કોરોનાવાયરસ મહામારી વચ્ચે બાળકો માં પણ તણાવ વધ્યો છે, આ આયુર્વેદિક ઉપાય દૂર કરશે

કોરોના વાયરસ મહામારી વચ્ચે બાળકોએ જુદી જુદી પરીક્ષામાં બેસવાનું ચાલુ કર્યું છે. એવામાં એમને આ પરિસ્થિતિ નો સામનો કરવા માટે શાંત રેહવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ પોતાના સ્વાસ્થ ની સાથે પરીક્ષા ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ આજ બાળકો માં તણાવ જોવા મળે છે. તમે કંઇક આયુર્વેદિક ઉપાય સાથે બાળકો માં થનાર તણાવ દૂર કરી શકો છો.


Image by Alexandra_Koch from Pixabay

આજ કાલ વિદ્યાર્થીઓ ને ખુબજ ઓછી ઉંમર માં ચિંતા કરતા જોઈ શકીએ છીએ, જેથી વિદ્યાર્થીઓની વિચારવાની ક્ષમતા માં બાધા ઉદભવે છે. જો બાળક ખુબજ વધારે દબાવ માં હોય, તો તે પોતાની ક્ષમતાના આધારે પ્રદશન કરી શકતા નથી. કોરોના વાયરસ મહામારી વચ્ચે બાળકોએ જુદી જુદી પરીક્ષામાં બેસવાનું ચાલુ કર્યું છે. એવા એમને આ પરિસ્થિતિ નો સામનો કરવા માટે શાંત રેહવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ પોતાના સ્વાસ્થ ની સાથે પરીક્ષા ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.


Image by soumen82hazra from Pixabay

જીવા આયુર્વેદ ના નિર્દેશક પ્રતાપ ચોહણે કહ્યું , “વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને મિત્રો ની સહાયતા ની અત્યંત આવશ્યકતા હોય છે, જો આ દિવસો દરમ્યાન પ્રવેશ પરીક્ષાની સાથે-સાથે બીજી પરીક્ષાઓ અન્ય પરિક્ષાઓમાં શામેલ થવા જઈ રહ્યા છે. કોરોના વાયરસ પેહલા વિદ્યાર્થીઓ ને પોતાના ભણતર પર ધ્યાન આપવાનું હતું, પરંતુ આ સમયે તેને ભણતર ની સાથે -સાથે સુરક્ષિત રહેવાની પણ જરૂરત છે. આયુર્વેદ આવા સમયે તણાવને દૂર રાખવા અને માનસિક સ્વાસ્થ્ય ને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

આયુર્વેદ કેટલાક ઉપાયોની રીત આપે છે, જેમાં પરીક્ષાના લીધે વિદ્યાર્થીમાં થતા તણાવ ને મેનેજ કરવામાં મદદ કરે છે.


Image by congerdesign from Pixabay

આ દરમ્યાન વિદ્યાર્થીઓને દ્દુધ, બદામ ,કીસમીસ, પનીર, લીલા શાકભાજી અને ઋતુ મુજબના ફળો ભોજન માં વધારવા જોઈએ, કેમકે આ પાચનતંત્ર ને મજબૂત રાખવામાં મદદ કરે છે, તેમજ આ દરમ્યાન વિદ્યાર્થીઓ જંક ફૂડ નું સેવન બિલકુલ બંધ કરવું જોઈએ, કેમકે તે પાચનતંત્ર માટે બિલકુલ સારું નથી.

આશ્વગંધા જેવી આયુર્વેદિક જડીબુટી એક શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ છે, જે સ્વાભિક રીતે ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે.

વિદ્યાર્થીઓ માટે ઘરમાં એક સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. લવેન્ડર અને લીંબુ જેવા સુંગધિત તેલ કે અગરબત્તી ને ઘરમાં સળગાવો, તેનાથી મનને શાંતિ મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *