છોકરાઓ નહીં પણ કેમ ખાલી છોકરીઓને જ બનાવાય છે રિસેપ્શનિસ્ટ? રસપ્રદ કારણ આવ્યું છે સામે..

ખાસ કરીને અત્યાર સુધી તમે જે પણ ઓફિસમાં કામ કર્યુ હશે, તે દરેક જગ્યાએ રિસેપ્શન પર એક સુંદર યુવતી જ જોઈ હશે. જે ઓફિસમાં અંદર જતા જ તેની સરસ સ્માઈલ સાથે ગુડ મોર્નિંગ કહે છે. માત્ર તમારી જ ઓફિસ નહિ, પરંતુ તમે જે પણ ઓફિસ, બેંક, હોટલ દરેક જગ્યાએ ગયા હશો, ત્યાં બધે જ રિસેપ્શન પર હંમેશા સુંદર યુવતીઓને જોઈ હશે.

ખાસ કરીને અજાણી જગ્યા પર પણ જ્યારે રિસેપ્શન પર યુવતી દેખાય છે, તો લોકોને સારો અનુભવ થાય છે અને તેઓ તેને કંઈ પૂછવાની હિંમત કરી શકે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે રિસેપ્શન પર દરેક જગ્યા પર યુવતીઓ જ કેમ હોય છે, યુવકો કેમ રિસેપ્શન પર જોવા મળતા નથી. તો ચાલો જોઇએ કેમ દરેક જગ્યા પર રિસેપ્શન પર યુવતીઓને રાખવામાં આવે છે.

ખાસ કરીને યુવકો કરતા યુવતીઓ કામને વધુ સારી રીતે સમજે છે, જ્યારે તમે યુવતીઓને સવાલ પૂછો છો, તો તે ખૂબ જ સુંદર રીતે અને વિસ્તારથી તેનો જવાબ આપે છે. પરંતુ યુવકો તમને ટૂંકમાં સમજાવે છે. યુવતીઓ યુવકો કરતા વધુ ગંભીર હોય છે. તે પોતાના કામ પ્રતિ વધુ સમર્પિત રહે છે, જ્યારે યુવકો કામમાં ધ્યાન આપતા નથી.

મોટાભાગના બિઝનેસમેનનું માનવું છે કે, યુવકોની તુલનામાં યુવતીઓ બિઝનેસ વધુ સારી રીતે વધારે છે, જો રિસેપ્શનિસ્ટ સ્માઈલ આપીને જવાબ આપે તો ક્લાયન્ટ પણ ક્યારેય વાત કરવાનો ઈન્કાર નથી કરતા.

રિસેપ્શનિસ્ટ યુવતી રાખવાનો ફાયદો એ છે કે, તે ખુરશી પર બેસેલી રહે તો ઓફિસનો માહોલ પણ સારો રહે છે. જરૂરી નથી કે, યુવતી હોય કે નહિ. પણ તેના ખુરશી પર બેસીને રહેવાથી વિઝીટર્સની લાઈન પણ લાંબી રહે છે. જ્યારે યુવકો એક જગ્યા પર બેસીને કામ કરતા નથી.

યુવતીઓમાં એ પણ ગુણ રહે છે કે, તે પોતાનું કામ સારી રીતે કરે છે. યુવકોની જેમ વાતો નથી બનાવતી. જ્યારે યુવતી કોઈ ક્લાયન્ટ સાથે વાત કરે છે અને જો ક્વાયન્ટ ગુસ્સે હોય તો પણ તે શાંતિથી જવાબ આપે છે.

મોટાભાગની ઓફિસમાં યુવતીઓ આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. કેટલીક ઓફિસોમાં તો એટલા માટે યુવતીઓ રાખે છે કે, સુંદર યુવતી બધાને એટ્રેક્ટ કરી લે છે. તો બીજી તરફ, અનેકવાર એવું થાય છે કે, બોસ ઓફિસમાં ન હોય તો, યુવતીઓ કામની સ્થિતિ સારી રીતે સંભાળી લે છે. જ્યારે કે યુવકોમા તે મેચ્યોરિટી નથી હોતી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર……

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!