ચોકલેટથી ૫ મિનિટમાં એવી જબરદસ્ત રેસીપી બનાવો જે આજથી પહેલા તમે ક્યારેય ખાધી નહિ હોય.

સેન્ડવીચ તો તમે બનાવતા અને ખાતા જ રહો છો પરંતુ શું તમે ક્યારેય ચોકલેટ સેન્ડવીચ ખાધી છે. નહિ ને તો આજ હું તમારી સાથે ચોકલેટ સેન્ડવીચ બનાવવાની રેસીપી શેર કરું છું. જેની અંદર ભરપુર માત્રામાં ચોકલેટ ભરેલી હશે. બાળકો હોય કે યુવાનો આ ચકલેટ સેન્ડવીચ બધાને ખૂબ ભાવે છે.

જરૂરી સામગ્રી

  • બ્રેડ સ્લાઈસ -૮ નંગ
  • ડેરી મિલ્ક -૨,૧૦ વાળી
  • કાજુ, બદામ, પિસ્તા -બે ચમચી કાપેલી
  • દૂધ – એક ચમચી
  • દેશી ઘી – જરૂર મુજબ

રીત

ચોકલેટ સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા બ્રેડને ગ્લાસ કે કુકી કટરથી ગોળ કાપી લો.

હવે એક બ્રેડનો ટુકડો લઈ તેની પર ચમચી ભરીને પીસેલી ચોકલેટ રાખી દો અને તેની ઉપર થોડા સુકામેવા રાખી દો. તમે તેમાં જેટલી વધુ ચોકલેટ અને સુકામેવા રાખશો આપણી સેન્ડવીચ તેટલી જ સ્વાદિષ્ટ બનશે.

દૂધને બ્રેડની ચારે બાજુ લગાવી દો જેથી બીજી બ્રેડ તેના પર સરળતાથી ચોંટી જાય. બ્રેડની બધી બાજુ દૂધ લગાવ્યા પછી બીજી બ્રેડને તેની પર રાખી હાથથી સરખી રીતે દબાવી લો. જેથી અંદરનું મિશ્રણ બહાર આવી ન જાય અને બંને બ્રેડ એકબીજા સાથે સારી રીતે ચોંટી જાય. આવી રીતે બાકીની બધી ચોકલેટ સેન્ડવીચ બનાવીને તૈયાર કરી લો.

ગેસ પર એક વાસણ મૂકો અને તેમાં એક ચમચી દેશી ઘી ગરમ કરવા રાખી દો. ઘી ગરમ થાય એટલે ચોકલેટ સેન્ડવીચ ને વાસણમાં રાખી દો અને વાસણને ઢાંકી દો. આપણે ધીમા તાપે જ સેન્ડવીચ ને એક થી દોઢ મિનિટ શેકવાની છે. જો તમે ગેસના તાપને વધારો છો તો બ્રેડ બળી જશે. આપણે ધીમા તાપે જ ચોકલેટ સેન્ડવીચ ને શેકવાની છે.

દોઢ મિનિટ પછી ખોલીને જોઈ લો હવે તેના પર થોડું ઘી લગાવી ને ફેરવી લો. આપણી સેન્ડવીચ સારી રીતે શેકાઈ ગઈ છે. તેનો ખૂબ જ સરસ સોનેરી રંગ આવી ગયો છે. બીજી બાજુ પણ સેન્ડવીચ ને એકથી દોઢ મિનિટ શેકી લો. બંને બાજુ સેન્ડવીચ નો સોનેરી રંગ થાય એટલે થાળીમાં કાઢી લો.

ખૂબ જ સ્વાદિષ્ટ આપણી ચોકો બ્રેડ સેન્ડવીચ બનીને તૈયાર છે. એકવાર જો તમે બાળકોને ચોકલેટ સેન્ડવીચ બનાવીને ખવડાવી દીધી તો બાળકો દરરોજ તમારી પાસે આજ ભોજનની ફરમાઈશ કરશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *