ઉનાળો આવતાની સાથે જ વધી શકે છે આ રોગોનું જોખમ, તો જાણો તેનાથી સુરક્ષા કેવી રીતે મેળવવી

ઋતુ કોઈ પણ હોય પરંતુ તે બદલાતા જ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે. આવી સ્થિતિમાં થોડી ઘણી બેદરકારી પણ વ્યક્તિના સ્વાસ્થ્યને મુશ્કેલીમાં નાખી શકે છે. હાલમાં ઉનાળાની ઋતુ ની શરૂઆત થઇ ચૂકી છે અને તે પોતાની સાથે તડકો, સખત તાપમાન સાથે ઘણા બીજા રોગો પણ લઈને આવે છે. જેની અવગણના કરવા પર તમે પરેશાન થઇ શકો છો. તો ચાલો જાણીએ કે આ રોગો કયા કયા છે.

ડિહાઈડ્રેશન:

ડિહાઈડ્રેશનને નિર્જલીકરણના નામે પણ ઓળખવામાં આવે છે. તેના થી પીડાતા વ્યક્તિ ના શરીરમાં પાણી, ખાંડ અને મીઠાના સંતુલનમાં ગડબડ થઈ જાય છે. ડિહાઈડ્રેશન દરમિયાન વ્યક્તિનું મોઢું સુકાય છે, થાક અને તરસનું વધવુ, પેશાબ ઓછો થવો, માથાનો દુખાવો, શુષ્ક ત્વચા, કબજિયાત અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે. હાલત ગંભીર થવા પર વ્યક્તિને તરસ વધુ લાગે છે અને હૃદયના ધબકારા વધવાની સાથે બ્લડ પ્રેશર ઓછું થાય છે. આ સમસ્યાથી બચવા માટે, શક્ય તેટલું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત, લીંબુનું શરબત, નાળિયેર પાણી, શિકંજી અથવા અન્ય પ્રવાહીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવવો જોઈએ.

ફોલ્લીઓ:

ફોલ્લીઓ થાય ત્યારે શરીર પર નાના નાના લાલ દરદરા દાણા થઈ જાય છે. તેમાં ખૂબ વધારે ખંજવાળ આવે છે. ફોલ્લીઓ મોટાભાગે ભેજ, હ્યુમિડીટી અને વધારે ચુસ્ત કપડા પહેરવા થી થાય છે. આ ઉપરાંત ફોલ્લીઓ શરીર પર કપડાના ઘર્ષણ કે કપડાં દ્વારા ઢંકાયેલ ત્વચા પર પણ થાય છે. ફોલ્લીઓથી બચવા માટે ઉનાળામાં મોટાભાગે સુતરાઉ કપડાં પહેરો, આમ કરવાથી તમારી ત્વચા શ્વાસ લઈ શકે છે. નાહ્યા પછી તરત જ કપડાં પહેરવાને બદલે પહેલાં તમારા શરીરને સરખી રીતે સૂકવો.

ફૂડ પોઈઝનીંગ:

ઉનાળાની ઋતુમાં હવામાં ભેજ હોવાને લીધે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ઝડપથી વધે છે. જે ઝડપથી ખોરાકને દૂષિત કરે છે. આવો ખોરાક ખાવાથી ફૂડ પોઇઝનિંગની સમસ્યા થઈ શકે છે. જેના કારણે પેટમાં દુખાવો, તાવ, વારંવાર ઉલટી થવી, માથાનો દુખાવો, નબળાઇ, ઝાડા, ભૂખ ઓછી લાગવી, પેશાબ કરવો અથવા પેશાબમાં ઘટાડો, મોઢું સુકાય જવું વગેરે જેવા લક્ષણો જોવા મળી શકે છે. તેનાથી બચવા માટે હંમેશાં તમારા હાથ અને મોઢું ધોઈને શાકભાજી હોય કે ફળો તે પણ ધોઈને ખાઓ.  વાસી, જૂનું અને બહારનું ખાવાનું ટાળો.

અસ્વિકરણ:

આ લેખમાં આપવામાં આવેલી માહિતીની ચોકસાઈ, સમયસરતા અને વાસ્તવિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ફક્ત ગુજરાતી ડોટ કોમની નથી. અમારું તમને વિનમ્ર નિવેદન છે કે કોઈપણ ઉપાય અજમાવતા પહેલા તમારા ચિકિત્સકનો સંપર્ક જરૂર કરો. અમારો હેતુ ફક્ત તમને માહિતી પ્રદાન કરવાનું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *