શું તમારા બાળકના યોગ્ય નામની પસંદગી માટે કન્ફ્યુઝ છો? તો આ ૧૩ ટિપ્સ તમને સુંદર અને યોગ્ય નામની પસંદગીમા મદદ કરશે

શું તમને પણ બાળકનું નામ રાખવામાં મૂંઝવણ પડી રહી છે? તો ચિંતા ન કરો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો જણાવીશું જેની મદદથી તમે સરળતાથી તમારા બાળકનું નામ રાખી શકશો. દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે મારા બાળકનું નામ વિશ્વમાં પ્રકાશિત થાય પરંતુ તે નામ શું છે તેના માટે પણ ખૂબ પ્રયત્નો કરવા પડે છે. કેટલાક લોકો માતા અને પિતાનું નામ જોડીને બાળકનું નામ રાખે છે પરંતુ એમ કરવાથી તેનો કોઈ અર્થ નીકળતો નથી. તમારે બાળક માટે કોઈ એવું નામ રાખવું પડશે જે અનોખું તો હોય જ સાથે તેનો કોઈ અર્થ પણ થતો હોય. લાંબા નામ રાખવાનું ટાળવું જોઈએ. તમારે નાના અને સરળ નામની પસંદગી કરવાની છે. બાળકના નામકરણમાં સંપૂર્ણ પરિવાર શામેલ હોય છે તેથી તમે બધાની સલાહ લઈને પણ નામ રાખી શકો છો. તેમ છતાં પણ તમને નામની પસંદગીમાં મુશ્કેલી પડતી હોય તો આ તેર ટિપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરો.

Image Source

તેર ટિપ્સ જેનાથી તમે બાળકના નામની પસંદગી કરી શકો છો:

બાળકના નામની પસંદગી કરવી એ કોઈ સરળ કામ નથી. ઘણા લોકો તેમાં નિષ્ણાંતની મદદ પણ લે છે. તમે પણ તમારા બાળક માટે કોઈ સારા નામની શોધમાં છો તો આ ટિપ્સ તમને કામ આવશે. બાળકના નામની પસંદગી કરતી વખતે તેની ગુણવત્તાને પણ ધ્યાનમાં રાખો જેથી તેને નામ અનુકૂળ આવે.

૧. તમારે તમારા બાળકના નામ માટે એવા લોકોની સલાહ લેવી જોઈએ જે પોતે પણ માતા-પિતા બની ચૂક્યા છે. તેઓ તમને વધુ સારી રીતે માર્ગદર્શન આપી શકશે કારણ કે તેઓ પહેલા પણ આ પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યા છે.

૨. જો તમે સરળ નામ રાખશો તો તે નામ લોકોની જીભ પર છવાઈ જશે. તેને બોલાવવામાં પણ સરળતા રહેશે.

૩. એવા નામની પસંદગી ન કરવી જેનો કોઈ અર્થ ન નીકળે. હંમેશા અર્થપૂર્ણ નામ રાખો. તેવું નામ રાખવાનું ટાળો જેનો કોઈ સારો અર્થ નીકળતો ન હોય.

૪. લાંબા લાંબા નામ રાખવાની ભૂલ ન કરવી. તમારે બાળક માટે નાનું નામ રાખવું જોઈએ જેનું ઉચ્ચારણ પણ સરળ હોય.

૫. તમે જે કંઈ પણ નામ તમારા બાળક માટે પસંદ કરો તેનો કંઇક અર્થ તો ચોક્કસ હોવો જોઈએ. અમુક લોકો બાળકોના વિચિત્ર નામ રાખે છે જે મોટા થઈને હાસ્યને પાત્ર બને છે.

૬. કેટલાક લોકો બાળકોના એકથી વધારે નામ રાખે છે. જે યોગ્ય નથી. તમારે બાળક માટે એક જ નામની પસંદગી કરવી જોઈએ જે તેમની સાથે જીવનભર જોડાયેલું રહે.

૭. જો અનોખું નામ ન મળતું હોય તો ઇન્ટરનેટની મદદ લઈ શકો છો. ઇન્ટરનેટ પર લાખો નામ તેમના પર્યાયવાચી અર્થ સાથે મળી જશે. કોઈ સારા નામની પસંદગી કરીને રાખી દો.

૮. જો તમે બાળક માટે કોઈ નવું નામ નથી પાડી શકતા તો કોઈ એવા વ્યક્તિનું નામ રાખી દો જે તમને યોગ્ય લાગતું હોય. તે વ્યક્તિ મિત્ર કે પરિવાર કે ઓફિસમાંથી કોઈ પણ હોઈ શકે છે.

૯. બાળકોના નામ રાખવા માટે તમે પુસ્તકોની મદદ પણ લઈ શકો છો. અમુક નર્સિંગ હોમમાં તો આ પુસ્તકો બધા માતા-પિતાને આપવામાં આવે છે. પુસ્તકોમાં નામની સાથે તેમના અર્થ પણ આપવામાં આવે છે. તમે ઓનલાઇન પણ આવું પુસ્તક વાંચી શકો છો.

૧૦. ક્યારેક ક્યારેક આપણને કોઈ વ્યક્તિ એટલા માટે પણ યાદ રહે છે કેમકે તેનું નામ બીજાથી જુદું હોય છે તેથી તમારા બાળક માટે એવા નામની પસંદગી કરો જે બીજાઓથી જુદું હોય.

૧૧. બાળકનું નામ પાડતા પહેલા બાળકનું ગૌત્ર અને નક્ષત્ર વિશે પણ જાણી લો. વાસ્તુશાસ્ત્ર મુજબ બાળકના નામની અસર બાળક પર પણ પડે છે.

૧૨. જો તમારો પરિવાર મોટો હોય તો તમે ઓનલાઈન વોટિંગ પણ કરાવી શકો છો. જે નામને સૌથી વધારે લોકો પસંદ કરે તેને તમારા બાળક માટે પસંદ કરી શકો છો.

૧૩. જો તમને તમારા સૂચવેલા નામ પસંદ ન હોય તો તમે નિષ્ણાંતની મદદ પણ લઈ શકો છો. કેટલીકવાર તમારી આસપાસના લોકો પણ એકસરખા નામ સૂચવે છે એવામાં તમે એવા નામની પસંદગી કરો જે બાળક માટે યોગ્ય હોય.

આ સરળ રીતોથી તમે તમારા બાળક માટે સુંદર અને અનોખું નામ રાખી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *