ગરમી આવે એટલે ઘરે આ એક જ મેંગો લીક્વીડ આઇટેમ બનાવાય – તદ્દન નવો ટેસ્ટ આવશે

ગરમીની સીઝન ધીમે-ધીમે નજીક આવી રહી છે અને સખત ગરમીમાં કેરીનો રસ એકદમ ઠંડક આપે છે. તો આજે કેરીની એક નવી પ્રકારની લાજવાબ ડીશ વિશે જાણકારી મેળવવાના છીએ. તો વાંચો વધુ આગળ આ આર્ટીકલમાં….,

પલાળેલા ચોખામાંથી જો કેરી સાથેની નવીન ચીજ બનાવવામાં આવે તો મજા પડી જાય. તો થઇ જાઓ તૈયાર જાણીએ તદ્દન નવી પ્રકારની ડીશ વિશે.

સામગ્રી :

 • દૂધ – ૫૦૦મિલિ
 • કેરી – ૫૦૦ગગ્રામ
 • પલાળેલા ચોખા  – ૫૦ ગ્રામ
 • ખાંડ – ૫૦ ગ્રામ
 • એકલી પાઉડર – ૪ એલચી જેટલો
 • પીસ્તા – ૧૦-૧૨ (બારીક ભૂક્કી કરી લેવો)
 • બદામ – ૧૦-૧૨ (બારીક ભૂક્કી કરી લેવો)
 • કાજુ – ૧૦-૧૨ (બારીક ભૂક્કી કરી લેવો)

ચાલો, કેરીની આ સ્પે. ડીશ બનાવવાની વિધિ પણ જાણી લઈએ,

 • સૌથી પહેલા ચોખાને પાણીમાં સાફ કરીને તેને પલાળીને તૈયાર રાખવા. એકાદ કલાક જેવા સમય સુધી પલાળીને રાખવા. એ પલાળેલા ચોખાને મિક્ચરની ઝારમાં ઉમેરી દો. સાથે તેમાં ૨ ચમચી જેટલું પાણી નાખીને પીસી લો.
 • કેરીને છોલીને નાના ટુકડા અને મોટા ટુકડા એમ બંને સાઈઝમાં કાપી લો. નાના ટુકડા ઉપર ઉમેરવા કામ આવશે તેમજ મોટા ટુકડામાંથી મેંગો પલ્પ બનાવવા માટે કામ આવશે.
 • કેરીના મોટા ટુકડાને મિક્ચરમાં ઉમેરી પેસ્ટ બનાવી લો.
 • દૂધને ગેસ પર ઉકાળો. દૂધમાં ઉભરો આવે ત્યારબાદ તેમાં પલાળેલા ચોખાને ઉમેરી દો.

 • એ તૈયાર મિશ્રણને ફરીથી ઉકળવા દો. જયારે દૂધમાં ફરીથી ઉભરો ન આવે ત્યાં સુધી.
 • દૂધમાં ઉભરો આવે ત્યાર પછી ગેસને ધીમો કરી નાખો. મેંગો ફિરનીને ૧ થી ૨ મિનીટ સુધી હલાવતા રહો.
 • પલાળેલા ચોખા ૧૦ થી ૧૫ મિનીટમાં પાકીને તૈયાર થઇ ગયા હશે. તેમાં ખંડ, બારીક કરેલ સુકામેવાને મિશ્ર કરો.
 • મિશ્રણને હલાવી અને તેમાં ઉપરથી મેંગો પલ્પ ઉમેરી દો સાથે એલચી, પાઉડર ઉમેરી વ્યવસ્થિત  મિશ્રણ બનાવો.
 • મેંગો ફિરનીને ઠંડી પાડવા દો. ફિરની ઠંડી પડે એટલે તેને બાઉલમાં કાઢી લો. તેમાં ઉપર કેરીના નાના ટુકડાને ઉમેરો. સાથે ઉપરથી પણ સુકામેવાનો બારીક ભુક્કો ઉમેરો.
 • લીક્વીડને ફ્રીજમાં રાખીને ઠંડુ કરીને અથવા ગરમ પણ ખાઈ શકાય છે.

આટલી સામ્રગી વાપરીને બનાવેલ મેંગો ફિરની ૬ થી ૭ વ્યક્તિ માટે થઇ જશે. તમે પણ ઉનાળાની મૌસમમાં મહેમાનો આવે ત્યારે ઘરની શોભા વધારવા આ પ્રકારની મેંગો આઈટેમ તૈયાર કરી શકો છો. લાજવાબ સ્વાદ છે તથા મોટાભાગના લોકોને આ ટેસ્ટ વધુ પસંદ આવે છે. તો બેસ્ટ ઓફ લક ફોર ન્યુ રેસીપી.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

By continuing to use the site, you agree to the use of cookies. more information

The cookie settings on this website are set to "allow cookies" to give you the best browsing experience possible. If you continue to use this website without changing your cookie settings or you click "Accept" below then you are consenting to this.

Close