પૈસો કા પેડ – ૧૭૦૦ વર્ષ જૂનું ઝાડ ગજબ છે. જેના ઉપર તમને લાખોની સંખ્યા માં સિક્કાઓ જોવા મળશે

ઝાડ તો તમે ઘણા જોયા હશે. પણ આ અજીબ પ્રકારનું ઝાડ ક્યાંય નહીં જોયું હોય. જૂની કહેવત છે ને “પૈસા થોડા ઝાડ પર ઉગે છે”. તમને આ વિશેની વિશેષ જાણકારી મળશે. તમને સાવ માનવામાં ન આવે તેવી જાણકારી આપીએ તો!!!

આ ઝાડ પર ખરેખર સાચે જ પૈસા જ પૈસા છે. બ્રિટનમાં લગભગ ૧૭૦૦ વર્ષ જુનું પૌરાણિક ઝાડ છે. જેના પર હજારોની સંખ્યામાં સિક્કા ચોંટેલા છે. આ વૃક્ષને જોવા માટે હજારોની સંખ્યામાં ટુરીસ્ટ અહીં આવે છે. અહીંના લોકો આ વૃક્ષોનો ફોટો કેમેરામાં કેદ કરીને યાદી માટે રાખે છે.

આ ઝાડને જે જોવા માટે આવે છે તે તેના પર સિક્કા લગાવે છે. જેના કારણે ઝાડ પર એવી કોઇ જગ્યા નથી બાકી બચી નથી કે હવે ક્યાંય સિક્કા લગાવી શકાય. અમુક લોકોનું માનવું તો ત્યાં સુધી છે કે, આ ઝાડમાં કોઇ શક્તિ છુપાયેલ છે. લોકો ક્રિસમસનાં દિવસે અહીં મીઠાઇ અને ગીફ્ટ મુકવા માટે આવે છે.

આ ઝાડને લઇને અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે. જેના કારણે લોકો આ ઝાડ પર સિક્કાઓ લગાડે છે. અમુક લોકોનું એવું પણ માનવું છે કે, આ ઝાડ પર સિક્કા લગાડવાથી મનની મુરાદ જરૂરથી પૂર્ણ થાય છે. સાથે ઘર કે ઓફિસમાં સુખ-શાંતિ છવાયેલ રહે છે.

ધાર્મિક આસ્થાને અનુરૂપ પણ લોકો આ ઝાડને માને છે. આ ઝાડ પર દેવોનો વાસ છે જે બગડેલા કામને સારા કરી દે છે. ખુદ ભગવાન આ ઝાડ પર રહે છે જે બધાની ઈચ્છા પૂર્ણ કરે છે. જયારે અમુક લોકો તો એવું માને છે કે, અહીં એક સિક્કો લગાવીએ તો ઘણા બધા પૈસા કમાણીમાંથી મળે છે.

વર્ષોથી આજ પ્રથા અને માન્યતા મુજબ સિક્કા લગાવવાનું ચાલ્યા રાખે છે. જેને કારણે આજ સુધી ઝાડના થડ પર હજારોની સંખ્યામાં સિક્કો ચોંટેલા જોવા મળે છે. છે ને ખરેખર!! પૈસા ઝાડ પર ઉગે છે તેનો દાખલો…

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમને જુસ્સો આપવા, આ આર્ટીકલને જરૂરથી શેર કરજો.

Author : Ravi Gohel

Leave a Comment