શરીર ઉપર વધારે સારી અસર કરવા માટે પહેલા શરીર ની રચના ને તેના દોષો વિષે જાણીએ, તો આજે આપણે વાત કરીએ વાત, પિત્ત, ને દોષ ની, આ શરીર ના ત્રણ દોષ છે ને આ બધા ના વધવા ના કારણે જ શરીર માં જાતજાતના રોગ થતાં જોવા મળે છે.

આયુર્વેદ પ્રમાણે દરેક રોગોનું મૂળ શરીરના ત્રણ દોષ છે,

  1. વાત (વાયુ)
  2. પિત્ત(એસિડિટી)
  3. કફ

દરેક વ્યક્તિના શરીર માં આ ત્રણ દોષ ના વધતાં ઓછા પ્રમાણ ને લીધે  દરેક જાતના રોગ થતાં હોય છે. તો આવો વિગતવાર જોઈએ કે આ દોષ શરીરમાં થતાં વિવિધ રોગ માં શું ભાગ ભજવે છે.

. વાત (વાયુ)

વાત નો અર્થ છે શરીર માં થતો વાયુ વિકાર, શરીર માં કોઈપણ જ્ગ્યા એ વાયુ રોકાય  છે કે અટકીને ફસાય છે ને  જે તે અંગમાં દુખાવો ઉત્પન્ન કરે છે. દુખાવો વાત દોષ નું લક્ષણ છે. પેટમાં, પગમાં, કમર માં , ગોઠણ માં, સાંધા ઓમા કે પછી પૂરા શરીર માં દુખાવો થવો એ વાત દોષ નો શરીર ઉપર થયેલો પ્રકોપ જ કહી શકાય.

શરીર માં જેટલો વાત(વાયુ) પેદા થાય છે એટલો શરીર ની બહાર નીકળતો નથી, તેથી ઓડકાર, ઉલ્ટી કે હીચકી આવે છે અથવા શરીર ના કોઈપણ ભાગ માં દુખાવો ચાલુ થઈ જાય છે. ખાવાની ખોટી રીતો, વધારે પડતો ખોરાક ખાવો, મેંદા થી બનેલી વસ્તુઓ ખાવી, વધુ પડતો જીણો લોટ, બેસન, જરૂર કરતાં વધારે દાળ ખાવી, માંસાહાર વગેરે રોગો વાત(વાયુ) દોષ ના કારણો છે. ખોરાક નું બરાબર પાચન ના થવું અને કબજિયાત થાય ત્યારે તેને દૂર કરવાના બદલે તેની અવગણના કરવી આ બધા કારણો પણ વાત દોષ ને શરીર માં વધવા માં મદદ કરે છે. શરીર ની અંદર પડેલો મળ શરીર ની નરમાશ ને ગરમી ના કારણે અંદર સડે છે, અને ગંદો વાયુ પેદા કરે છે. આ વાયુ શરીર માં જમા રહીને ફેલાવવાનું, અટકવાનું. ને ઊભરો લાવવાનું કામ કરીને તે દુખાવા અને ગભરામણ નું કારણ બને છે. જો વાયુ ઉપર ની તરફ ગતિ કરે છે તો છાતી માં દુખાવો, ઉલ્ટી, ઓડકાર વગેરે થતું જોવા મળે છે.

૨.પિત્ત(એસિડિટી)

આધુનિક ભાષા માં શરીર માં પિત્ત નું વધવું એટ્લે એસિડિટી થઈ એમ કહીએ છીએ. આજે ૮૦ ટકા થી ઉપર લોકો પિત્ત દોષ ના લીધે થયેલા રોગો સાથે પોતાનું જીવન પસાર કરતાં જોવા મળે છે. જેવા કે પેટના રોગ, મોમાં ચાંદા, બળતરા, કબજિયાત, પાતળા ઝાડા, ખાટા ઓડકાર, મોઢાનો સ્વાદ કડવો થઈ જવો, ચામડીના રોગ, લોહી માં બગાડ થવો, ખંજવાળ, ગુમડા, સોજા આવવા, હદય સંબંધી બીમારી, દરેક પ્રકાર ના તાવ, બ્લડપ્રેશર, ડાયાબિટિશ ને લોહીની ઉણપ આ બધા રોગો વાત દોષ ના લીધે શરીર માં થતાં જોવા મળે છે.

પિત્ત દોષ શરીર માં વધવાનું  મૂળ કારણ પણ ખાવા પીવાની ખોટી ટેવો  છે. ખાંડ, મીઠું, મસાલા, નશીલી વસ્તુઓ અને દવાઓ વગેરે લેવાથી પિત્ત દોષ શરીર માં વધે છે. શરીરમાં કોઈપણ જ્ગ્યા એ બળતરા થાય તે પિત્ત દોષ નું  મુખ્ય લક્ષણ છે. શરીર માં પિત્ત નું પ્રમાણ વધવાથી આંખોમાં, પેશાબ માં , પેટમાં અને ત્વચા માં બળતરા થાય છે. પિત્ત ને શરીર માં ઓછો કરવા ફળોનો  વધુ ઉપયોગ કરવો જોઈએ. રાંધેલા ખોરાક નું ખાવા માં પ્રમાણ ઘટાડી ને કાચું સલાડ કે ફળ ના રસ નો ઉપયોગ કરવો જોઇએ, આપણે આ સલાડ કે ફળોનું ઓછું સેવન કરીએ છીએ તેથી જ પિત્ત દોષ ના લીધે હેરાન થતાં હોઈએ છીએ.

૩. કફ

ઘી, તેલ, માખણ અને ચીકણી વસ્તુઓ નો ખાવામાં વધુ પડતો ઉપયોગ કરવાથી શરીર માં કફ દોષ ઉત્પન્ન થાય છે. યુવાની માં વ્યાયામ કરવાથી ચીકાશ વાળી વસ્તુ જો ખાવામાં આવી હોય તો એ સરળતાથી પાચન થઈ જાય છે. અને આપણે કફ દોષ થી મુક્ત રહી શકીએ છીએ. જ્યારે પાચનશક્તિની માત્રા કરતાં વધુ માત્રા માં ચીકણી વસ્તુઓ ખાવામાં આવે છે ત્યારે કફ દોષ શરીર ઉપર આક્રમણ કરે છે. જેમ કે શરદી, ખાંસી, દમ, વગેરે ની શરીર ઉપર અસર જોવા મળે છે. સ્વસ્થ શરીર માં જરૂરિયાત મુજબનો વ્યાયામ અને જરૂરિયાત પૂરતો જ ચીકણા ખોરાકનું સેવન કરવાથી કફ દોષ શરીર માં જોવા મળતો નથી. આળસુ જીવન, ગંદુ વાતાવરણ, ફેફસામાં કમજોરી, બરફ વાળી ઠંડી વસ્તુઓ અને તળેલી વસ્તુઓ વધારે પડતી ખાવાથી શરીર માં કફ દોષ વધે છે. શરદી થવાથી કુદરત પોતાની રીતે જ શરીર ની અંદર ના કચરા ની સાફ સફાઈ કરે છે, શરદી અટકાવવા ના ઉપાય માં આપણે ચીકણી વસ્તુ ખાવાનું બંધ કરી શરીર માં નવો કફ બનાવવાનું બંધ કરીએ અને નાક માથી જે પણ ગંદકી નીકળે છે તેને નીકળવા દઈએ. નવો કફ બને નહીં અને જૂનો કફ શરીર માથી નીકળી જવાથી આપણે રોગમુક્ત થઈ જઈશું.

આધુનિક દવા ના ભરોસે લોકો અવનવી દવા નો પ્રયોગ કરીને શરદી ને બંધ કરે છે, ને શરીર ને કચરો બહાર કાઢવા માં તકલીફ ઊભી કરે છે.શરીર હવે ખાંસી નું રૂપ લઈને કફ ને બહાર કાઢશે..તેમાંય આપણે શરીર ને મદદ કરવાને બદલે તેના કામ માં અડચણ પેદા કરીએ છીએ.

આમ પિત્ત, વાત અને કફ એ શરીર માં થતાં દોષ છે તેના શરીર માં વધવા ના લીધે અવનવા રોગ થતાં જોવા મળે છે, જો આપણે ખાવા પીવા માં ધ્યાન રાખીશું તો આ દોષ ક્યારેય પણ આપણને નુકશાન કરે નહીં.

ખાસ હમણાં ચાલી રહેલ કોરોના કાળમાં આ પિત્ત, વાત, ને દોષ નું ધ્યાન રાખી શરીર નું સંતુલન બગડવા ના દે ને કોઈ બીમારી ના ભોગ, ના બનવા દે એ શરીર માટેની ફરજ આપણી પોતાની છે. ફક્ત ને ફક્ત જો શરીર ના આ ત્રણ દોષ ને સાચવી લઈએ તો નાની મોટી કોઈ જ પ્રકાર ની બીમારી થી ડરવાની જરૂર નથી.તો હવે આપણે આપણી રહેણી કરણી ને ખાવા પીવામાં ધ્યાન આપીશું ને હમેશા સ્વસ્થ રહીશું.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *