માટી નું રમકડું – આ મોટીવેશન વાર્તા બધાને વાચવી જોઈએ.

Image source

એક ગામ માં એક કુંભાર રેહતો હતો. તે માટી ના વાસણ અને રમકડા બનાવ્યા કરતો હતો, અને તેને શહેર માં જઇને વેચતો હતો. જેમ તેમ એનું ગુજરાન ચાલી રહ્યું હતું, એક દિવસ એની પત્ની બોલી કે હવે આ માટી ના રમકડા અને વાસણો બનાવવા નું બંધ કરો અને શહેર માં જઇને નોકરી કરી લ્યો, કેમકે આને બનાવવામાં આપણું ગુજરાન થતું નથી , કામ કરશો તો મહિના ના અંતે થોડું તો ધન આવશે. કુંભાર ને પણ એવુજ લાગી રહ્યું હતું, પણ એને માટીના રમકડા બનાવવાનું ખુબજ પસંદ હતું, પરંતુ હાલત થી મજબૂર હતો, અને એ શહેર જઇને નોકરી કરવા લાગ્યો, નોકરી કરતો જરૂર હતો પણ એનું મન તો હજી , તેના ચાકડા અને માટી ના રમકડા માં રહેતું હતું.

સમય વીતતો ગયો, એક દિવસ શહેર માં જ્યાં તે કામ કરતો હતો, એ માલિક ના ઘરે તેના બાળક નો જન્મદિવસ હતો. બધા મોંધામોંધા ભેટ લઇને આવ્યા, કુંભારે વિચાર્યું કે હું માટી નું રમકડુ બનાવુ અને બાળક માટે લઇ જાવ, એમ પણ આપણા ગરીબો ની ભેટ કોણ જોવે છે, આ વિચારીને તે માટીનું રમકડુ લઇ ગયો. જયારે દાવત પૂરી થઈ ત્યારે તે માલિક ના છોકરાને અને જે પણ બાળકો ત્યાં આવ્યા હતા તે બધાને રમકડુ પસંદ આવ્યું અને બધા જીદ કરવા લાગ્યા અમને પણ આવું રમકડુ જોઈએ. બધા એકબીજા ને પૂછવા લાગ્યા આ સરસ ભેટ લાવ્યું કોણ, ત્યારે કોઈએ કહ્યું કે આ ભેટ તમારો નોકર લઈ આવ્યો.

બધા હેરાન પણ બાળકોના જીદ ના લીધે, માલિકે એ કુંભાર ને બોલાવ્યો અને પૂછ્યું કે તું આ રમકડુ ક્યાં થી લઈ આવ્યો છો, આટલી મોંઘી ભેટ તુ ક્યાંથી લાવ્યો ? કુંભાર આ વાત સાંભળીને હસવા લાગ્યો અને બોલ્યો માફ કરજો માલિક, આ કોઈ મોંઘી ભેટ નથી, આ મે જાતે બનાવ્યું છે, ગામમાં આ બનાવીને હું ગુજારો કરતો હતો, પણ આનાથી ઘર નહોતું ચાલતુ એટલા માટે તમારે ત્યાં નોકરી કરવા આવ્યો છું. માલિક સાંભળીને હેરાન થઈ ગયો અને બોલ્યો કે તું અત્યારે આ રમકડા બનાવી શકે છે, બીજા બાળકો ની માટે ? કુંભાર ખુશ થઇને બોલ્યો હા માલિક, અને એને બધા માટે સરસ રંગબેરંગી રમકડા બનાવી દીધા.

આ જોઈને માલિકે વિચાર્યું કેમ ના હું, આ રમકડાનો ધંધો કરું અને શહેર માં વેચું. આ વિચારીને એણે કુંભાર ને રમકડા બનાવવાના કામ પર લગાડી દીધો અને બદલામાં દર મહિને સારો પગાર અને રહેવા માટે ઘર પણ દીધું. આ બધું મેળવીને કુંભાર અને તેનો પરિવાર પણ બહુ ખુશ થયો અને કુંભાર ને તેના પસંદ નું કામ પણ મળી ગયું.

આ વાર્તા નો મૂળ અર્થ એ છે કે આવડત હોય તો માણસ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિ માં તે આવડત થી પોતાનું જીવન સુખી થી જીવી શકે અને જગત માં પોતાનું નામ કમાઈ શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “માટી નું રમકડું – આ મોટીવેશન વાર્તા બધાને વાચવી જોઈએ.”

Leave a Comment