લહેરાતા રેશમી વાળ પર લોકોની નજર અટકે તે માટે કરો આ ઉપચાર

Image Source

શુષ્ક, નિર્જીવ અને બેમુખવાળા વાળની સમસ્યાને દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાયો અપનાવો.

દરેક છોકરી ઈચ્છે છે કે તેના વાળ ખૂબ જાડા, લાંબા, સ્વસ્થ અને ચમકદાર હોય. પરંતુ આજકાલની ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં અમુક જ છોકરીઓની આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. તેનું સીધું કારણ બેમુખ વાળા વાળની સમસ્યા છે. બેમુખવાળા વાળ ફક્ત તમારા વાળની ગુણવત્તાને અસર નથી કરતા પરંતુ તે તમારા વાળના વિકાસને પણ અવરોધે છે. મોટાભાગની સ્ત્રીઓને લાંબા વાળ હોવા છતાં પણ બેમુખવાળા વાળની સમસ્યા થઈ જાય છે. તેની સાથે કેવી રીતે વ્યવહાર કરી શકાય તેના વિશે જાણીએ.

Image Source

વાળની સમસ્યા માટેના ઘરેલુ ઉપાયો:

  • બેમુખવાળા વાળને દૂર કરવા માટે તમારે તમારા વાળ કપાવવા પડે છે, જેના લીધે તમારા વાળની લંબાઈ ઓછી થઈ જાય છે. તેમ છતાં આ સમસ્યા વારંવાર થાય છે. આવી સ્થિતિમાં, સવાલ ઉઠે છે કે બેમુખવાળા વાળ કેમ થાય છે અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?
  • આમ તો તમને પહેલા જણાવી દઈએ કે બજારમાં મળતાં શેમ્પૂ કન્ડિશનર અને સીરમ, કોઈપણ પ્રોડક્ટ બેમુખવાળા વાળને રીપેર કરી શકતી નથી. પરંતુ તમે અમુક ઘરેલુ ઉપાયો અજમાવીને બેમુખવાળા વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Image Source

વાળની કડકતા અને બેમુખવાળા થવાનું કારણ:

  • બેમુખવાળા વાળ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમકે……
  • ગરમ પાણીથી વાળ ધોવા ને લીધે
  • ધૂળ માટીની અતિશયતાને લીધે
  • ચિંતા કરવાથી
  • કેમિકલ પ્રોડક્ટથી
  • ડ્રાયર કે સ્ટ્રેટનરનો વધારે પડતો ઉપયોગ કરવાથી

Image Source

બેમુખવાળા વાળ થવાના અન્ય સંભવિત કારણો:

  • ઘણીવાર આપણે એવું શેમ્પૂ ઉપયોગ કરીએ છીએ જે આપણા વાળને અનુકૂળ આવતું નથી અને વાળ ડૅમેજ થઈ જાય છે જે બેમુખવાળા વાળનું કારણ બને છે.
  • વ્યવસ્થિત તેલ ન લગાવવું એ પણ બેમુખવાળા વાળની સમસ્યાનું એક કારણ છે.
  • કેટલાક લોકોમા તે આનુવંશિક હોય છે. તેમાં તેના વાળના મૂળ નબળા પડી જાય છે, જેના લીધે ઉપરથી વાળ જાડા હોય છે અને નીચેથી પાતળા થતા જાય છે.

Image Source

તેલની ચંપી અને ઈંડાની જરદી:

  • જો તમે બેમુખવાળા વાળની સમસ્યાથી પરેશાન હોય તો ગરમ તેલથી સરખી રીતે ચંપી કરો. આવી રીતે કરવાથી વાળને યોગ્ય મોઈશ્ચર મળશે અને વાળ શુષ્ક નહીં થાય.
  • સ્વસ્થ વાળમાં ચમક અને મજબૂતી બનાવવા માટે પ્રોટીનની જરૂર હોય છે.
  • ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે.
  • ઇંડાની જરદીને જૈતુનનું તેલ કે નારિયેળના તેલમાં ભેળવીને, વાળમાં લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. ઉત્તમ પરિણામ માટે અઠવાડિયામાં એકવાર ઈંડાનું માસ્ક જરૂર લગાવો.

બીયર અને કેળા પણ ફાયદાકારક છે:

  • બીયરમાં રહેલું પ્રોટીન અને શુગર હેર ફોલિકલને મજબૂતી આપે છે. જેનાથી બેમુખવાળા વાળની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. બીયરથી વાળ ધોયા પછી કન્ડિશનર લગાવવું જરૂરી છે.
  • મજબૂત, જાડા, મુલાયમ વાળને ઘણા વિટામિન અને તત્વોની જરૂર હોય છે. કેળા આ બધા જ તત્વો અને વિટામિનની ઉણપની પૂર્તિ કરે છે. કેળામાં રહેલા પોટેશિયમ, ઝીંક,આયર્ન અને વિટામીન એ, સી, ઇ વાળને મજબૂત બનાવે છે.

પપૈયા અને મધથી રાહત મેળવો:

  • પપૈયાની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી વાળ બેમુખવાળા વાળ થતાં નથી અને વાળનો વિકાસ પણ સારો થાય છે. તમે પપૈયાના પાનના અર્કથી વાળને કન્ડીશનર પણ કરી શકો છો.
  • મધ લગાવવાથી વાળમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. તેનાથી વાળ પર ધૂળ, તડકો અને પ્રદૂષણની ખરાબ અસર ઓછી થાય છે. શુષ્કતા નથી રહેતી અને ઘણા પ્રકારના ફંગલ ઇન્ફેક્શન પણ દૂર થાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

 

Leave a Comment