સતત ચશ્મા પહેરવાથી નાક પર પડી ગયા છે કાળા ડાઘ તો અપનાવો આ આસાન ઘરેલુ ઉપાય 

Image Source

આજના સમયમાં લોકો નો વધુમાં વધુ સમય કમ્પ્યુટર પર કામ કરતી વખતે અથવા તો ફોન પર વ્યતીત થાય છે. તેની સૌથી વધુ અસર આપણી આંખો પર પડે છે.કોમ્પ્યુટર અને ફોન માંથી નીકળતી લાઈટ ના લીધે આપણી આંખોની રોશની ઓછી થવા લાગે છે એટલા જ માટે આપણ ને આપણી ચારે તરફ વધુમાં વધુ લોકો ચશ્મા પહેરેલા દેખાય છે અથવા તો તમે પણ ચશ્માં પહેરતા હશો. જ્યારે આપણે ચશ્મા પહેરીએ છીએ ત્યારે તેનું સ્ટેન્ડ આપણા નાક ઉપર રહે છે. સતત અમુક કલાક સુધી દરરોજ ચશ્મા પહેરવાના લીધે આપણા નાક પર કાળા નિશાન પડી જાય છે જે દેખાવ માં ખૂબ ખરાબ લાગે છે. આ ડાઘા ને દુર કરવા માટે બ્યુટી પાર્લર જઈને વધારે પૈસા ખર્ચવા ની જરૂર નથી. ઘરમાં જ ઉપસ્થિત અમુક વસ્તુ નો ઉપયોગ કરીને તમે આસાનીથી આ ડાઘ માંથી છુટકારો મેળવી શકો છો.

એલોવેરા

મોટાભાગના લોકોના ઘરમાં એલોવેરા જોવા મળે છે.એલોવેરા આપણી ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે. તે તમારી ત્વચાને ભેજ પૂરો પાડે છે. એલોવેરા જેલ બજારમાં પણ ઉપલબ્ધ છે પરંતુ તમે એલોવેરા ના પાન વચ્ચેથી કાપીને તેનો પલ્પ ની પેસ્ટ બનાવીને રાખી શકો છો. આ પેસ્ટને તમે નાક ઉપર જ્યાં નિશાન પડી ગયા છે તેની પર લગાવીને હાથથી માલિશ કરો થોડા દિવસમાં તેના ઉપયોગથી તમારા નાક ના કાળા ડાઘ દૂર થઈ શકે છે. આ સિવાય તમે તેને આખા ચહેરા પર પણ લગાવી શકો છો.

બટાકા

બટાકા એક એવી શાકભાજી છે જે દરેક ઘરમાં જોવા મળે છે. બટાકા ના રસ નો ઉપયોગ કરીને તમે આસાનીથી ચશ્મા થી પડેલા ડાઘ માંથી છુટકારો મેળવી શકો છો. કાચા બટાકા છીણીને તેનો રસ કાઢો. થોડાક સમય માટે બટાકા ના રસ ને આ ડાઘ પર લગાવી રાખો. અમુક જ દિવસમાં નાક પરના કાળા ડાઘ દૂર થઈ જશે.

મધ

મધ ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીસેપ્ટિક ગુણ જોવા મળે છે, જે ત્વચા પરના કાળા ડાઘ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.તમે મધનો ઉપયોગ કરીને પણ તમારા નાક પરના કાળા ડાઘ માંથી છુટકારો મેળવી શકો છો.

ટામેટા

ટામેટા ચહેરાના ડાઘ અને ધબ્બા દૂર કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે. તેમાં એક્સ્ફોલિયેશન નો ગુણ જોવા મળે છે. જેનાથી તમારા ચહેરાની મૃત ત્વચા દૂર થઈ જાય છે. આપણા ચહેરા અને નાક પરથી કાળા ડાઘ દૂર કરવા માટે ટામેટા ની પેસ્ટ બનાવીને લગાવો. તેનો ઉપયોગ કરવાથી અમુક જ દિવસોમાં તમારા ચહેરા પરથી ડાઘ દૂર થઈ જશે.

નારંગી

નાક પર પડેલા કાળા ડાઘને દૂર કરવા માટે તમે નારંગીની તાજી છાલ નો પણ ઉપયોગ કરી શકો છો. નારંગીની છાલને પીસીને તેમાં દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો.  હવે તેને હલકા હાથે જ્યાં ડાઘ પડ્યા છે ત્યાં લગાવી મસાજ કરો, તેનાથી તમારા નાક પર પડેલા કાળા નિશાન અમુક જ દિવસમાં ગાયબ થઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *