રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે આ રીતે અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

Image Source

અંજીરને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જો તેનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તેના ફાયદાઓ અનેકગણા વધી જાય છે.

અંજીરને સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન એ, સી, ઈ, કે, ફાઇબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપરની સાથે વધારે માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે. તેમજ જો તેનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તેની અસર બમણી વધી શકે છે. તમને જણાવી દઈએ કે દૂધમાં પણ એવા ગુણ જોવા મળે છે જે શારીરિક અને માનસિક રૂપે તમને સ્વસ્થ રાખે છે.

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ સાથે બે અંજીરનું સેવન તમારા હદયને સ્વસ્થ રાખવાની સાથે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખશે. તો ચાલો જાણીએ અન્ય સ્વાસ્થ્ય લાભો વિશે.

અંજીર અને દૂધનું સેવન કરવાથી થતાં સ્વાસ્થ્ય લાભો -:

આંતરસ્ત્રાવિય અસંતુલન-:

આજના સમયમાં ખરાબ જીવનશૈલી ખાણીપીણીને કારણે શરીરના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે ઘણી સમસ્યાઓ જેમકે હદયના ધબકારા, બ્લડપ્રશર,વજન વધવું, પેટને લગતી સમસ્યા, ઉંઘ ન આવવી, થાક વગેરે સમસ્યાઓ થાય છે. હાર્મોનલ ઈબેંલેન્સથી બચવા માટે દૂધ અને અંજીરનું સેવન કરો.

છોકરીઓ માટે ફાયદાકારક -:

પીરિયડ્સ પછી દૂધ સાથે અંજીરનું સેવન કરવાથી નબળાઈ સાથે અન્ય સમસ્યાઓમા રાહત મળશે.

પાચન-:

જો તમને પાચનતંત્ર સંબંધી સમસ્યા છે તો અંજીર અને દૂધ ઘણુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં એવા ગુણ જોવા મળે છે જે પેટને સ્વસ્થ રાખવાની સાથે સાથે પાચન, કબજિયાત, ડાયરિયા, એસિડિટી જેવી સમસ્યામા રાહત અપાવે છે.

બ્લડ પ્રેશર -:

જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે તો દરરોજ દૂધ અને અંજીરનું સેવન કરો. થોડા જ દિવસોમાં તમારૂ બ્લડ શુગર સામાન્ય થઈ જશે.

બુસ્ટ ફર્ટિલિટી -:

દૂધ અને અંજીરમાં ઝીંક, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે, જે તમારી ફર્ટિલિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે.

હાઈ એનર્જી -:

જો તમને કસરત, વર્કઆઉટ અથવા તો થોડું કામ કર્યા પછી વધારે થાક લાગે છે તો અંજીર અને દૂધનું સેવન કરવાનું શરૂ કરી દો. તેનાથી તમને વધારે એનર્જી મળશે.

હદયને સ્વસ્થ રાખે -:

જો તમારે તમારું હૃદય સ્વસ્થ રાખવું હોય તો દરરોજ અંજીર અને દૂધનું સેવન કરો. તેનાથી તમને હૃદયને લગતી બીમારીઓથી પણ બચાવે છે.

ત્વચા સ્વસ્થ -:

અંજીરમાં વિટામીન, એન્ટિઓક્સિડન્ટ અને મિનરલ્સ ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી તમારી ત્વચા વધુ સારી બને છે. આ ઉપરાંત તે મોઈશ્ચરાઈઝર રૂપે કામ કરીને ત્વચાને લગતી દરેક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

હાડકા મજબુત રેહશે -:

અંજીર અને દૂધ બંનેમાં જ વધારે માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે. જેનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત થાય છે. તેની સાથે જ આગામી સમયમાં હાડકા સાથે જોડાયેલા રોગોથી બચી શકો છો.

આવી રીતે સેવન કરો -:

એક ગ્લાસ દૂધમાં ૨-૩ અંજીર નાખી ઉકાળી લો. ત્યારબાદ તેનું સેવન કરો. તમે ઇચ્છો તો ગરમ દૂધ સાથે ૨-૩ અંજીર ખાઈ લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment