OMG!! જીવ જોખમમાં મુકીને ઉંચી ઈમારતોને સાફ કરવામાં આવે છે..

દેશ-વિદેશમાં ઘણી એવી ગગનચુંબી ઈમારતો બનાવવામાં આવી છે. જેને રેકોર્ડ બ્રેક પણ કર્યા છે સાથે એવા પણ પણ કિસ્સાઓ છે જે વિશ્વમાં સૌથી ઉંચી ઈમારત બની હોય. માણસે બનાવેલી આ વિશાળ ઈમારતોને જોઇને લાગે કે અત્યારે વિજ્ઞાન ક્યાં સુધી પહોંચી ગયું છે. આવી ઈમારતો લોકોને જોવા માટેનું એક સ્થળ પણ બની જતું હોય છે અને સાથે લોકો દૂર-દૂરથી આ ઈમારતોને કે ઉંચાઈ ધરાવતા સ્ટ્રકચરને નિહાળવા માટે આવે છે.

આ ઉંચાઈ હોય એવી ઈમારતની સાફ સફાઈ કરવી એ પણ એક ચેલેન્જ જેવી વાત છે. કદાચ તમને નીચે આપેલી તસવીરોને નીહાળીને અંદાજ લગાવી શકો છો કે આવા ખુબ ઉંચાઈ હોય તેવા સ્ટ્રકચરની સાફ સફાઈ કરવી કેટલી અઘરી છે.

(૧) સ્કોટલેન્ડની આ એક વિશાળ ઈમારત છે. આ ઈમારત એકદમ અલગ લૂકની છે અને ઘણી મોટી રકમ આ ઈમારતને તૈયાર કરવા માટે ખર્ચાઈ હતી તો પછી સાફ-સફાઈ તો રાખવી પડે ને. આ ઈમારતને બહારથી સાફ કરવા માટે સ્પે. માણસોને ટ્રેનીંગ આપવામાં આવે છે. ટ્રેનીંગ પાસ કરેલ વ્યક્તિ જ આ ઈમારતનું સાફ-સફાઈનું કામ સાંભળી શકે છે.

(૨) મળો આ ફ્રાંસકોઈસને, જે વિશાળ સ્ટ્રકચર સાથે રમતા હોય એવું લાગે છે. આખી જિંદગી ખતરાથી ભરેલી છે. એક નાની અમથી ભૂલ પણ મોતને ઘાટ ઉતારી દે એવું છે છતાં પણ ફ્રાંસકોઈસને જરા પણ ડર અનુભવતો નથી. સુરક્ષા માટેના બધા ઉપકરણો સાથે લઈને આ વ્યક્તિ પોતાનું કામ બિન્દાસ્ત રીતે કરતા હોય છે.

(૩) આ તસવીરમાં તમને ઉંચાઈનો અંદાજ આવી જતો હશે. અહીં પણ જીવન ખતરામાં મૂકીને કામ કરવાની હિંમત હોય તો વ્યક્તિ ચાલે. આ પૂલની સાફ-સફાઈની જાળવણી માટે વ્યક્તિઓને દોરડા પર લટકીને કામ કરવું પડે છે.

(૪) આ છે પોલ જે સ્કોટલેંડમાં એક બ્રીજની સફાઈ કરતા હોય એવી રીતે તસવીરમાં નજરે પડે છે. સ્કોટલેંડના આ વિશાળ બ્રીજની સાફ-સફાઈ માટે સ્પેશીયલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આટલી ઉંચાઈ પર સફાઈ કામ કરવું અઘરું પડે છે પણ ટેકનીકની મદદથી કામ કરવામાં આવે છે એટલે કામને જલ્દીથી પૂર્ણ કરી શકાય છે.

(૫) આ તસવીરમાં તમને જણાશે કે, ઉંચાઈ હોય એવી ઈમારતને સાફ-સફાઈ કરવા માટે સ્પે. માણસોને ટ્રેનીંગ આપીને તૈયાર કરવામાં આવે છે.

(૬) ગગનચુંબી ઈમારતની સાફ-સફાઈ અને સમારકામ માટે વ્યક્તિ તેનો જીવ પણ મુસીબતમાં મૂકીને કામ કરવા માટે તૈયાર થાય છે. આમ ગણીએ તો જીવનમાં એક-એક દિવસે કૈંક ચેલેન્જ મળતી હોય છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *