જાણો બદલાતું વાતાવરણ કેવી રીતે તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે?

આપણી ચારે તરફ ના વાતાવરણની આપણા સ્વાસ્થ્ય પર ખુબજ ઊંડી અસર કરે છે. બની શકે છે કે તમારા મનમાં એ સવાલ આવે કે બદલાતું વાતાવરણ ખાલી તમારા શારીરિક સ્વાસ્થ્ય પર જ અસર કરે છે પરંતુ તે બિલકુલ સાચું નથી. વાતાવરણ બદલાવાના કારણે ચિંતા,ડિપ્રેશન અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સમસ્યાઓ થઈ શકે છે. વાતાવરણનું બદલાવું તે આપત્તિ નું કારણ પણ બની શકે છે. જેના કારણથી લોકોને ઘર અથવા તો નોકરી પણ છોડવી પડે છે. તેની સાથે જ પાડોશી અને સામાજિક રીતે જોડાયેલા ન રહેવાના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઘણીવાર વધારે ગરમી વધારે શરદી અથવા તો વરસાદના વાતાવરણ માં પણ ઘણી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનું કારણ બની શકે છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને વાતાવરણમાં બદલાવ અને માનસિક સ્વાસ્થ્ય પર થવાવાળી અસરને વિશે જણાવીશું. જાણો વાતાવરણમાં બદલાવ કેવી રીતે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.

વાતાવરણમાં બદલાવ અને માનસિક સ્વાસ્થ્ય

વાતાવરણના બદલવાનું કારણ ખાનપાન, કસરત વગેરે બદલાવાના કારણે તમારા માનસિક સ્વાસ્થ્ય માં પણ બદલાવ આવી શકે છે. ખરેખર તો લોકો આ વાતને નકારે છે કે વાતાવરણના બદલાવાના કારણે તેમને કોઈ પણ પ્રકાર પરેશાની થાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેમને હંમેશા ચિંતા અથવા તો ડિપ્રેશન જેવો અહેસાસ થતો નથી. જાણો વાતાવરણ અને માનસિક સ્વાસ્થ્યના બદલવાના સંબંધમાં મહત્વપૂર્ણ વાતો.

ગ્લોબલ વોર્મિંગને કારણે રોજ બરોજ નું તાપમાન વધતું જાય છે. વધુ તાપમાનને કારણે વ્યક્તિનો વ્યવહાર આક્રમક બની શકે છે. ગરમી ના તરંગો માનસિક વિકારો સાથે જોડાયેલા છે. ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા અધ્યયન પ્રમાણે એક વાત સામે આવી છે કે ગરમી ના તરંગો હૃદય સંબંધી અને કિડનીની બીમારી ની સાથે માનસિક વિકારોનું પણ કારણ બને છે. અતિશય ગરમીને કારણે શારીરિક થાક ની સાથે સાથે માનસિક થાક પણ લાગે છે. થાઈલેન્ડમાં થયેલા અભ્યાસ પ્રમાણે તે બહાર આવ્યું છે કે વધતું જતું તાપમાન માનસિક વિકારનું કારણ બને છે. વધારે ગરમી ને કારણે ભૂખ ન લાગવી ઊંઘ પૂરી ન થવી જેવા કારણ માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. એવામાં વજનનું ઘટવું સામાન્ય બાબત થઈ જાય છે. ગરમીનું વાતાવરણ મુખ્ય રૂપથી ચિંતા નું કારણ બને છે.

વાતાવરણ માં બદલાવ માનસિક સ્વાસ્થ્ય થઇ શકે છે જટિલ

જેમકે અમે તમને પેહલા પણ જણાવ્યું છે કે વધારે ગરમી કે પછી વધારે શરદી નું કારણ ઊંઘ નું ઓછું હોવું અથવા તો વધારે હોવું આપણી માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ કરે છે. એવી જ રીતે વાતાવરણ માં ગંભીર બદલાવ જેમ કે તોફાન, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ગરમી ના તાપમાન ની સમસ્યા થાય છે અને એ પણ આપણને માનસિક બીમાર કરી શકે છે. એ કારણે અસ્વસ્થતા,હતાશા, આઘાત,પછી ની તણાવની સમસ્યા નું કારણ બની શકે છે. જો વાતાવરણ ના કારણે શરીર માં થતા બદલાવ ને નઝરઅંદાઝ કરવામાં આવે તો સમસ્યા ઉત્પન્ન થાય છે. અમુક લોકો વાતાવરણ ના બદલાવ અને માનસિક સ્વાથ્ય પર અસર ચોખ્ખી રીતે જોવા મળે છે. તેમાં બાળકો ગર્ભવતી મહિલાઓ અને પ્રસૂતિ પછીની સ્ત્રીઓ હવામાનના બદલાવના કારણે વધુ માનસિક ફેરફારો અનુભવી શકે છે.

મીડિયાના અહેવાલો પણ ચિંતાનું કારણ બની શકે છે

મીડિયામાં વધુ પડતી ગરમી અથવા તો વધુ પડતી શરદીના સમાચાર પણ વ્યક્તિની માનસિક રૂપથી બીમાર કરી શકે છે.હવામાનના તીવ્ર બદલાવના સમાચાર સતત સાંભળવાથી માનસિક સ્તરમાં પણ ઘણા ફેરફાર જોવા મળે છે. આવી સ્થિતિમાં, તે મહત્વપૂર્ણ છે કે મીડિયા અહેવાલો ખૂબ જોવામાં ન આવે અને હવામાનના બદલાવને કારણે તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો ઉપચાર કરવો જોઈએ. જો તમે ઇચ્છો તો તમે વધુ માહિતી માટે ડૉક્ટરનો સંપર્ક પણ કરી શકો છો. જો તમને વાતાવરણ સંબંધી ડિસઓર્ડર હોય તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ

જાણો મોસમી લાગણીશીલ ડિસોર્ડર ના લક્ષણો

જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે તમને પણ અમુક લક્ષણ નો અનુભવ થયો હશે. આ લક્ષણ સામાન્ય રીતે બધાને મહેસૂસ થાય છે એ જરૂરી નથી. પરંતુ મોટા ભાગના લોકોને આ સમસ્યા થઈ શકે છે વાતાવરણના બદલાવાથી તમને ઓછી ગંભીર અથવા તો વધારે ગંભીર લક્ષણો નો સામનો પણ કરવો પડે છે જાણો મોસમી લાગણીશીલ ડિસોર્ડર ના લક્ષણો શું હોઈ શકે છે?

  •  આખો દિવસ ઉદાસી નો અનુભવ
  •  પ્રવૃત્તિમાં કોઇ રૂચિ ન રહેવી
  •  ઓછી ઊર્જાની લાગણી
  •  ઊંઘવા માં તકલીફ થવી
  •  ભૂખ ઓછી લાગવી
  •  વજન ઓછું હોવું
  •  ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થવી
  •  નિરાશાનો અનુભવ થવો
  •  આત્મહત્યાનો વિચાર આવવો

જો તમને વાતાવરણ બદલવાના કારણે આ તકલીફનો સામનો કરવો પડે છે તો તમે ડોક્ટરને આ વાત જરુરથી બતાવો. વધુ દિવસ સુધી આ સમસ્યાઓનો ઈલાજ ન કરાવવાથી તમને ચિંતા વધી શકે છે. અને આગળ જઈને તે ડિપ્રેશનનું કારણ બની શકે છે. જો તમને ઓછી ભૂખ અથવા તો વધારે ભૂખ લાગે છે તો અને તમે દર વખતે પોતાને નિરાશ મહેસુસ કરો છો અથવા કોઈની સાથે વાત નથી કરતા તો આ લક્ષણ માનસિક બીમારીના છે. તેવામાં તમારે ડૉક્ટરનો સંપર્ક કરીને ઉપચાર કરાવવો જોઈએ.

જ્યારે હવામાન બદલાય છે ત્યારે આ બાબતો પર ધ્યાન આપો

બાળકો, વૃદ્ધો, ઘટનાક્રમવાળા લોકો, માનસિક બીમારીઓ અને બેઘર લોકો હવામાનમાં બદલાવને કારણે વધુ માનસિક સમસ્યાઓનો સામનો કરે છે. જો હવામાનમાં ફેરફાર અથવા મોસમી પરિવર્તન આવે તો શું ધ્યાનમાં રાખવું તે જાણો.

1. જો તમને એલર્જીની સમસ્યા હોય, તો જ્યારે હવામાન બદલાય ત્યારે તમારે ખાસ કાળજી લેવાની જરૂર છે. તમારે શક્ય તેટલું ઘરની અંદર રહેવું જોઈએ. બહાર નીકળતી વખતે આંખોની વિશેષ કાળજી લો.

2. ગરમી વધારે હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળો. જો કોઈ કારણોસર તમારે બહાર જવું પડ્યું હોય તો મોં ની સાથે શરીરને સારી રીતે ઢાંકી દો. ઘરમાં ગરમીથી બચવા માટે કુલર, પંખા અથવા એર કન્ડિશન વગેરેનો ઉપયોગ કરો. પાણીની સાથે પૂરતા પ્રમાણમાં ખોરાક લો.

3. જો તમે હવામાનની અવ્યવસ્થાને કારણે પરેશાન છો, તો ડૉક્ટરને તમારી સમસ્યા વિશે કહો. ઘણી વખત શારીરિક મુશ્કેલીઓ માનસિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે. તેથી તમારે વધુ કાળજી લેવાની જરૂર છે.

4. ક્યારેય ઓછું કે વધારે ખોરાક ન ખાવો જોઈએ. વાતાવરણ અનુસાર કસરત બદલો. જો તમે ઇચ્છતા હો, તો તમે યોગને રોજિંદા જીવનમાં સામવેસ શકો છો. આ માટે તમે નિષ્ણાતોની મદદ પણ લઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *