વજન ઘટાડવા માટેના ઘણા ઉપાયો હોય છે, પરંતુ આજે અમને તમને વજન ઘટાડવા માટે જરૂરી જડીબુટ્ટીઓ વિશેની સંપૂર્ણ માહિતી જણાવીશું

ઘણા પ્રકારની જડીબુટ્ટીઓના ગુણ બધા પ્રકારના રોગોના ઉપચાર માટે મદદ કરે છે. આ જડીબુટ્ટીઓ આપણા સ્વાસ્થ્ય માટે જ શ્રેષ્ઠ નથી હોતી પરંતુ દરરોજના આહારને પણ સ્વાદિષ્ટ બનાવે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જડીબુટ્ટીઓ આપણા મેટાબોલિઝમને ઉત્તમ બનાવે છે અને આપણા વજનને પણ નિયંત્રિત રાખે છે. આ જડીબુટ્ટીઓનો દરરોજ ઉપયોગ કરવાથી તમને તમારું વજન ઓછું થતું જોવા મળશે, પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થશે નહી અને શરીર ચુસ્ત રહેશે.

તો ચાલો તમને જણાવીએ વજન ઘટાડવા માટે કેટલીક જરૂરી જડીબુટ્ટીઓ વિશે.

વજન ઘટાડવાનો ઉપાય છે ગ્રીન ટી:

એમાં કોઈ શંકા નથી કે ગ્રીન ટી વજન ઓછું કરવા માટે સૌથી શ્રેષ્ઠ હર્બલ ટી છે. તે એન્ટીઓક્સીડેન્ટથી સમૃદ્ધ હોય છે જેને કૈટેચિન્સ કહેવાય છે.કૈટેચિન્સ માંથી એક જેને એપિગાલોકૈટેચિન્સ કહેવાય છે તે એક મેટાબોલિઝમ બુસ્ટર છે. આ સાથે જ ગ્રીમ ટી મા કોફીની તુલનામાં ખૂબ ઓછા પ્રમાણમાં કૈફીન હોય છે. કૈફીન ફેટ બર્નિંગ ને ઉત્તેજીત કરે છે અને સ્નાયુઓને સુધારે છે. ગ્રીન ટી ભૂખને દબાવી દે છે અને ઓછા ભોજનની ટેવ પડાવે છે ,જો તમે તેને ભોજન પહેલા અડધો કલાકે લો છો તો.

ગ્રીન ટી ક્યાંથી ખરીદવી:

તમે ગ્રીન ટી બજારમાંથી કે પછી ઓનલાઈન ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે ગ્રીન ટી નો ઉપયોગ કેવી રીતે કરવો:

ગ્રીન ટી બનાવવા માટે સારુ રહેશે કે તમે ગ્રીન ટીના પાનને લો. તમે આખા દિવસ દરમિયાન ગ્રીન ટી ના ચાર કપ પી શકો છો. સૌથી શ્રેષ્ઠ રહેશે જો તમે ભોજન થી ૨૦થી ૩૦ મિનિટ પહેલા ગ્રીન ટી પીઓ.

ગ્રીન ટી ની રેસીપી:

સામગ્રી:

 1. બે કપ ગ્રીન ટી ના પાન
 2. ૧ કપ પાણી
 3. ૧/૪ તજ

રીત:

 1. સૌથી પહેલાં એક કપ પાણીને ગરમ કરી લો.
 2. હવે તેમાં તજનો પાઉડર ભેળવો અને બે મિનિટ સુધી તેને ઉકળવા દો.
 3. હવે ગેસ બંધ કરી દો અને પછી તેમાં ગ્રીન ટી ના પાન નાખો.
 4. પાંચથી સાત મિનિટ માટે તેને ઉકળવા દો.
 5. પછી મિશ્રણને ગાળી લો અને સરખી રીતે હલાવીને મિશ્રણને પી જાઓ.

ગ્રીન ટી ના ફાયદા:

વજન ઓછું કરવા માટે ગ્રીન ટી અને તજ ખૂબ જ વધારે લાભદાયક છે. ગ્રીન ટી મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ચરબીને પીગળવા માં મદદ કરે છે. તજ બ્લડ શુગર નું સ્તર, ઇન્સ્યુલિન સ્તર, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ભૂખને દબાવે છે તેનાથી વજન ને ઘટાડવામાં મદદ મળે છે.

સાવચેતી:

વધારે પડતી ગ્રીન ટી પીવાનો પ્રયત્ન ન કરો. તેનાથી તમને અનિંદ્રા, ડાયરિયા, ઉલટી, છાતીમાં બળતરા અને ચક્કર જેવા લક્ષણો પેદા થઈ શકે છે.

વજન ઘટાડવા માટે તજનો પ્રયોગ કરો:

તજ એક લોકપ્રિય ભારતીય મસાલા છે જેમાં મીઠો સ્વાદ અને ખુબ જ તેજ સુગંધ આવે છે. તજ તમારા મેટાબોલિઝમને સરખું રાખવામાં મદદ કરે છે. તે બ્લડ શુગરને દૂર કરવામાં એલડીએલ કોલેસ્ટ્રોલ અને ટ્રિગ્લીસિરાઇડસ માં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તે શુગર થી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તજ તમારા ગુલકોષ મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે જેની મદદથી બ્લડ શુગર પરીસંચરણ સુધરે છે.

તજ ક્યાંથી ખરીદવા:

તમને જ બધા કે ઓનલાઈન ક્યાંય પણ મળી જશે.

વજન ઘટાડવા માટે તજ નો ઉપયોગ કેવી રીતે કરવો:

તમે એક કે બે તજનો પાઉડર કે એક તજની છાલને પાણીમાં આખી રાત પલાળીને રાખી શકો છો. દરરોજ ચાર અઠવાડિયા માટે સવાર સવારમાં તજથી મિશ્રિત પાણી પીઓ.

તજની રેસીપી:

 1. એક ચમચી તજ પાવડર
 2. ૧ કપ પાણી

રીત:

 1. એક કપ પાણીને સૌથી પહેલા કરવા માટે રાખી દો.
 2. હવે તેમાં તજ પાઉડર ભેળવો અને બેથી ત્રણ મિનિટ માટે કે તેથી વધારે પાણી ને ઉકળવા દો.
 3. હવે આ મિશ્રણને ગાળીને પી લો.

તજ ના ફાયદા:

તજ ભૂખને દબાવવા નુ કામ કરે છે, ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને મેટાબોલિક દરને વધારે છે. ગરમ પાણી શરીરમાંથી બધા જ ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે અને પેટ ફુલવાની સમસ્યાને દૂર રાખે છે.

સાવચેતી:

વજન ઘટાડવા માટે કેસીયા તજ નું સેવન ન કરવું. હંમેશા સિલોન તજ નો ઉપયોગ કરવો.

વજન ઘટાડવાનો ઉપાય છે એલચી:

એક અનોખી સુગંધ સાથે આ એક બીજો ભારતીય મસાલો છે. એલચીને ધર્મોજેનિક કહેવામાં આવે છે તેનો મતલબ છે કે તે શરીરમાંથી ચરબી ને બાળે છે. એલચી મેટાબોલિઝ્મને પણ બુસ્ટ કરે છે અને તેનાથી શરીરની વધારે પડતી ચરબી પીગળી જાય છે. તે પેટમાં થતા ગેસને બનતો પણ રોકે છે. એલચી નો ઉપયોગ ઘણા સમયે થી કરવામાં આવી રહ્યો છે. તમારા ભોજનમાં એલચીનો ઉપયોગ જરૂર કરો તેનાથી તમારા શરીરમાં મેટાબોલિઝમ દર વધે છે.

એલચી ક્યાંથી ખરીદવી:

તમે એલચી બજાર, ઓનલાઈન કે કોઈપણ દુકાનેથી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે એલચીનો ઉપયોગ કેવી રીતે કરવો:

તમે એક ચમચી એલચી પાવડરને આખા દિવસમાં એક વાર જરૂર લો.

એલચી રેસીપી:

 1. એક ચમચી એલચી પાવડર
 2. ૧ કપ પાણી
 3. એક ચમચી ગ્રીન ટી ના પાન

રીત:

 1. ૧. સૌથી પહેલાં એક કપ પાણીને ઉકાળવા માટે રાખી દો.
 2.  હવે તેમાં એલચી પાવડર ને ભેળવો અને પછી બે મિનિટ કે તેનાથી વધારે સમય ઉકળવા માટે રાખી દો.
 3. ગેસ બંધ કરી દો અને પછી તેમાં ગ્રીન ટી ના પાન ભેળવી દો.
 4. પાંચ મિનિટ પાણી ઉકળવા માટે રાખી દો.
 5. હવે ચાને ગાળી લો અને પછી પીતા પહેલા આ મિશ્રણને બરાબર હલાવો.

એલચીના ફાયદા:

ગ્રીન ટી એક મેટાબોલિઝમ બૂસ્ટર છે અને તે ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. એલચી શરીર ના અંદરના તાપમાનને વધારે છે જેનાથી વધારે ચરબી પીગળવા માંડે છે.

સાવચેતી:

વધારે એલચીનો ઉપયોગ ન કરવો તેનાથી તમને ડાયરિયા અને ઊલટી થઈ શકે છે.

વજન ઘટાડવા માટે લસણ મદદ કરે છે:

આ જડીબુટ્ટી માં ઉપચાર માટે ના ગુણ રહેલા છે જેની મદદથી કાર્ડિયોવેસ્ક્યુલર ની સ્થિતિનો પણ ઉપચાર થાય છે, એક સંશોધન મુજબ આ જડીબુટ્ટી કમરની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. લસણમાં એલિસિન હોય છે જે ભૂખને દબાવી દે છે અને મેટાબોલિઝમ ને બૂસ્ટ કરે છે.

લસણ ક્યાંથી ખરીદવું:

તમે લસણ ને શાકભાજીની માર્કેટ માંથી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે લસણ નો ઉપયોગ કેવી રીતે કરવો:

સારું પરિણામ મેળવવા માટે તમારે દરરોજ ફક્ત એક જ લસણની કળીની જરૂર પડશે. તમે ભોજનમાં પણ લસણનો ઉપયોગ કરી શકો છો જેનાથી સ્વાદ બદલાઈ શકે અને વજન પણ ઓછુ થાય.

લસણ ની રેસીપી:
સામગ્રી:

 1. એક લસણની કળી
 2. ૧ કપ પાણી
 3. અડધી ચમચી લીંબુનો રસ

રીત:

 1. લસણની કળી ને છુંદવા માટે ખાંડણી નો ઉપયોગ કરો.
 2. હવે તેમાં એક કપ પાણી નાખો.
 3. પછી લીંબુનો રસ ભેળવી દો.
 4. સરખી રીતે આ મિશ્રણને હલાવીને પછી એક જ વારમાં પી જાઓ.

લસણ ના ફાયદા:

લીંબુનો રસ લસણની સખત ગંધ અને સ્વાદને બદલી દે છે. લીંબુ વિટામિન સી થી ભરપૂર હોય છે, જે મેટાબોલિઝમ અને બુસ્ટ કરવામાં મદદ કરે છે. હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે તેમાં એન્ટી કેન્સર ના પણ ગુણ હોય છે અને તેનાથી તમારી ભૂખ ઓછી થાય છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

સાવચેતી:

વધારે લસણનો ઉપયોગ ન કરવો કેમકે તેની ગંધ ખૂબ જ સખત હોય છે અને તે સરળતાથી જાતી નથી. તેનાથી તમારું શરીર ગરમ થઈ શકે છે અને તમને ઉબકા અને ડાયરિયા ની સમસ્યા થઈ શકે છે.

વજન ઘટાડવા માટે લાલ મરચું લાભદાયક છે:

લાલ મરચું કૈપ્સાઈસિન થી ભરપૂર હોય છે. કૈપ્સાઈસિન શરીર અને ઉત્તેજિત કરે છે જેનાથી ચરબી ઓગાળવામાં મદદ મળે છે. તે ચરબીવાળા ઊતકોને પીગાળી દે છે અને વધારે કેલેરી ને ઓછી કરે છે. લાલ મરચું લોહીમાં રહેલા ચરબીના સ્તરને પણ ઓછું કરવામાં મદદ કરે છે.

લાલ મરચું ક્યાંથી ખરીદવું:

તમે લાલ મરચાને કોઈ પણ બજારમાંથી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે લાલ મરચાનો ઉપયોગ કેવી રીતે કરવો:

તમે અડધી ચમચી લાલ મરચાને આખા દિવસમાં બે વાર જ્યુસમાં નાખીને પી શકો છો.

લાલ મરચા ની રેસીપી:

સામગ્રી:

 • ૧/૪ લાલ મરચું
 • એક કપ પાણી
 • એક લીંબુ

રીત:

 1. સૌથી પહેલાં એક ગ્લાસ માં એક લીંબુ નીચોવી લો.
 2. હવે તેમાં એક કપ પાણી અને ચોથા ભાગની ચમચી લાલ મરચું નાખો.
 3. હવે આ મિશ્રણને સરખી રીતે હલાવીને પી જાઓ.

લાલ મરચા ના ફાયદા:

લાલ મરચાનુ તિખાપણું લીંબુના એસિડિક કમ્પાઉન્ડ સાથે સંતુલિત થઈ જાય છે. બંને સામગ્રીઓ મેટાબોલીઝમ ને બુસ્ટ કરીને શરીરની ચરબી ને પિગાળીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

સાવચેતી:

વજનને ઝડપથી ઓછું કરવા માટે લાલ મરચાનો વધારે ઉપયોગ ન કરવો. તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે, ચક્કર અને ઊલટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

મરી ના ફાયદા થી વજન ઘટાડો:

મરી પીપરીન થી ભરપૂર હોય છે. પીપરીન ચરબીના સ્નાયુઓ બનતા રોકે છે જેનાથી વજન દૂર કરવામાં મદદ મળે છે. તમે મરી અને લાલ મરચાંને એકસાથે ભેળવી શકો છો જેનાથી ચરબી પીગાળવામાં ઝડપથી મદદ મળે.

મરી ક્યાંથી ખરીદવી:

તમને મારી કોઈ પણ માર્કેટમાંથી મળી જશે.

વજન ઘટાડવા માટે મરી નો ઉપયોગ કેવી રીતે કરવો:

તમે આખા દિવસમાં પાંચ મરી ચાવી શકો છો કે તેને તમારા જ્યુસ કે આહારમાં ભેળવી શકો છો.

મરી રેસીપી:

સામગ્રી:

 1. ચોથા ભાગની ચમચી મરી લો.
 2. ચોથા ભાગ નું મધ.
 3. એક કપ ગરમ પાણી.

રીત:

 1. સૌથી પહેલાં એક ચમચી મધ અને ચોથા ભાગની ચમચી મરીને એક કપ ગરમ પાણીમાં ભેળવી દો.
 2. પછી આ મિશ્રણને સરખી રીતે હલાવ્યા બાદ પી જાઓ.

મરી ના ફાયદા:

મરી ચરબીવાળા સ્નાયુ અને કરતા રોકે છે અને મધ પ્રતિરોધક ક્ષમતા ને બુસ્ટ કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે. આ મિશ્રણ શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને ચોખ્ખી કરે છે. તેને દરરોજ પીવાથી શરીર પણ સ્વસ્થ રહે છે.

સાવચેતી:

મરી નું વધારે સેવન કરવાથી એડીમાં, પેટ ખરાબ અને શ્વાસની તકલીફો થઇ શકે છે.

વજન ઘટાડવા નો ઉપચાર છે જીરું:

જીરૂ એક બીજી જડીબુટ્ટી છે જે વજન ઓછું કરવામાં ઉપયોગી છે. તે શરીરને ઊર્જા આપે છે અને પાચન ક્રિયાને પણ સરખી કરે છે. તેના પાચન સંબંધિત ગુણ વજન ઓછું કરવા માટે ખૂબ જ અસરકારક છે.

જીરુ ક્યાંથી ખરીદવું:

તમે જીરુ કોઈપણ દુકાન કે બજારમાંથી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે જીરાનો ઉપયોગ કેવી રીતે કરવો:

બે ચમચી જીરાના દાણાને પાણીમાં પલાળી લો કે એક ચમચી જીરાના દાણાનો પાવડર જ્યુસ કે ભોજનમાં ભેળવીને ઉપયોગ કરો.

જીરા રેસીપી:
સામગ્રી:

 1. ૨ ચમચી જીરા ના દાણા
 2. ૧ કપ પાણી
 3. અડધો કપ મધ નો પાવડર

રીત:

 1. રાત્રે પાણીમાં જીરાના બીજને પલાળીને રાખી દો.
 2. પછી સવારે પાણીને ગરમ કરી લો.
 3. પછી પાણીને ગાળી લો અને હવે તેમાં મધ ભેળવી દો.
 4. પીતા પહેલા આ મિશ્રણને બરાબર હલાવીને પીવું.

જીરા ના ફાયદા:

જીરા ના બીજ પેટના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. તે સુવામાં પણ મદદ કરે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના જોખમને પણ દૂર કરે છે, એનિમિયા, તાવ અને ત્વચા સંબંધી સમસ્યાઓ પણ તેનાથી દૂર થાય છે. મધ એક એન્ટી બેક્ટેરિયલ એજન્ટ છે અને તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. આ મિશ્રણને દરરોજ પીવું.

સાવચેતી:

વધારે જીરાના બીજનું સેવન કરવાથી પેટ ફૂલવું, ડાયરિયા અને ગેસની સમસ્યા થાય છે.

વજન ઘટાડવા માટે સિંહપર્ણી ઉપયોગી છે:

સિંહપર્ણી ફક્ત જોવામાં જ સુંદર નથી પરંતુ ખાવા યોગ્ય પણ છે. તે પોષણથી પણ ભરપૂર હોય છે. સિંહપર્ણી પાચનક્રિયાની ઓછી કરી દે છે જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. સિંહપર્ણી ફાઇબર, એન્ટી ઓક્સિડેન્ટ, ખનિજ અને વિટામીન કે વન થી ભરપૂર હોય છે. તેમાં બીટા કેરેટીન હોય છે જે બારીક રેખાઓને દૂર કરે છે અને લીવરને સુરક્ષિત રાખે છે.

સિંહપર્ણી ક્યાંથી ખરીદવી:

સિંહપર્ણી તમે ઓનલાઇન કે આયુર્વેદિક દુકાનેથી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે સિંહપર્ણી નો ઉપયોગ કેવી રીતે કરવો:

તમે એક કે બે ચમચી સિંહપર્ણી કે એક બે સિંહપર્ણી ની ગોળી ને એક ગ્લાસ પાણી સાથે લઈ શકો છો.

સિંહપર્ણી રેસીપી:
સામગ્રી:

 1. એક ચમચી સિંહપર્ણી
 2. ૧ કપ પાણી

રીત:

 1. સૌથી પહેલાં એક કપ પાણીને ઉકાળી લો.
 2. હવે તેમાં સિંહપર્ણી નાખો અને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દો.
 3. પછી આ મિશ્રણને ગાળી લો અને થોડી મિનિટો માટે ઠંડુ થવા રાખી દો.

સિંહપર્ણી ના ફાયદા:

સિંહપર્ણી ફાઈબરથી ભરપૂર હોય છે અને ચરબીવાળા મોલેક્યુલસનું શોષણ થતું અટકાવે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ હાનિકારક ઓક્સિજન થી રેખાઓને સાફ કરવામાં મદદ કરે છે અને ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે.

સાવચેતી:

તેનો ઉપયોગ કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત જરૂર કરો. ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન ન કરવું.

વજન ઘટાડવા માટે લીમડાનો ઉપયોગ કરો:

લીમડો એક ઔષધીય વૃક્ષ છે. તે શરૂઆતથી જ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા માં મળી આવે છે. તેના પાંદડા, ડાળીઓ અને ફળોમાં ઔષધિય ગુણ રહેલો છે અને સ્વાસ્થ્ય સ્થિતિ ના ઉપચાર માટે તેનો ઉપયોગ ઘણા યુગોથી કરવામાં આવી રહ્યો છે.

લીમડો ક્યાંથી ખરીદવો:

તમે લીમડો કોઈપણ આયુર્વેદિક દુકાન, ફાર્મસી કે ઓનલાઈન ખરીદી શકો છો. તમે કોઈ લીમડાના વૃક્ષ પરથી તાજા પાંદડા પણ તોડી શકો છો.

વજન ઘટાડવા માટે લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો:

દિવસ દરમિયાન ચારથી પાંચ નરમ લીમડાના પાંદડા લો કે એક ચમચી લીમડા નું જ્યુસ જરૂર પીવું.

લીમડા ની રેસીપી:

સામગ્રી:

 1. ૪ થી ૫ લીમડાના પાન
 2. એક કપ પાણી

રીત:

 1. લીમડાના પાંદડાને પીસવા માટે ખાંડણી નો ઉપયોગ કરો.
 2. હવે તેમાં એક કપ પાણી ભેળવો.
 3. સરખી રીતે ભેળવ્યા પછી આ મિશ્રણને પીવું.

લીમડા ના ફાયદા:

લીમડાના પાંદડાં માં એન્ટિ માઇક્રોબિયલ, સોજા વિરોધી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તે પરી સંચરણ સુધારે છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે. તે પેટને પણ સ્વસ્થ રાખે છે. લીમડાના પાંદડા સોજા અને મેટાબોલીઝમ ને બુસ્ટ કરીને વજનને ઘટાડવાનો ઉપચાર કરે છે.

સાવચેતી:

લીમડાનું સેવન વધારે કરવાથી પેટ ખરાબ થઈ શકે છે છાતીમાં બળતરા ઊલટી અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.

વરીયાળી પણ વજન ઘટાડવામાં લાભદાયક છે:

વરિયાળીના બીજને વરીયાળીના વૃક્ષ પરથી કાપવામાં આવે છે. વરીયાળી ગાજરના પરિવાર સાથે સંબંધ રાખે છે. તેનો વધારે ઉપયોગ રસોડામાં અને ઔષધીય ગુણો માટે કરવામાં આવે છે. તેનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે અને પાચનક્રિયાને સરખી કરવામાં મદદ કરે છે. આ એન્ટીઓક્સિડેન્ટ, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર હોય છે.

વરિયાળી ક્યાંથી ખરીદવી:

વરીયાળી ક્યાંથી ખરીદવો:

વરીયાળી ને તમે કરિયાણાની દુકાને થી ખરીદી શકો છો.

વજન ઘટાડવા માટે વરિયાળી નો ઉપયોગ કેવી રીતે કરવો:

દિવસ દરમિયાન બે ચમચી વરિયાળી કે એક ચમચી વરિયાળીના બીજનો પાવડર જરૂર લો.

વરીયાળી રેસીપી:
સામગ્રી:

 1. બે ચમચી વરિયાળીના બીજ
 2. ૧ કપ પાણી

રીત:

 1. સૌથી પહેલા વરિયાળીના બીજની પાણીમાં આખી રાત પલાળીને રાખી દો.
 2. હવે આ મિશ્રણને સવારે ગાળી લો અને પછી પી લો.

વરીયાળી ના ફાયદા:

વરીયાળી ના બીજ ફાઈબરથી ભરપૂર હોય છે અને તેથી તે ચરબીવાળા મોલેક્યુલસ થી બંધાઈ જાય છે અને ચરબીના શોષણને રોકે છે. આ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢે છે સાથે જ પેટ ફુલવાની સમસ્યાને પણ રોકે છે. તે પાણીને અવશોષિત કરીને કબજિયાતની પરેશાનીમાં રાહત આપે છે.

સાવચેતી:

વધારે વરિયાળીનું સેવન કરવાથી તમને ઉલટી અને ડાયરિયા થઈ શકે છે.

આ લાભ દાયક જડી બુટ્ટી તમારા દરરોજના વર્કઆઉટ અને સ્વસ્થ આહાર સાથે જરૂર લો. તમે જરૂર આ રીતે વજન ઘટાડી શકશો. આમ તમારી જીવનશૈલી બદલશે અને તમે વધારે ઉર્જાથી ભરપૂર રહેશો.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

આશા છે કે આજના આર્ટિકલની માહિતી આપ સૌ ને પસંદ આવી હશે! તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે જોડાયેલા રહો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે…

#Author : FaktGujarati & Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *