પેટની ચરબી અને વજન ઘટાડવા માટે આ ત્રણ રીતે લસણનું સેવન કરવાથી ફાયદા થશે

Image Source

લસણ ભારતીય રસોઈ ઘરમાં જોવા મળતું એક મુખ્ય ઘટક છે. જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જેમ કે વિટામિન સી, બી6, મેંગેનીઝ, કેલ્શિયમ વગેરે. ત્યારે તો તેને પાવર હાઉસ પણ કેહવામાં આવે છે. તેના સેવનથી બળતરા ઓછી થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને રક્તવાહિનીઓની રાહત આપે છે. સાથેજ તે તમારા હદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આજકાલના સમયમાં બીજી એક સમસ્યા થઈ રહી છે તે છે મોટાપણુ. જેને ઓછું કરવા માટે લોકો ઘણાબધા ઉપાય અજમાવે છે. એક અભ્યાસ મુજબ લસણ વજન ઓછું કરવામાં પણ મદદરૂપ છે. તેના કેટલાક તત્વ તમારા શરીરની ચરબી બર્ન કરે છે અને તમને તંદુરસ્ત રાખે છે. નીચેના ઉપાયો દ્વારા તમે લસણથી વજન ઓછુ કરી શકો છો.

લસણ વજન ઘટાડે:

લસણની અંદર એક એલિયમ નામનું મુખ્ય તત્વ છે જેના કારણે તે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીરમાં ૧૦ મિનીટ પછી સક્રિય થાય છે. જો તમે વજન ઓછું કરવા માટે લસણનો ઉપયોગ કરો છો, તો તમારે તે લસણને કાચું ખાવું જોઈએ. એલિયમ નામનું તત્વ લસણની સુગંધને પણ વધારે છે. તેની સુગંધ જેટલી વધારે હોય છે તેટલું જ તે ફાયદાકારક હોય છે. લસણમાં એક એલિનેજ નામનું એન્ઝાઈમ હોય છે, જે તમારા શરીરની અંદર જઈને કેલીન બની જાય છે અને ચરબી બર્ન કરે છે.

Image Source

લસણના ફાયદા:

લસણની અંદર એલિનેજ નામનું તત્વ હોય છે જે એલિન ને એલિસિનમાં બદલે છે. આ તત્વની વિશેષ વાત એ છે કે જ્યારે તેને વધુ તાપે શેકવામાં આવે છે તો તે નિષ્ક્રિય થઈ જાય છે. પરંતુ જો તમે તેને ગરમ તાપે લેતા પેહલા ૧૦ મિનિટ કાપો છો તો તેના ઔષધીય ગુણો ઘટી જાય છે.

વજન ઘટાડવા માટે લસણનો સમાવેશ કરવાની ત્રણ રીતો:

વજન ઓછું કરવા માટે મધ અને લસણ:

જો તમે શરીરને ડીટોકસીફાય કરવા માંગો છો, તો તમારા માટે લસણ અને મધ એક રામબાણથી ઓછું નથી. તેવુ એટલા માટે કેમકે આ બંને ઘટકોની ટોનિક તમારા શરીરને ડિટોકસ કરવામાં મદદ કરે છે. પરંતુ તેના સેવનનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારું પેટ ઘણા સમય સુધી ભરેલું લાગશે. આ બંનેના મિશ્રણથી ભુખ ઓછી લાગે છે અને પાચન યોગ્ય રીતે થાય છે. આમ પણ વજન ઘટાડવા માટે તમારું પાચનતંત્ર સ્વસ્થ હોવું સૌથી જરૂરી છે. વજન ઓછું કરવામાં પાકેલા લસણ થી વધારે અસરકારક કાચું લસણ છે. તેથી જો તમે સવારે કાચા લસણને ખાવ છો તો તેનાથી તમારુ શરીર ચરબી ખૂબ સારી રીતે મેટાબોલાઇઝ કરી શકશે. આ રીતે મધ પણ ચરબી રહિત છે અને તમને ભૂખ લાગવા દેતુ નથી.

લીંબુ સાથે લસણ:

થોડું ગરમ પાણી લો. તેમાં એક ચમચી લીંબુનો રસ નાખી અને તેમાં ૧-૨ લસણની કળીઓને વાટીને નાખો. તેને મિક્સ કરીને પીવો. આ પીણું ન ફકત તમારૂ વજન ઓછું કરવામાં મદદરૂપ છે પરંતુ તે તમને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી પણ બચાવે છે. સાથેજ વિટામિન સીની હાજરી તેને વધુ ગુણવતાયુક્ત બનાવે છે જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે

ભૂખ્યા પેટે લસણ લેવું:

જો તમે સવારે ભૂખ્યા પેટે લસણ ખાવ છો અથવા તેનું પાણી પીવો છો તો તમને લસણના સૌથી વધારે લાભ મળી શકે છે. ખરેખર પાકેલા લસણની સરખામણીમાં કાચું લસણ વધારે ફાયદાકરક છે. ૨-૩ લસણની કળીઓને છીણી લો અને તેને પીસીને પાણીની સાથે ખાઓ. એક શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય તમે ઇચ્છો છો, જેનાથી ઝડપથી વજન ઓછું થાય તો, લસણનો ઉપયોગ ઉત્તમ છે. પરંતુ સાથે સ્વસ્થ ભોજન અને નિયમિત કસરત પણ જરૂરી છે.

આડઅસરો:

આમતો લસણનું સેવન ઘણું ફાયદાકારક છે. પરંતુ જો તમે અસ્થમાનાં દર્દી છો, અથવા તમારી કોઈ સર્જરી થઈ છે, તો લસણ ખાતા પેહલા તમારા ડોકટરની સલાહ લો. લસણના વધારે સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ અથવા સ્કિન એલર્જી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી લસણનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અને અમે દરેક માહિતી ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો કોઈ પણ વસ્તુ આરોગતા પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *