તમારી ટ્રીપ માટે પસંદ કરો આ 4 ઇકોફ્રેન્ડલી શહેર 

મિડલ ક્લાસ પરિવાર હોય કે પછી બેચલર હોય દરેક વ્યક્તિ સસ્તી અને યાદગાર ટ્રીપ વિશે વિચારે છે. જ્યારે પણ તમે કોઈ પ્લાન કરી રહ્યા છો ત્યારે સૌથી પહેલા બજેટ વિશે વિચારો છો. કેટલા રૂપિયા માં ફરવાનું અને ખાવાનું થશે અને કેટલા દિવસ માટે જવાનું થશે તથા કેટલા રૂપિયામાં આપણે સંપૂર્ણ ટ્રીપની મજા ઊઠાવી શકીશું. આ દરેક માટે બજેટ પ્લાનિંગ કર્યા બાદ આપણે તે નક્કી કરીએ છીએ કે આખરે આપણે ક્યાં જવું છે. એવામાં જો આપણી આ ટ્રીપ બજેટની બહાર જતી રહે તો આપણા બનાવેલ પ્લાન પણ કેન્સલ થઈ જાય છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં ઘણા બધા એવા ટ્રાવેલ ડેસ્ટિનેશન છે જે આપણા ખિસ્સા ઉપર વધુ વજન નાખ્યા વગર આપણને ખૂબ જ સારી રીત નો અનુભવ આપશે આજના આર્ટિકલમાં અમે તમને એવી જ જગ્યા વિશે જણાવીશું જે ફરવા માટે તમે બજેટ ફ્રેન્ડલી ટ્રીપ પ્લાન કરી શકો છો.

પુષ્કર

જો તમે નોર્થ તરફ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો રાજસ્થાન રાજ્યનું પુષ્કર શહેર તમારા માટે ખૂબ જ સારો ઓપ્શન છે પુષ્કર શબ્દનો અર્થ છે કમળનું ફૂલ. અહીં વર્ષમાં એક વખત નવેમ્બરમાં ઊંટો નો સૌથી મોટો મેળો લાગે છે જે સંપૂર્ણ દેશમાં પ્રસિદ્ધ છે. પુષ્કર શહેર રાજધાની જયપુરથી લગભગ બે કલાક દૂર આવેલ છે. શિયાળો પુષ્કર શહેર ફરવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. ભગવાન બ્રહ્માનું એકમાત્ર મંદિર પુષ્કર માં આવેલ છે. તમે અહીં એક બજેટ ફ્રેન્ડલી ફેમિલી ટ્રીપ કરી શકો છો. આ જગ્યા રણની સફારી માટે ખૂબ જ ફેમસ છે અને આ શહેરમાં તમને રાજસ્થાનના ખૂબ જ સારા ક્લચર જોવા મળે છે.

ટ્રીપ બજેટ

જો તમે દિલ્હીની આસપાસ રહો તો પુષ્કર ફરવા માટે તમારી પાસે લગભગ 1500 થી 2000 દરરોજનું બજેટ હોવું જોઈએ.

સ્કૂટી ભાડુ

જો તમે પુષ્કર શહેરને સારી રીતે જોવા માંગો છો તો તમે 200 રૂપિયા પ્રતિ દિવસના ભાડા ઉપર સ્કૂટી લઈ શકો છો.

રહેવા માટે તમે તમારા બજેટ અને રેન્જના હિસાબથી ઓનલાઇન હોટેલ બુકિંગ કરાવી શકો છો તમારે 300 થી 400 રૂપિયાના પ્રતિ દિવસ ની હોટલ તમને આસાનીથી મળી જશે ત્યાં જ તમે જો કેમ્પમાં રહેવા માંગો છો તો તમારું બજેટ થોડું વધી જશે. પરંપરાગત આ કેમ્પમાં રહેવા માટેનો અનુભવ તમારી માટે ખૂબ જ યાદગાર રહેશે.

ભોજન માટે તમારે દિવસમાં ચારસોથી પાંચસો રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ રીતે તમારી સંપૂર્ણ ટ્રીપ 3500 રૂપિયામાં આસાનીથી થઈ જશે.

પુષ્કર ના ફેમસ સ્પોર્ટ

 • પુષ્કર મંદિર
 • પુષ્કર ઘાટ અને ઝીલ
 • માસ્ટર ડ્રમર ઓફ રાજસ્થાન ( નાથુલાલ સોલંકી નો શો)
 • રણની સફારી
 • કેમ્પ નાઈટ
 • ઊંટ નો મેળો

ઋશીકેશ અને હરીદ્વાર 

નોર્થ બાજુ રહેતા લોકો માટે ઋષિકેશ એક સારો અને બજેટ ફ્રેન્ડલી ઓપ્શન છે. યોગ ની રાજધાની ઋષિકેશ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે જો તમે દિલ્હી થી જુઓ તો માત્ર 2500 થી 3000 રૂપિયા વચ્ચે તમારો યાદગાર વિકેન્ડ પ્લાન કરી શકો છો જો તમારી પાસે કાર છે અને તમે તમારા કામથી આ સફર માં જવા માંગો છો તો એ રીતે પણ જઈ શકો છો અને જો કાર નથી તો તમે રોડ દ્વારા બસથી પણ ટ્રાવેલ કરી શકો છો જે નો રેટ તમારી માટે 250 રૂપિયા હશે.

ટ્રીપ બજેટ

રોડ ઉપર ચાલતી બસ તમને સીધી ઋષિકેશ પહોંચાડે છે જો તમે એડવેન્ચરના શોખીન છો તો ઓફ સિઝનમાં જવાનો તમને ખૂબ જ ફાયદો મળી શકે છે શિયાળામાં આ દરેક ride ના ભાવ ઘટીને 300 રૂપિયા સુધી આવી જાય છે તો તમે તમારા બજેટનો અમુક ભાગ તેની ઉપર જરૂરથી ખર્ચ કરી શકો છો.

ત્યાં રહેવા માટે તમારે રૂમ ઉપર ઘણા બધા ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે આ રોગ તમને 800 થી 1000 ના દરરોજના રેટ ઉપર આસાનીથી મળી જશે. અને જો તમે નોન એસી રૂમ ઈચ્છો છો તો તે તમને 400 થી 500 રૂપિયાની વચ્ચે આસાનીથી મળી જશે.

ભોજન માટે તમે 400 થી 500 રૂપિયા સુધી ખર્ચ કરી શકો છો.

જો તમે એકલા ફરવા આવ્યા છો તો હોટલ ની જગ્યાએ બંક બેડ પણ બુક કરાવી શકો છો તે તમારી માટે વધુ સારું અને બજેટ ફ્રેન્ડલી થશે.

ફરવા માટેની જગ્યા

 • લક્ષ્મણ ઝુલા
 • ગંગા આરતી
 • જમ્પિંગ હાઈટ્સ 
 • રામ ઝુલા
 • ત્રિવેણી ઘાટ
 • ગીતા ભવન
 • નીલકંઠ મંદિર
 • બીટલ્સ આશ્રમ

હમ્પી

 જો તમે સાઉથ સાઈડ ફરવા જવા માંગો છો તો તમે હમ્પી ફરવા જઈ શકો છો, તમે દિલ્હી થી જુઓ તો તમારો ટ્રાવેલિંગ કર વધુ થશે પરંતુ જો તમે મુંબઈની તરફ રહો છો તો તે તમારી માટે ખૂબ જ બજેટ ફ્રેન્ડલી છે હમ્પી કર્ણાટક રાજ્યમાં આવેલ છે. મુંબઈથી હમ્પી ત્રણ દિવસની ટ્રીપ માત્ર 3000 થી 4000 રૂપિયા સુધી આસાનીથી પ્લાન કરી શકો છો.

ટ્રીપ બજેટ

મુંબઈ થી વસઈ થી હોસપેટ માટે અઠવાડિયામાં બે દિવસ ટ્રેન જાય છે અને તમે ટ્રેનથી હોસપેટ જવાનો પ્લાન કરી શકો છો. તમે ઓછા રૂપિયામાં આસાનીથી મુંબઈથી હોસપેટ આવી શકો છો.

ત્યારબાદ સિટીબસ ની મદદથી તમે હમ્પી સુધી આસાનીથી પહોંચી શકો છો. આ સિટી બસ ની કિંમત પંદરથી વીસ રૂપિયા સુધી હોય છે.

હમ્પી પહોંચીને તમે તમારા માટે એક હોટલ બુક કરી શકો છો. હમ્પીમાં તમને 500 થી 600 રૂપિયા સુધીમાં આસાનીથી હોટલ મળી જશે.

તમે ફરવા માટે એક બાઈક ભાડા ઉપર લઇ શકો છો જેનો ભાવ 300 રૂપિયા હોય છે.

ભોજન માટે તમારે દરરોજ 200 થી 500 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે.

આમ બધું થઈને તમારા બે દિવસ ની ટ્રીપ 3000 રૂપિયામાં આસાનીથી થઈ જશે.

ફરવા ની જગ્યા

 • વિરુપાક્ષ મંદિર
 • વિઠ્ઠલ મંદિર
 • હાથીનો તબેલો
 • રોયલ ક્વીન બાથ
 • લોટસ પેલેસ
 • માતંગ હિલ 
 • ઝેના એન્કલોઝર
 • બંદર મહેલ
 • હમ્પી વન્યજીવ અભયારણ્ય

કસોલ

નોર્થ તરફ રહેતા લોકો માટે કસોલ એક ખુબ જ સુંદર જગ્યા છે, જ્યાં લોકો લગભગ બરફની મજા ઉઠાવવા માટે જાય છે. હિમાચલ પ્રદેશ રાજ્યમાં કસોલ ગામ ખૂબ જ સુંદર છે અને જો તમે દિલ્હીથી કસોલ ત્રણ દિવસની ટ્રિપ પ્લાન કરી રહ્યા છે તો માત્ર ચાર હજારથી પાંચ હજાર રૂપિયાના બજેટમાં તમે આ ટ્રીપની મજા ઉઠાવી શકો છો, કસોલ ફરવા માટે તમે ત્રણ દીવસ નો પ્લાન કરી શકો છો.

ટ્રાવેલ બજેટ

તમે રોડ પર બસ અથવા ની મદદથી કસોલ જઈ શકો છો રોડ બસ થી સૌથી પહેલાં તમારે ભૂંતર સુધી પહોંચવું પડશે, ત્યારબાદ લોકલ બસની મદદથી ભૂંતરથી કસોલ સુધી ની સફર કરી શકો છો તેનો ચાર્જ તમારી માટે 750 રૂપિયા સુધી થશે.

બજેટ ટ્રીટ કરવા માટે સૌથી સારો ઓપ્શન છે કે તમે હોસ્ટેલ મા રોકાણ જેનો રેટ 300 થી 400 રૂપિયા પ્રતિ દિવસ પડશે.

ભોજન માટે તમે 200થી 300 રૂપિયા પ્રતિ દિવસનો ખર્ચ કરી શકો છો.

કેમ્પિંગ માટે 400 રૂપિયા પ્રતિદિન ખર્ચ કરી શકો છો ખીરગંગા માં ફરવા માટે તમારું બજેટ 800 રૂપિયા સુધી હોવું જોઈએ.

ફરવા ની જગ્યા

 • મણિકર્ણિકા યાત્રા
 • પાર્વતી નદી
 • તોશ ગામ
 • છલાલ ગામ
 • ખીર ગામ 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment