જીવનસાથી ની નજીક જવા થી કોરોના નો ભય છે? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

કોરોના વાયરસ થી બધા લોકો પરેશાન છે. તેની અસર હવે સંબંધો પર પણ પડવા લાગી છે. જીવનસાથી ની સાથે નજીકતા ને લઈને પણ લોકો ના મન માં એક પ્રકારનો ડર રહે છે કે આ ભૂલ થી સંક્રમણ ની પકડ માં ના આવી જઈએ.

Image source
કોરોના વાયરસ ની પકડમાં કોઈપણ સરળતાથી આવી જાય છે. તેમાં ઘણા લોકો ના મન માં એ સવાલ પણ થાય છે કે લવ મેકિંગ થી પણ સંક્રમણ નો ભય નથી વધી જતો. જોકે ડબ્લ્યુએચઓ એ પહેલાથી જણાવ્યું છે કે કોરોના વાયરસ જાતીય ચેપ નથી. નિષ્ણાંત નું પણ કેહવુ છે જો તમે પેહલા થી સંબંધ માં છો અને એ વ્યક્તિ ની સાથે એક રીત ના વાતાવરણ માં રહો છો તો તે વાતાવરણ માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર ન થવો જોઈએ. જોકે, તમારા બંને માંથી કોઇ પણ ને કોરોના ના લક્ષણો દેખાઈ રહ્યા છે તો તમારે અંતર બનાવી લેવું જોઈએ અને આપણા જ ઘરમાં એકાંત માં જતું રહેવું.

નિષ્ણાંત નું કેહવુ છે કે તમે એક બીજા સાથે ભલે રેહતા હોય, પરંતુ કોરોના ના લક્ષણો દેખાય તો એક બીજા થી ઓછામાં ઓછું બે મીટર નું અંતર બનાવી રાખો. જો તમારા માં કોરોના વાયરસ ના થોડાક લક્ષણ પણ છે અને જો તમે તમારા જીવનસાથી થી કોઈ અંતર નથી રાખતા તો ચોક્ક્સ રૂપે તમારો જીવનસાથી પણ કોરોના થી સંક્રમિત થઈ જશે.

નિષ્ણાંત એમ પણ કહે છે કે આ સમયે નવા લોકો સાથે શારીરિક સંબંધ બનાવવા થી બચવું જોઈએ કેમકે આનાથી કોરોના નું જોખમ વધવાની સંભાવના રહે છે, હવે મોટાભાગ ના કેસો એવાઆવી રહ્યા છે જેમાં લક્ષણ ના દેખાય છતાં ચેપ લાગે છે એવામાં આ સમયે જીવનસાથી ની પસંદગી કરતી વખતે ઘણી સાવધાની રાખવી જોઈએ. ફકત અન્ય લોકો જ નહિ પરંતુ તમે પણ આ રોગ બીજામાં ફેલાવી શકો છો. નજીક નો સંપર્ક અને ચુંબન પણ વધુ લોકો સુધી પહોંચી શકે છે.

ડોક્ટર નું કેહવુ છે કે જો તમે કોઈને ચુંબન કર્યું છે અથવા તમે કોઈ એવા વ્યક્તિ ના સંપર્ક માં આવ્યા છો જેમાં અત્યારે કોરોના ના લક્ષણ દેખાઈ રહ્યા છે તો તમે જાતે આઇસોલેટ કરી લ્યો અને તમારા લક્ષણ ને નજીક થી જુઓ. જો તમારી પાસે કોરોના ના કોઈ પણ લક્ષણ દેખાય તો તમે સાવધાન રહો. જો તમારા લક્ષણ ભયંકર છે તો તરત જ ડોક્ટર નો સંપર્ક કરો અને તમારું ટેસ્ટ કરાવો.

તે જ સમયે, આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે તમને કોરોના થશે કે નહિ એ ત્રણ વસ્તુઓ પર આધાર છે. પેહલું, તમે પીડિત વ્યક્તિ ની કેટલા નજીક જાવ છો. બીજું, શું પીડિત વ્યક્તિ ના ખાસતા અને છીંકતા સમયે એના ટીપા તમારા પર પડે છે અને ત્રીજું કે તમે સ્વચ્છતા નું કેટલું વધારે ધ્યાન રાખી રહ્યા છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment