શિયાળા ની કડકડતી ઠંડી માં આ 8 વસ્તુ ઓ નું કરો સેવન જરૂર કરો, શરીર ને રાખશે ગરમ

Image source

શિયાળા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે. આ દરમિયાન શરીર ને ગરમ રાખવું ખૂબ જ જરુરી બને છે. જો તમે નથી ઈચ્છાતા કે તમે બીમાર પાડો તો ગરમ તાસીર વાળી વસ્તુ ઓ ને ડાયટ માં શામેલ કરો.

અત્યારે સારી એવી ઠંડી પડી રહી છે. આ ઋતુ માં હીટર અને ગરમ કપડાં તમને ભલે બહાર થી ગરમાહટ આપે છે પણ શરીર ને અંદર થી ગરમ રાખવા માંટે ખાન પાન પર પણ ધ્યાન આપવું જરુરી છે. આવી ઠંડી માં ન તો ફક્ત શરદી થાય છે પણ ખાંસી, કફ પણ થાય છે અને સાથે જ ઇંમ્યુંનિટી પણ ઓછી થાય છે. જેના કારણે બીજી ઘણી બીમારીઑ પણ થાય છે.

પણ આ ઋતુ માં તમે શું ખાવ છો તેનું ધ્યાન રાખશો તો તમે શરદી, ફ્લૂ થી બચી શકશો. ચાલો જાણીએ ગરમ તાસીર વાળા ભોજન કયા છે. જે તમારા શરીર ને અંદર થી ગરમ રાખવાનું કામ કરે છે.

મધ

Image source

મધ ઘણા પોષક તત્વો અને પ્રાકૃતિક શર્કરા થી ભરપૂર હોય છે. જે તમને ઉર્જા આપવામાં મદદ કરે છે. મધ થી આપણી પ્રતિ રક્ષા પ્રણાલી સારી રહે છે. અને તેને મજબૂત બનાવે છે. મધ થી ગળા ની ખારાશ દૂર થાય છે. ઠંડી સામે રક્ષણ પણ આપે છે.

ઘી

Image source

ઠંડી માં તમારે દેશી ઘી નું સેવન જરૂર થી કરવું જોઈએ. ઘી થી શરીર ની ગરમી અને તાપમાન સંતુલિત રહે છે. કારણ કે તેમા આવશ્યક ફેટી એસિડ હોય છે.

ગોળ

Image source

ગોળ માં થી ઘણી બધી કેલેરી મળી આવે છે. શરીર માં ગરમી વધારવા માંટે ભારત માં ઘણી બધી જગ્યા એ ગોળ નું સેવન વધુ કરવા માં આવે છે. શરીર ને ગરમ રાખવા માંટે ગોળ ને મીઠી વસ્તુ માં કે પછી કેફીનયુક્ત પેય માં મિક્સ કરવામાં આવે છે.

તજ

Image source

શિયાળા માં ખાવા પીવા ની વસ્તુ માં તજ ઉમેરવામાં આવે તો શરીર નું મેટાબોલીસમ વધે છે. જેનાથી શરીર માં હિટ પેદા થાય છે. જો તમારી સ્કીન ડ્રાય થઈ જાય છે તો તજ ના પાવડર ને ગુલાબ જળ માં મિક્સ કરી ને સ્કીન પર લગાવી શકાય છે. તજ નું પાણી પીવાથી ખાંસી માં પણ રાહત મળે છે.

કેસર

Image source

કેસર ની સુગંધ અને સ્વાદ એ સ્ટ્રેસબસ્ટર ની જેમ કામ કરે છે. એક કપ દૂધ માં 4-5 દોરા કેસર ના નાખી ને દૂધ પીવાથી શરદી માં રાહત મળે છે.

સરસો

Image source

સરસો એક તીખો મસાલો છે. જે શિયાળા માં તમારા શરીર ને ગરમ રાખે છે. સફેદ અને ભૂરા રંગ ની સરસો માં એલિલ આઈસોથીયોસાઈનેટ નામનું કમ્પાઉન્ડ હોય છે. જે તમારા શરીર ના તાપમાન ને સ્વસ્થ રીતે વધારી શકે છે.

તલ

Image source

તલ નો ઉપયોગ ચીકી અને બીજી શિયાળા ની મીઠાઇ માં કરવામાં આવે છે. તલ ના બીજ તમારા શરીર ને ગરમ રાખવા માંટે અને શિયાળા માં તમને ગરમ લાગે તે માંટે ખૂબ જ સારું ગણવામાં આવે છે.

આદું

Image source

આદું ને ફક્ત ચા માં જ નહીં પણ બીજી ઘણી બીમારી થી બચવા માંટે પણ ઉપયોગ માં લેવામા આવે છે. આદું શરીર પર થર્મોજેનિક પ્રભાવ પાડે છે. જેનાથી શરીર ને ગરમી મળી રહે છે.

લેખ માં દર્શાવેલ બધી જ માહિતી ખૂબ જ કામ ની છે. પણ જેને શુગર નો પ્રોબ્લેમ છે તે લોકો એ મધ નો ઉપયોગ ઓછો કરવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment