લવીંગનું સેવન કરવાથી શરીરને મળે છે અણધાર્યા ફાયદાઓ…શરદી જેવી બીમારીથી પણ મળશે છૂટકારો..વાંચો તમામ ફાયદાઓ વીશે વિગતવાર.

Image by abuyotam from Pixabay

શીયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને હવે સૌ કોઈ પોતાના ગરમ કપડા માળીયા માથી નીચે ઉતારી રહ્યા છે. શીયાળામાં સૌથી વધારે લોકો ખાવા પિવાનો શોખ રાખતા હોય છે. પરંતુ આ વખતે તો કોરોનાને કારણે ભાગ્યેજ લોકો બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ વખતે શિયાળામાં કોરોનાથી રક્ષણ મેળવવું ખુબજ જરૂરી છે. કારણકે શીયાળામાં મોટા ભાગે શરદીની સમસ્યા સર્જાતી હોય છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે લવીંગના સેવનથી તમને કેવી રીતે શરદીથી છૂટકારો મળશે. સાથેજ લવીંગના અન્ય ફાયદાઓ વીશે પણ અમે તમને માહિતી આપીશું..

માથાનો દુખાવો દુર ભાગશે

Image source

શીયાળામાં શરદીને કારણે અમુક વખત માથામાં સખત દુખાવો થતો હોય છે. ત્યારે તેવા સમયે લવીંગને રૂમાલમાં બાંધીને તે રૂમાલને માથામાં લપેટી લો આવું કરવાથી તમને માથાના દુખાવાથી રાહત થઈ જશે. સાથેજ એક બીજા રૂમાલમાં લવીંગનો ભૂંકો કરીને તેને બાંધી દો. અને કરવાથી પણ તમને માથાની દુખાવાથી રાહત મળશે. જો તમે આ બંને વસ્તુ એકસાથે કરશો તો ચોક્કસથી તમને માથાના દુખાવાથી રાહત મળી રહેશે.

મોઢામાંથી આવતી દુર્ગંધ દુર થશે

Image source

ઘમી વખત લસણ કે ડુંગળી ખાવાને કારણે મોઢામાંથી દુર્ગંધ આપવતી હોય છે. પરંતુ અમુક લોકોના મોઢામાંથી એમ નેમ પણ કોઈ કારણોસર દુર્ગંધ આવતી હોય છે. અને મોટા ભાગે જે લોકો સવારે વ્યવસ્થિત રીતે બ્રશ નતી કરતા તેમના મોઢામાંથી દુર્ગંધની સમસ્યા વધારે સર્જાય છે. પરંતુ મોઢામાં એક લવીગ રાખવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. સાથેજ સિગરેટ પીધા પછી પણ જો તમે લવીંગ ખાશો તો તેની દુર્ગંધ પણ દુર તઈ જશે.

ગેસની સમસ્યાથી રાહત મલી રહેશે

Image source

લવીંગ ખાવાને કારણે જો તમને પેટ સબંધિત કોઈ સમસ્યા ગેસ કે પછી કે કબજિયાત છે તો તમારી તમારી સમસ્યા દુર થી જશે. કારણકે લવીંગને કારણે અપચો તેમજ ગેસની સમસ્યાથી છુટકારો મળતો હોય છે. જેથી સવારે ખાલી પેટ એક ગ્લાસમાં પાણી લઈને તેમા લવીંગના તેલના ટીપા નાખીને તે પાણી પીવાનું રાખો જેના કારણે તમને ઘણા લાભ મળી રહેશે..

તાવથી છુટકારો મળશે

Image source

જો તમારા શરીરમાં તમને તાવ વધારે આવે છે. તો લવીંગનું સેવન કરવું પણ તમાંરા માટે ખુબ ફાયદાકાર છે. અને ફાયદાકારક એટલા માટે છે કારણકે તેમા એન્ટી બેક્ટરયલ ગુણ રહેલા હોય છે. જેના કારણે તમને તાવની સમસ્યાથી છુટકારો મળી રહેશે. આ સીવાય લવીંગનું સેવન કરવાથી તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે જેના કારણે કોરોના જેવી મહામારીથી પણ તમને રાહત મળી રહેશે.

ખરતાવાળથી રાહત

Image source

જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો. તો તમારે લવિંગમાંથી બનાવેલા કન્ડીશનરનો ઉપયોગ કરવો જોઈએ કારણકે તે તમારા માટે ખુબજ ફાયદાકરક રહે છે. સાથેજ તમારા વાળ ખરતા પણ બંધ થઈ જશે. જેથી જો તમારે તમારા વાળને લાંબા સમય સુધી સ્મુથ અને સીલ્કી રાખવા છે. તો આજેજ લવીંગમાંથી બનાવેલા કન્ડીશનરનો ઉપયોગ કરો જે તમારા વાળ માટે ખુબજ ફાયદાકારક રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *