બાળકોને નાની ઉમરથી જ શીખવાડવા જોઈએ આ 5 સોશિયલ સ્કિલ્સ , મજબૂત રિલેશનશિપ માટે છે ખાસ જરૂરી 

Image Source

બાળકોને બાળપણમાં જ ઘણી બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે. પછી તે જાતે ખાવાની વાત હોય અથવા તો તેને કોઈ વાતને લઈને સમજાવવાનું હોય. બાળકોને એક વખત જે શીખવાડવામાં આવે છે ત્યારબાદ તે વસ્તુમાં બદલાવ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે, કારણ કે બાળકો આ વાતને સમજવા માટે તૈયાર હોતા નથી જે પહેલા શીખવાડ્યું એ જ સાચું છે, ત્યારબાદ તમે ફરીથી જે શીખવાડો છો તે સાચું છે. એવી પરિસ્થિતિમાં જો તમે બાળકો સાથે સ્ટ્રોંગ રિલેશનશિપ શેર કરવા માંગો છો તો તમારે બાળપણમાં જ બાળકોને સોશિયલ સ્કિલ્સ શીખવાડવાની ખૂબ જરૂર છે. જાણો ખાસ જરૂરી કે જે દરેક વ્યક્તિને પોતાના બાળકને ઓછી ઉંમરમાં જ શીખવાડી દેવું જોઈએ.

1 વસ્તુઓ શેર કરવી

બાળપણથી જ આપણે બાળકને શીખવું જોઈએ કે શેરિંગ ઇસ કેરિંગ. એટલે કે બીજા બાળકોની સાથે વહેંચીને ખાવું તે એકબીજાની દેખભાળ કરવા જેવું છે. પોતાના બાળકોને શેર કરવાનું મહત્વ બતાવવાથી રિલેશનશિપ બનાવવામાં મદદ મળે છે. વહેંચીને ખાવું તે બાળકોને સમજણ અને નિષ્પક્ષતા શીખવાડે છે. તેનાથી તેમને એ શીખવામાં મદદ મળે છે કે જો તે બીજાને થોડું આપે છે તો બદલામાં તેમને પણ કંઈક મળી શકે છે. અધ્યયનયોથી જાણવા મળ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો માત્ર ત્યારેજ શેર કરવાની ઈચ્છા દર્શાવે છે જ્યારે તેમની પાસે વધુ માત્રામાં વસ્તુ હોય, ૩ થી ૬ વર્ષના ઉંમરની વચ્ચે તે થોડા સ્વાર્થી થઈ જાય છે, સાત થી આઠ વર્ષની ઉંમરમાં બાળકો નિષ્પક્ષતા વિષે અધિક પરેશાન થઈ જાય છે અને બીજા વ્યક્તિની સાથે શેર કરવા માટે તૈયાર થઈ જાય છે.

2 સાંભળવું

સાંભળવું એક એવી સામાજીક કુશળતા છે જેમાં લગભગ લોકો ની ઉણપ હોય છે, જેમાં મોટાઓ પણ સામેલ છે સાંભળવા નો અર્થ એ નથી કે બીજા બોલી રહ્યા હોય તો ચૂપ રહેવું, પરંતુ સમજવું કે તે શેની વિશે વાત કરી રહ્યા છે, જેમ કે વાતચીતમાં વાત કરવી અને પોતાની વાત સામે રાખવી ખૂબ જ જરૂરી છે તેમ સાંભળવું પણ એટલું જ જરૂરી છે. આ વસ્તુ બાળકોને ભણતરમાં પણ ખૂબ જ મદદ કરે છે.

3 સહયોગ આપવો

સહયોગ નો અર્થ ખાસ કરીને એક સામાન્ય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બીજા વ્યક્તિ સાથે યોગ્ય રીતે કામ કરવાનો હોય છે. આ કુશળતામાં મહારત હાસિલ કરવા માટે બીજા વ્યક્તિના સમુદાય સાથે જોડાવામાં મદદ મળે છે.એકબીજાને સહયોગ કરવાથી બાળકો ને બીજા વ્યક્તિ અને બાળકો પાસેથી સન્માન પણ મળે છે. કોઈપણ લક્ષ્યને પૂરું કરવાથી તેમને બીજા લોકોની ભાવના અને વિચારોનો સ્વીકાર કરવામાં અને તેને શીખવામાં મદદ મળે છે.

4 વ્યક્તિગત જગ્યાએ આદર

દરેક સંબંધની એક શારીરિક અને ભાવનાત્મક સીમા હોય છે. તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ માં અલગ અલગ હોય છે. અને આપણે બધાનું સન્માન પણ કરવું જોઈએ. ઘણી વખત આપણે મિલનસાર થતા જ લગભગ લોકો હદ પાર કરી નાંખે છે. મિલનસાર થવું અને બીજાની વ્યક્તિગત જગ્યાને સન્માન આપવું બંને અલગ અલગ વસ્તુ છે, અને બંને વિશે જાણકારી હોવી જોઈએ. પોતાના બાળકને સમજાવવું કે કેવી રીતે આપણે બીજા પાસેથી પરમિશન માંગવી અને પોતાની સીમાની જાણ કરાવો.

5 મેનર્સ શીખવાડવી

સારી મેનર્સ શીખવાડવી પણ વ્યવહારિક કુશળતા નો જ એક ભાગ છે. થેંક્યુ, સોરી નો યોગ્ય રીતે ઉપયોગ અને યોગ્ય રીત નો ઉપયોગ કરવાની એક સારી રીત તમારી ઘણી બધી મદદ કરી શકે છે. આ કુશળતા સ્કૂલમાં ભણાવવામાં આવે છે પરંતુ તમારે પણ તેની પ્રેક્ટિસનો બાળકો પાસે કરાવતા રહેવું જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment