તમારી આંખોના રંગ મુજબ કરો આ રીતે આઇશેડોના કલર પસંદ

Image Source

તમે આંખનો મેકઅપ કરતી વખતે તમારા આંખના રંગ પ્રમાણે આઈશેડો કલરને પસંદ કરો.

મેકઅપ કરતી વખતે સ્ત્રીઓ સૌથી વધારે ધ્યાન તેની આંખ પર આપે છે. પાર્ટી લૂકમાં સ્ત્રીઓ આંખના મેકઅપ દરમિયાન આઈશેડો લગાવે છે. પરંતુ ક્યારેક એવું પણ થાય છે કે તમને સમજાતું નથી કે તમે ક્યાં કલરનો આઈશેડોને પસંદ કરવો. સામાન્ય રીતે સ્ત્રીઓ આઈશેડોના કલરને પસંદ કરતી વખતે ફક્ત તેના કપડાના કલર પર જ ધ્યાન આપે છે, પરંતુ હકીકતમાં તેના માટે તમારે તમારા આંખના રંગ પર પણ તેટલુંજ ધ્યાન આપવું જોઈએ.

ઘણીવાર એવું થાય છે કે તમે આઉટફીટ મુજબ આઈશેડો તો પસંદ કરી લો છો, પરંતુ તે તેની આંખો પર સારું લાગતું નથી. તેવું એટલા માટે થાય છે, કેમકે તે તમારા આંખના રંગને અનુરૂપ નથી. તો ચાલો આજે આ લેખમાં અમે તમને આંખના રંગ મુજબ આઈશેડો કલરને પસંદ કરવાના આઈડિયા વિશે જણાવીએ-

Image Source

બ્રાઉન આંખ માટે આઈશેડો

જો તમારા આંખનો કલર બ્રાઉન હોય તો માની લો કે તમે ખૂબ લક્કી છો, કેમકે આ આંખના કલરની સ્ત્રીઓ કોઈપણ કલરના આઈશેડો ને સરળતાથી કરી શકે છે. જોકે બ્રાઉન એક ન્યુટ્રલ કલર છે અને તેથી તમે ગરમ અને ઠંડા બંને જ કલરને તમારી આંખ પર અજમાવી શકો છો. જો તમે તમારી આંખને એક પોપ લુક આપવા ઇચ્છો છો તો પર્પલ શેડ કેરી કરો તેમજ, તમે બ્રાઉન આઈશેડો પણ લગાવી શકો છો. જો તમે આંખને હાઇલાઇટ કરવા ઇચ્છો છો તો આવી સ્થિતિમાં લાઈટ કુલ બ્રાઉન કલર લગાવો. તેજ સમયે આંખોમાં એક ઊંડાઈ ઉમેરવા માટે મીડિયમ બ્રાઉન કલર લગાવો. આ ઉપરાંત, તમે કોપર ઓરેન્જ અને મજેન્ટા વગેરે જેવા કલર પણ પસંદ કરી શકો છો.

ભૂરી આંખ માટે આઈશેડો

ભૂરી આંખના રંગની સ્ત્રીઓ તેની આંખોને સુંદર બનાવવા માટે ઘણા પ્રકારના આઇશેડોના કલરને લગાવી શકે છે. જો તમારી આંખ લીલા ભૂરા રંગની છે તો આવી સ્થિતિમાં તમે ગોલ્ડ કલરના આઈશેડોને પસંદ કરી શકો છો. તેમજ ભૂરા આંખની સ્ત્રીઓ શેમ્પેઇન રંગ પણ પસંદ કરી શકે છે. આ એક લાઈટ શેડ છે, જેને હાઈલાઇટર રૂપે ઉપયોગ કરી શકો છો. જો તમે એક સેફ શેડને પસંદ કરવા ઇચ્છો છો તો બેબી પિંક અને લવેન્ડર કલરને પસંદ કરો. સાથેજ ભૂરા કલરનો કોઈપણ શેડ તમારી ભૂરી આંખોની સાથે સારો લાગશે.

Image Source

લીલી આંખો માટે આઈશેડો કલર

લીલા આંખની સ્ત્રીઓ પીચ આઈશેડો કલરને પસંદ કરી શકે છે. આ ન્યુટ્રલ શેડ તમારી આંખોને એક હાઈલાઈટિંગ ટોન આપે છે. આ ઉપરાંત, જો તમે સ્મોકી આંખનો લુક કેરી કરવા ઇચ્છો છો તો તમે કાળા કલરને બદલે ગ્રે કલર પસંદ કરો. તેમજ, કુલ બ્રાઉન અને અર્થી ટોન્સ તમારી લીલી આંખને વધારે પૂરક લુક આપે છે. આ ઉપરાંત, જો તમે ઈચ્છો તો લીલા શેડને પણ અપ્લાઈ કરી શકો છો. પ્રયત્ન કરો કે તમે એવા શેડ પસંદ કરો જે તમારી આંખના રંગની નજીક હોય.

eyeshadow colour combinations in hindi

Image Source

હેઝલ આંખ માટે આઈશેડો કલર

હેઝલ આંખો એક એવી આંખો છે જેના માટે રંગ નક્કી કરવો થોડો મુશ્કેલ થઈ શકે છે. તે લીલા અને ભુરા રંગનુ મિશ્રણ છે અને તેનો રંગ વારંવાર બદલાઈ છે. ડાર્ક પિંક અને ફ્યુશિયા હેઝલ આંખોમાં સૌથી સારો લુક આપે છે. જોકે આંખોનો રંગ બદલાઈ છે, તેથી ઘણાબધા વિકલ્પ છે. તમે લાઈટ પિંકથી લઈને ડાર્ક પિંકના કોઈપણ શેડને પસંદ કરી શકો છો. આ ઉપરાંત, તમે બર્ગન્ડી કલરને પણ લગાવી શકો છો. સાથેજ તમે ડીપ પ્લમ, નેવી, ગ્રીન અને બ્રાઉન કલરમાંથી કોઈપણ કલરના આઇ મેકઅપનો હિસ્સો બનાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment