કોરિયોગ્રાફર રેમો ડિસુઝાની પત્ની એ ઘટાડ્યું વજન, હવે સૌંદર્યમાં કરી રહી છે દરેકને પાછળ 

Image Source : insta/ Lizelleremodsouza

કોરિયોગ્રાફર રેમો ડિસુઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જે ફોટોમાં તેમને પોતાની પત્નીના વેઈટ લોસ વિશે જણાવ્યું છે. લિજેલ આ ફોટોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

બોલિવૂડમાં શ્રેષ્ઠ કોરિયોગ્રાફર નું નામ લેવામાં આવે તો રેમો ડિસુઝાનું નામ સૌથી ઉપર આવે છે.તે પોતાના ડાન્સમાં આગ લગાવી દે છે. રેમો જેટલા શ્રેષ્ઠ ડાન્સર છે તેટલા જ ઉત્તમ પતિ પણ છે. રેમો પોતાની પત્નીને દરેક બાબતમાં સપોર્ટ કરે છે. અને રેમો એ પોતાની પત્ની સાથે ફોટો શેર કર્યો છે જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Image Source : insta/ Lizelleremodsouza

પત્નીએ ઘટાડ્યું વજન

બોલીવૂડના બેસ્ટ કોરિયોગ્રાફર રેમો ડિસુઝા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે સોશિયલ મીડિયા પર તે પોતાના ડાન્સ વિડીયો પણ શેર કરતા રહે છે અને  રેમો ડાન્સ પ્લસ સોને પણ જજ કરે છે ત્યાં જ લગભગ પોતાની પત્ની ડિજેલની સાથે વિડિયો શેર કરતા રહે છે અને આ બંને વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે. રેમો ડિસોઝાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે અને આ ફોટોમાં તેમની સાથે તેમની પત્ની લિજેલ પણ દેખાઈ રહી છે. ખરેખર તો રેમો પોતાની પત્ની દ્વારા ઓછા કરેલા વજનને લોકોને બતાવવાની કોશિશ કરી રહ્યા છે તેમને પોતાની અને તેમની પત્નીનો એક જૂનો અને અત્યારનો ફોટો બંને સાથે મૂકીને શેર કર્યો છે જેમાં આસાનીથી નજર આવી શકે છે કે લિજેલે ખરેખર ખૂબ જ મહેનત કરી છે. તેમના જૂના ફોટાની સાથે તુલના કરીને જોઈએ તો તેમને ઓળખવું પણ મુશ્કેલ પડી જાય.

લોકો કરી રહ્યા છે પ્રશંસા

રેમો ડિસુઝા એ આ ફોટો ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે જેની સાથે તેમને કેપ્શન માં લખ્યું છે, “ત્યાં પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે પરંતુ સૌથી મોટી લડાઈ પોતાની જાત સાથે હોય છે અને આ લડાઈને લડતા અને તેને તે હાસિલ કરતા જોયું છે હું હંમેશા કહેતો હતો કે આ તમારું દિમાગ જ છે જે તમને મજબૂત બનાવે છે લિજેલ તું કરી શકીશ મને તારા પર ખુબ જ ગર્વ છે. તું મારાથી પણ મજબૂત છે અને તું મને પ્રેરિત કરે છે લવ યુ.’ તેમના ફેન્સ પણ તેમનો આ જોશ જોઈને ખૂબ જ હેરાન છે અને તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

 રેમો ની ફિલ્મ

તમને જણાવી દઈએ કે રેમો ડાન્સ કોરિયોગ્રાફર ની સાથે ઘણી મુવી પણ ડાયરેક્ટ કરી ચૂક્યા છે તેમને પોતાની કેરિયરની શરૂઆત ૧૯૯૫માં કરી હતી કાલ 2000માં તેમણે ‘દિલ પે મત લે યાર’ મુવીની કોરિયોગ્રાફી કરી હતી તેની સાથે જ ‘ફ્લાઈંગ જેટ’, ‘રેસ 3′,’ફાલતુ’, ‘એબીસીડી’,’એબીસીડી 2′,’ સ્ટ્રીટ ડાન્સર’ જેવી ઘણી ફિલ્મ ડાયરેક્ટ કરી ચૂક્યા છે તમને જણાવી દઈએ કે તે રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ માં મુખ્ય જજ ના આધાર પર પણ જોવા મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *