લીલું મરચું અથવા લાલ મરચું પાવડર,જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયા મરચાનો ઉપયોગ વધુ ફાયદાકારક છે

ખાવા માટે તીખો સ્વાદ લાવવા આપણે મરચા નો ઊપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે તે જાણો છો કે આપણા સ્વાસ્થ્ય માટે લાલ અથવા લીલા મરચા માંથી કયું મરચું વધુ ફાયદાકારક છે.

ભારતીય આહારમાં મરચા વગર બધું જ અધૂરું લાગે છે. અહીં ખાવા માટે તીખો અને ચટપટો સ્વાદ લાવવા માટે મરચા નો ઊપયોગ કરવામાં આવે છે.લાલ, કાળુ તથા લીલું મરચું અહીં અલગ-અલગ વેરાયટીમાં ઉપસ્થિત છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે કયું મરચું વધુ ફાયદાકારક છે. ખરેખર તો સીમિત માત્રા થી વધુ મરચાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. તો આવો આપણે જાણીએ કે કયું મરચું આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે.

લાલ અથવા તો લીલું કયું મરચું આપણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

એનસીબીઆઈ (NCBI)ના એક રિપોર્ટ અનુસાર મરચું જે પેપર ગ્રુપ થી સંબંધિત છે તેમાં એન્ટિઓક્સિડન્ટ સહિત ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક લાભ જોવા મળે છે અને તેમાં ઉલ્લેખનીય કૈપ્સાઈસીન છે જે મરચાને તીખો સ્વાદ આપવા માટે જવાબદાર છે.

લાલ અને લીલું મરચું બંને પ્રકારના મરચામાં મિનરલ્સ અને વિટામીન ઉપસ્થિત હોય છે પરંતુ તેના ઉપયોગની માત્રા ખૂબ ઓછી હોય છે કે તેના વિટામિન અને મિનરલ્સ આપણને બરાબર મળી શકતા નથી.અને મરચાં વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે રિસર્ચ પણ આપણને તે જણાવે છે કે લીલા મરચા નું સેવન લાલ મરચા ના સેવન થી વધુ સુરક્ષિત છે.

શું કહે છે આહાર વિશેષજ્ઞ

કોલંબિયા એશિયા હોસ્પિટલ માં આહાર વિશેષજ્ઞ ડોક્ટર શાલિની ગાર્વિન બ્લીઝ ના અનુસાર લીલું મરચું એન્ટિઓક્સિડન્ટ અને એન્ડોરફીનથી યુક્ત હોય છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે અને કેલરી બિલકુલ ઝીરો હોય છે. તેથી તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે લાલ મરચા ની જગ્યાએ લીલા મરચા નું સેવન તમારી માટે વધુ સારું રહેશે.

1 પાચનમાં લાભકારક

લીલા મરચામાં ડાયટરી ફાઇબર ની માત્રા અધિક હોય છે. જેનાથી કબજિયાતવાળા દર્દીને લાભ મળે છે અને તેનું પાચન પણ યોગ્ય રીતે કામ કરે છે લીલા મરચાથી લાળનું ઉત્પાદન થાય છે જે આપણા ભોજનને પચાવવા માટે કાર્ય કરે છે,તેની સાથે જ તેમાં ઉપસ્થિત વિટામીન સી તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે.

2 બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે

લીલું મરચું બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ લાભકારક સાબિત થાય છે. જો તમે ડાયાબિટીસ છે અથવા ડાયાબિટીસ બોર્ડર લાઈન પર છે તો તમારે લાલ મરચા ની જગ્યાએ લીલા મરચાનું સેવનકરવું જોઈએ તે તમારા માટે લાભકારક છે.

3 વજન ઓછું કરવામાં લાભકારક

 લીલા મરચામાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી અથવા તો ઝીરો હોય છે તેથી જ તમારે તમારું વજન ઓછું થતું નથી તો તમે તમારી જાતને ચટપટું બનાવવા માટે લીલા મરચાનો ઉપયોગ કરો અને તેનાથી વજન ઓછું કરી શકો છો.

લાલ મરચા વિશે આ પણ જાણવું ખૂબ જ જરુરી

એવું નથી કે લાલ મરચું તમારા સ્વાસ્થ્ય પર માત્ર નકારાત્મક અસર નાખે છે પરંતુ લાલ મરચામાં પોટેશિયમની માત્રા વધુ જોવા મળે છે જેનાથી તે બીપી ને પણ સંતુલિત રાખે છે લાલ મરચામાં લીલા મરચા ની જેમ જ વિટામિન સી જોવા મળે છે જેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ લાભ મળે છે.

પરંતુ તેના સૂકવ્યા અને પ્રોસેસિંગ ની પ્રક્રિયા પછી તેની અંદર વોટર એલિમેન્ટ સંપૂર્ણ રીતે પૂરું થઈ જાય છે, જેના લીધે તમારા પાચન માટે નુકસાનકારક બની શકે છે જો તમારે લાલ મરચાનું બધું સેવન કરવાનું થાય છે તો તેનાથી તમને આંતરિક રૂપથી ઇન્ફલેમેશન થઈ શકે છે જેનાથી પેટ ના કેન્સર અને અલ્સરથવાની શક્યતા વધી શકે છે.

આ પણ યાદ રાખો

ભલે લાલ મરચું હોય કે લીલું મરચું બંને સ્વાસ્થ્યવર્ધક લાભ આપે છે, પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે તેનું યોગ્ય રૂપથી સેવન કરો. નાના બાળકો માટે મરચાનું સેવન જેટલું ઓછું હોય તેટલું વધુ સારું, અને તમે પણ લીલા મરચાને તમારા ખોરાકમાં અથવા તો કાચા સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો.

લાલ મરચા પાવડર ના સેવનથી દૂર રહેવું જોઈએ તેમાં ઘણા આકર્ષક રંગ અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેમાં મિલાવટ ની સંભાવના પણ રહી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment