પોતાના ઘર માંટે પસંદ કરો ખૂબ જ સારું ફર્નિચર

Image source

ટ્રેન્ડી સોફા સેટ, સ્ટાઇલિશ ટેબલ-ખુરશીઓ, આરામદાયક પલંગ હોય કે કોઈ વૈભવી રેક, જ્યારે ફર્નિચર ખરીદવાની વાત આવે ત્યારે, ઘણી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, ઉદાહરણ તરીકે,  રંગ, ડિઝાઇન અને કદ. ફર્નિચર ખરીદતા પહેલા, આ બાબતોનો વિચાર કરશો તો મહેમાનો વખાણ કર્યા વગર રહેશે નહીં.

બેડ સિલેક્શન ટિપ્સ

Image source

  • બેડ લેતી વખતેતમારા બેડરૂમનું કદ ધ્યાનમાં રાખો, કારણ કે પલંગ મૂક્યા પછી પણ, પૂરતી જગ્યા હોવી જોઈએ.
  • જો તમે બેડ લેવા માંગતા હો, તો ફક્ત સોફા કમ બેડ લઈ શકો છો, જે  ઓછી જગ્યા રોકશે.
  • બેડ એવો લેવો કે જેથી તેના નીચે ની જગ્યા ને સ્ટોરેજ બનાવી શકો.
  • સૌથી અગત્યની બાબત એ છે કે તમારો બેડ આરામદાયક હોવો જોઈએ, જેથી તમે હળવાશ અનુભવો.
  • તમારું બેડ સ્ટાઇલ અને કમ્ફર્ટ નું સંયોજન હોવું જોઈએ.
  • ધ્યાનમાં રાખો કે તમે કયા પ્રકાર નું મેટરસ વાપરો છો. સ્પ્રિંગ કે ફોમ માટે બેડ અલગ હોવા જોઈએ.

સોફા પસંદગી ટિપ્સ

Image source

  • સોફા ખરીદતી વખતે, લંબાઈ અને પહોળાઈ તેમજ ઊંડાઈ ને ધ્યાનમાં રાખો, કારણ કે ઊંચા લોકો માટેસોફામાં સારી ઊંડાઈ હોવી જોઈએ, જ્યારે ટૂંકા લોકો માટે ઊંડાઈ સારી નથી.
  • સોફાની ઊંચાઈ ને પણ ધ્યાનમાં રાખો. સોફા પર બેસતી વખતે, પગને જમીન પર સારો ટેકો મળવો જોઈએ.
  • જુઓ કે શું સોફા ના કવર નિશ્ચિત છે અથવા કાઢી શકાય તેવા છેકારણ કે કાઢી શકાય તેવા કવરને સાફ કરવું ખૂબ જ સરળ થઈ જાય છે.
  • સોફા ના હાથા ખૂબ જાડા ન હોવા જોઈએ, નહીં તે આરામદાયક નહીં લાગે.સ્ટાઇલની સાથે સાથે કલરનું પણ ખાસ ધ્યાન રાખવું.
  • ઓશિકા શેની  સાથે મેચ થાય છે તે પણ જુઓ.

ખુરશીની પસંદગી માટેની ટિપ્સ

Image source

  • આજકાલ બજારમાં લાકડાથી લઈને ફાઈબર, પ્લાસ્ટિક અને ધાતુ સુધીની ખુરશીની અનેક જાતો જોવા મળે છે.
  • ધાતુની ખુરશીઓ ને થોડા સમય પછી કાટ લાગી જાય છે, જેના કારણે તે સારી દેખાતી નથી, તેથી તેને ટાળો.
  • ફાઈબર ના  પાયા મજબૂત અને ઓછા વજનવાળા હોય છે, તેથી મોટાભાગના લોકો આ ખુરશી લેવાનું પસંદ કરે છે.
  • જો ઘરમાં બાળકો હોય તો તેમની માંટે લાકડા ની ખુરશી સારી છે. બાળકો લાઇટ ફાઇબર ચેરથી પણ પડી શકે છે, તેથી લાકડું શ્રેષ્ઠ છે.

ટેબલ ની પસંદગી

Image source

  • ડાઇનિંગ ટેબલ, સ્ટડિ ટેબલ વગેરે ખરીદતી વખતે તમારી જરૂરિયાતો ધ્યાનમાં રાખો.
  • ડાઇનિંગ ટેબલ ખરીદતી વખતે, ઘરના સભ્યોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટેબલ ખરીદો.
  • એવા ટેબલ હોવા જોઈએ જે સરળતાથી સાફ કરી શકાય.
  • તેમના જાળવણીમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
  • ટેબલ ની ટોચ પર લાકડું, કાચ, ફાઇબર શું છે, તે પણ તપાસો.

ઓનલાઇન પસંદગી

Image source

  • આજકાલ એવી ઘણી વેબસાઇટ્સ છે, જેના પરથી તમે ફક્ત એક જ ક્લિકમાં તમારું મનપસંદ ફર્નિચર ખરીદી શકો છો.
  • વેબસાઇટ્સ પર તમને ખૂબ સારા પ્રકાર જોવા મળે છે, જે તમારા માટે પસંદગીને સરળ બનાવે છે.
  • એક્સક્લુઝિવ ડિઝાઇનર સેટ પણ વેબસાઇટ્સ પર સરળતાથી ઉપલબ્ધ છે.
  • વેબસાઇટ્સની હોમ ડિલિવરી ખૂબ સારી છે, તેથી તમારે વધુ વિચારવું જરૂરી નથી.
  • તહેવારો દરમિયાન, ખૂબ જ સારી છૂટ અને વેચાણ થાય છે, જેના કારણે તમને સારી ઓફર  મળી શકે છે.

આ સિવાય તમે કેટલીક એપ્સ ડાઉનલોડ કરીને ફર્નિચર પણ ખરીદી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment