બેબી બોયના પ્રાઇવેટ ભાગને આ રીતે સાફ કરો અને સ્વચ્છતામાં આવી ભૂલો કરશો નહિ

Image Source

બેબી બોયના જાતીય ભાગને સાફ કરવું ખૂબ જરૂરી છે અને ડાઇપર કાઢતી વખતે આ ભાગને પણ તમારે સાફ કરવું જોઈએ. અહી તમે જાણી શકો છો કે બેબી બોયના જાતીય ભાગને કેવી રીતે સાફ કરી શકાય છે.

નવજાત બાળક ખુબજ નાજુક હોય છે. બાળકના શરીરના દરેક અંગ ખૂબજ નાજુક અને મુલાયમ હોય છે અને ઘણા માતા-પિતાને બાળકને પકડવામાં ડર લાગે છે. જોકે, બાળકની ત્વચા અને અંગ, બધુ ખૂબજ નાજુક હોય છે તેથી તેને સ્નાન કરવા અથવા સાફ કરવામાં પણ ઘણા માતાપિતાને ડર અથવા ચિંતાનો અનુભવ થાય છે.

નવ મહિના સુધી માતાના પેટમાં રહ્યા પછી બાળક જ્યારે બહાર આવે છે ત્યારે તેની ત્વચા બહારના વાતાવરણ માટે ખૂબજ સંવેદનશીલ હોય છે. તેને બહારના વાતાવરણમાં એડજસ્ટ થતાં થોડો સમય લાગે છે તેથી બેબીને સંભાળવામાં ઘણી સાવધાની રાખવી જરૂરી છે.

Image Source

બાળકના જાતીય અંગો

સાફ-સફાઈના સંદર્ભે બાળકના જાતીય અંગોને સાફ કરવાની સૌથી મોટી ચિંતા રહે છે. તેમજ બેબી બોયના જાતીય અંગોને સાફ કરવામાં વધારે સાવધાની રાખવી પડે છે કેમકે મોટાભાગની માતાઓને તેના વિશે વધારે જાણ હોતી નથી.

બેબી બોયનુ શિષ્ન ખૂબ સંવેદનશીલ હોય છે અને તેની સંભાળમાં ખાસ કાળજી રાખવી જરૂરી છે. તમને જાણ હોવી જોઈએ કે તમારે આ અંગની સફાઈ કેવી રીતે કરવી જોઈએ.

Image Source

કેવી રીતે સાફ કરવું

પહેલા થોડા મહિનામાં તમે બાળકના શિષ્નને એવી રીતે સાફ કરો જેમ ડાઇપર વાળા ભાગને કરો છો. શરૂઆતમાં શિષ્નની ઉપરની ત્વચા, ગ્લૈસ એટલે શિશ્નના છેડા સાથે જોડાયેલ હોય છે તેથી તેને ખેંચવાનો પ્રયત્ન કરશો નહીં. કોટન સ્વેબ અથવા કોઈપણ એન્ટી સેપ્ટિકથી શિશ્નને સાફ કરવાની જરૂર નથી.

Image Source

પાણીથી સાફ કેવી રીતે કરવું

બેબી બોયના શિશ્નને હુફાળા પાણીથી ધોઈ શકાય છે. બેબીની ત્વચા પર પાણી નાખતા પેહલા તપાસી લો કે પાણી વધારે ગરમ તો નથી. બાળકની ત્વચા ખૂબજ કોમળ હોય છે તેથી હુફાળા પાણીનો જ ઉપયોગ કરો. બાળકના શિશ્ન અને અંડકોષની થેલી પર હુંફાળુ પાણી નાખો અને પછી ટુવાલથી તેને સૂકવી લો. તમે ફક્ત શિશ્નની ઉપરની ત્વચાને સાફ કરો.

Image Source

બાળકને ક્યારે જાતે સાફ કરતા શીખવાડવું

ત્રણ વર્ષ થવા પર બાળકને જાતે શિષ્ન અથવા જાતીય અંગ સાફ કરતા શીખવી શકો છો. જ્યારે છોકરા તરુણાવસ્થા મા પહોંચી જાય છે ત્યારે તેને દરરોજ શિશ્નની ચાર ત્વચા એટલે ઉપરની ત્વચા સાફ કરવાની જરૂર હોય છે.

જો તરુણાવસ્થામાં પહોંચ્યા પછી પણ તમારા બાળકની આગળની ચામડી શિશ્નની ટોચ પરથી દૂર થઈ નથી તો તમે તેના વિશે ડોકટર સાથે ચર્ચા શકો છો.

Image Source

સ્મેગમાને જાણો

સ્મેગમા સફેદ રંગનો સ્ત્રાવ હોય છે. શિશ્નની અંદર મૃત ત્વચા ના કોષોને સ્મેગમા કેહવાય છે અને તે સામાન્ય હોય છે. જો તમને સ્મેગમા ઉપરાંત લાલાશ અથવા સોજા જેવા ઈન્ફેક્શનથી અન્ય લક્ષણો દેખાઈ રહ્યા છે તો ડોક્ટરને બતાવો. દરરોજ હુફાળા પાણીથી સાફ કરવા પર સ્મેગમા સારા થઈ શકે છે. તેને બળજબરી પૂર્વક સાફ કરવાનો પ્રયત્ન કરશો નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment