જો પ્લાસ્ટીકના વાસણમા ઝીદી દાગ લાગી ગયા છે તો અજમાવો આ સરળ ઉપાય

Image Source : Instagram

મિત્રો, વર્તમાન સમયમા પ્લાસ્ટિકના વાસણો એકદમ ટ્રેન્ડમા છે. દરેક વ્યક્તિ હાલ સ્ટીલ ના વાસણોથી કંટાળી ચુક્યા છે અને આ રંગીન વાસણો તરફ સૌ કોઈ સરળતાથી આકર્ષાય જાય છે. તમારા રસોઈઘરમા પણ તમને આ વાસણો સરળતાથી મળી જશે. આ વાસણોનો નિયમિત ઉપયોગ દરરોજ કરવાથી તેમાથી ઘણીવાર ગંધ પણ આવતી હોય છે. ફક્ત એટલુ જ નહી તેમા રહેલા હઠીલા ડાઘ પણ ખૂબ જ ખરાબ લાગે છે. આજે અમે તમને આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટેના સરળ ઉપાયો વિશે જણાવીશુ.

Image Source : File Photo

બેકિંગ સોડા :

આ વસ્તુ તમારા વાસણોને ચમકાવવા માટે અને તેની ગંધને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જો તમે એક ડોલમા ગરમ પાણી લઇ અને ત્યારબાદ તેમા બેકિંગ સોડાની ત્રણ ચમચી ઉમેરો અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો અને ત્યારબાદ તમારા આ વાસણોને મિશ્રણમા ડૂબાડો અને અડધા કલાક પછી આ વાસણોને સ્ક્રબથી ઘસી અને સાફ પાણીથી ધોઈ લો તો આ વાસણમાંથી આવતી ગંધ દૂર થશે અને વાસણ પણ ચમકી જશે.

Image Source : plastic utensils

સરકો :

જો તમે તમારા આ વાસણોમાથી દાગ અને દુર્ગંધ દૂર કરવા ઈચ્છતા હોવ તો તેના માટે સરકો પણ ઉપયોગમા લઇ શકો છો. જો તમે પાણીમા થોડો સરકો ઉમેરી અને તેને યોગ્ય રીતે મિક્સ કરી અને ત્યારબાદ તેને વાસણ પર મુકો અને થોડા સમય માટે છોડી દો. ત્યારબાદ તેને સ્ક્રબ થી ઘસીને સાફ કરી લો. આમ, કરવાથી તમારા વાસણમા આવતી ગંધ દૂર થશે અને વાસણ પણ ચળકાટ ધરાવતા દેખાશે.

Image Source Instagram

લિક્વિડ ક્લોરિન બ્લીચ :

તમે બ્લીચથી કપડાના દાગ ઘણીવાર દૂર કર્યા હશે પરંતુ, તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આ વસ્તુનો ઉપયોગ કરીને વાસણોમાં રહેલા દાગથી પણ મુક્તિ મેળવી શકો છો. ફક્ત આટલુ જ નહી તે તમારા ટિફિનમાંથી આવતી ગંધને દૂર કરવામા પણ સહાયરૂપ સાબિત થશે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજ્માવજો.

Image Source : File Photo

કોફી :

આ ઉપરાંત તમે વાસણો સાફ કરવા માટે તમે કોફી નો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે કોફી પાવડર ને વાસણ પર ઉમેરો ત્યારબાદ તેને સ્ક્રબ વડે ઘસો. આમ, કરવાથી તમારા વાસણો ચમકશે અને તેમાંથી આવતી ગંદી દુર્ગંધ પણ દૂર થઈ જશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *