સીંગદાણા ની ચીકી એ સીંગદાણા અને ગોળ ની બનેલ એક સ્વાદિસ્ટ પારંપરિક મીઠાઇ છે. જે બીજા નાસ્તા સાથે પણ સારી લાગે છે. અને તેને બાળકો ને ચોકોલેટ ની જગ્યા એ પણ આપી શકાય છે. આ ચિક્કી બનાવા માં ગોળ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે તેને ખાંડ થી પણ બનાવી શકો છો પણ તેની માંટે કેટલીક વાતો નું ધ્યાન પણ રાખવું પડશે.
સામગ્રી
- એક કપ સીંગદાણા
- ¾ કપ ગોળ( જીણો કાપેલો)
- 1 ચમચી ઘી
વિધિ
- એક કઢાઈ માં સીંગદાણા લઈ ને તેને 5-6 મિનિટ સુધી શેકી લો. સીંગદાણા બળી ન જાય અને સારી રીતે શેકાય તે માંટે તેને ચમચા થી હલાવતા રહો.
- હવે આ દાણા ને ઠંડા થવા દો. જ્યારે તે ગરમ હોય ત્યારે જ તેના છોતરાં રગડી ને કાઢી નાખો.
- હવે એક થાળી ને ઊંધી કરો અને તેની પર ઘી લગાવો સાથે જ એક વેલણ લો તેને પણ ઘી લગાવો.
- હવે એક ભારે તળિયા વાળી કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકો. તેમા ગોળ નાખી ને હલાવતા રહો.
- જ્યારે ગોળ ઓગળી જાય તો તેને ધીમા તાપે થોડી વાર હલાવતા રહો.
- હવે ગોળ પાકી ગયો છે કે નહીં તે ચેક કરવા માંટે એક નાની વાટકી માં પાણી ભરો અને તેમા થોડો ગોળ નાખો. જો ગોળ પાણી માં તરત પીગળતો નથી તો તે પાકી ગયો છે. નહીં તો થોડા સમય માંટે તેને ચઢવા દો.
- હવે ગેસ બંધ કરો અને તેમા સીંગદાણા નાખો. જ્યાં સુધી બધા જ સીંગદાણા ગોળ ને ચોટી ના જાય ત્યાં સુધી બધુ બરાબર બધુ મિક્સ કરો.
- હવે ઊંધી પડેલ થાળી પર પાથરો અને તેને વેલણ થી વણી નાખો.
- પછી તરત જ તેને ચોરસ નાના નાના ટુકડા માં કાપો.
- જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને તોડી ને એક ડબ્બા માં ભરી લો.
- જો તમારે ગોળ ની જગ્યા એ ખાંડ થી ચીકી બનાવી છે તો ઉપરોક્ત પ્રોસેસ જ કરવી ફક્ત તેમા ગોળ ની જગ્યા એ ખાંડ લેવી.
વિવિધતા
- સીંગદાણા ની ચીકી નો રંગ ગોળ પર નિર્ભર હોય છે. જો તમે હલકા ભૂરા રંગ ના ગોળ નો ઉપપયોગ કરો છો તો ચીકી નો કલર પણ તેવો જ આવશે.
- જો વધુ સમય સુધી ગોળ કે ખાંડ ને પકાવશો તો ચીકી કડક થઈ જશે.
- જ્યારે મિશ્રણ ગરમ હોય ત્યારે તેને થાળી પર પાથરી દો. કારણકે મિશ્રણ ઠંડુ થયા પછી તે જલ્દી થી ફેલાતું નથી.
- તમે સીંગદાણા ની જગ્યા એ તલ કે પછી ડ્રાય ફ્રૂટ નો પણ ઉપયોગ કરી શકો છો. અને ચીકી બનાવી શકો છો.
- સીંગદાણા ની ચીકી વયસ્ક અને બાળકો માંટે ખૂબ જ સારી ગણાય છે કારણકે તે પ્રોટીન અને આયરન થી ભરપૂર હોય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team