તમારા ફેસના શેપ પ્રમાણે હેરકટ પસંદ કરો અને જાણો તમારા માટે કયું બેસ્ટ છે!!

ચેહરાને સુંદર અને સ્ટાઇલિશ દેખાડવા માટે સારા હેટકટ ખૂબ જરૂરી હોય છે. પરંતુ દરેક હેરકટ તમારા ચેહરા પર શૂટ કરે, તે જરૂરી હોતું નથી કેમકે બધાના ચેહરાના આકાર જુદા જુદા હોય છે.

ઘણીવાર બીજા લોકોને જોઈને છોકરીઓ વાળ કપાવી લે છે, પરંતુ તે તેના ફેસ પર શૂટ થતાં નથી.

તેથી તમને એ વાતની જાણકારી હોવી ખૂબ જરૂરી છે કે ક્યાં શેપના ફેસ પર ક્યાં હેરકટ સારા લાગે છે. અહીં જાણો ફેસના શેપ પ્રમાણે હેરકટ પસંદ કરવાની રીત, પછી રાઉન્ડ, ઓવલ અને સ્ક્વેર તેમાંથી તમારો ફેસ જે આકારનો પણ હોય, તમે સરળતાથી એકદમ સરળ હેરકટ પસંદ કરી શકો છો.

રાઉન્ડ ફેસ શેપ

રાઉન્ડ ફેસ પર ખૂબ લાંબા વાળ અથવા ટૂંકા વાળ સારા લાગતા નથી. આવી સ્થિતિમાં લોંગ બોબ કટ, ક્વીન હેર કટ, બોબ ગ્રેજ્યુએશન હેર કટ અને તે પહેરી કટ માંથી કોઈ પણ લઇ શકાય છે. તેનાથી તમારો ચેહરો થોડો લાંબો જોવા મળશે. આ ઉપરાંત લેયર કે પિરામિડ શેપ પણ કરી શકાય છે. તમે વેવ્સ અથવા કર્લી હેર પણ રાખી શકો છો. પરંતુ વાળની લંબાઈ ખંભા સુધી જ રાખો. તેનાથી તમારા ચિકબોંઝ ઉભરાયેલા દેખાશે.

Hairstyles For Oval Face bollywood

Image Source

ઓવલ ફેસ શેપ

જો તમારો ફેસ ઓવલ શેપનો છે જેને આપણે સામાન્ય રીતે અંડાકાર કહીએ છીએ, તો તમારે ફેધર હેર કટ, પોઇન્ટ લેયર હેર કટ, મલ્ટી લેયર્ડ હેર કટ અને લોંગ લેયર્સ હેર કટ ટ્રાય કરવા જોઈએ. વેવ્સ અથવા લેયરમાં વાળ કપાવવા તમારા માટે એકદમ પરફેકટ રેહશે. આવા લોકો પર સ્ટ્રેટ હેર વધુ શૂટ કરતા નથી. જોકે, તમે કર્લી હેર રાખી શકો છો, તે વધારે સારા લાગશે. કેટરીના કૈફ,    શ્રદ્ધા કપૂર, કૃતિ સેનન અને નર્ગિસ ફખરીના ફેસ શેપ ઓવલ છે. તમે તેને જોઇને તમારા ચેહરાનો આકાર જાણી શકો છો.

સ્ક્વેર ફેસ શેપ

મોટાભાગના લોકોના ફેસ ગોળ અથવા અંડાકાર હોય છે. તેની સરખામણીમાં સ્ક્વેર ફેસ શેપ ખૂબ ઓછા જોવા મળે છે. પરંતુ જો તમે સ્ક્વેર ફેસ શેપને સમજવા ઈચ્છો છો તો કરીના કપુર અને જેકલીન ફર્નાડીસ નો ફેસ જોઈને આઈડિયા લઈ શકો છો. આવા ફેસ માટે બોબ ક્લાસિક હેર કટ, એ લાઈન લોંગ બોબ હેર કટ, ફૂલ ફ્રિંઝ હેર કટ અને પિક્સી હેર કટ લઈ શકાય છે. સ્ક્વેર ફેસ પર સ્ટ્રેટ હેર ખૂબ સારા લાગે છે, પરંતુ તેની લંબાઈ ખભા ની આસપાસ જ રાખો. આ સાથે ફોર હેડ સુધી ફ્લેક્સ રાખવાથી તમારા માથાની પહોળાઈ ઓછી થશે.

હાર્ટ ફેસ શેપ

આ એક એવો ફેસ શેપ છે, જે ખૂબ ઓછો જોવા મળે છે. પરંતુ આ એવો આકાર છે, જેના પર કોઈપણ હેર કટ લઈ શકાય છે. હાર્ટ ફેસ શેપ પર લાંબા, સ્ટ્રેટ, કર્લી અને ટૂંકા દરેક પ્રકારના વાળ શૂટ થાય છે. આવી આ સ્થિતિમાં સ્ટ્રેટ વાળ માટે મલ્ટીલેયર સ્ટાઇલ અને કર્લી હેર માટે વલ લેયર હેર કટ પરફેક્ટ લાગશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment