ચોંકાવનારો કિસ્સો : ચિમ્પાન્જી મોબાઇલ ફોન પર ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે..

Image Source

તમે વાંદરાઓને વિવિધ યુક્તિઓ કરતા જોયા હશે, પણ શું તમે મોબાઇલનો ઉપયોગ કરતા કોઈ ચિમ્પાન્જી અથવા વાંદરા  ને જોયા છે? હા દોસ્તો, આજે અમે તમને આવા જ એક ચિમ્પાન્જી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મોબાઈલનો ઉપયોગ કરે છે.

Image Source

આ ચિમ્પાન્જી નુ નામ સુગ્રીવ છે. સોશિયલ મીડિયા પર એનો એક વિડિયો પણ  વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુગ્રીવ તેના માલિકના મોબાઈલ પર ઇન્સ્ટાગ્રામ ફીડને સ્ક્રોલ કરતા જોવા મળે છે.

સુગ્રીવના માલિક માઇક હોલ્સ્ટને આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં તે ઇન્સ્ટાગ્રામ જોઇ રહ્યો છે.

માઇકનો આ વિડિઓ પોસ્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ માણસોને એ બતાવવાનો છે કે, વાનર જેવા પ્રાણીઓ કેટલા હોશિયાર છે અને આપણે તેમનું રક્ષણ કેમ કરવું જરૂરી છે.

ટ્વિટર પર એક વ્યક્તિએ લખ્યું છે કે ચિમ્પાન્જી ના ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવો એ  આંખ ઉઘાડ નારું છે. એક એ લખ્યું છે કે તે અત્યંત રસપ્રદ છે.

Image Source

વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 19 લાખ લોકો એ like કર્યો  છે અને 10 હજારથી વધુ લોકોએ તેના પર ટિપ્પણી કરી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author :  FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *