તુલસીના આ મંત્રનો જાપ દરરોજ કરવાથી ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે

Image Source

દરરોજ સવારે ઊઠીને તુલસીના છોડની પૂજા કરો અને તુલસીના આ મંત્રનો જાપ કરો. આમ કરવાથી ધન લાભની સાથે સાથે સુખ અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે.

હિન્દુ ધર્મમાં અમુક છોડ અને વૃક્ષો એવા છે, જેમને દેવતા માનવામાં આવે છે. સામાન્ય રીતે આ છોડ દરેક હિન્દુ પરિવાર પોતાના ઘરમાં રાખે છે અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેની પૂજા કરે છે. એવી માન્યતા છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ આ છોડમાં વાસ કરે છે. એક ધાર્મિક કથા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણએ તુલસીજી સાથે શાલીગ્રામ રૂપે લગ્ન કર્યા હતા.

દર વર્ષે કારતક મહિનામાં શુક્લ પક્ષની એકાદશી, જેને દેવ ઉઠાની એકાદશી પણ કહેવાય છે, તે દિવસે વિધિસર દેવી તુલસી અને શાલીગ્રામ ના લગ્ન કરવામાં આવે છે. જો તમે આ રીતે તુલસીનું નિયમિત પૂજા કરો છો તો દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

ફક્ત આટલું જ નહીં, તુલસીના કેટલાક દિવ્ય મંત્ર છે, જેનો નિયમિત રીતે જાપ કરવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિની સાથે સાથે ધન સંપત્તિ પણ આવે છે. આ મંત્રો વિશે અમે ઉજ્જૈનના પંડિત મનીષ શર્મા સાથે વાતચીત કરી. તેઓ કહે છે કે, ‘તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે, તેમજ જો આપણે નિયમિત રૂપે તુલસીજીની પૂજા કરીએ તો શરીરમાં પણ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આમ કરવાથી તમારો વિવેક વધે છે અને દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે. તુલસી જીની પૂજા અમુક મંત્રજાપ સાથે કરવાથી તે વધુ લાભદાયી બને છે.’

પંડિતજી આ મંત્રો વિશે જણાવે છે

તુલસી નામાષ્ટક મંત્ર

તુલસીજીના ઘણા મંત્રોમાંથી એક નામાષ્ટક મંત્રને ખૂબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. આ મંત્રનો જાપ કરવાથી ધન સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

मंत्र- वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।

पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।

एतभामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।

य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलमेता।।

અર્થ – હું દેવી વૃંદાને પ્રણામ કરું છું. તમે અમારા આંગણામાં તુલસીના છોડ સ્વરૂપે બિરાજમાન છો. શ્રી કેશવ ભગવાનની અત્યંત પ્રિય તુલસીને પ્રસાદરૂપે ફક્ત ગ્રહણ કરવાથી પ્રાણી માત્ર જીવનું ભાગ્ય ધન્ય થઈ જાય છે.

શ્રી તુલસી પ્રદક્ષિણા મંત્ર

હિન્દુ ધર્મમાં પ્રદક્ષિણાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. દેવી દેવતાઓ સાથે અમુક દેવતુલ્ય વૃક્ષો અને છોડ પણ હોય છે, જેની પ્રદક્ષિણા કરવાથી ખૂબ જ લાભ થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના છોડની પ્રદક્ષિણા નો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પંડિતજી જણાવી છે કે તુલસી ની પ્રદક્ષિણા હંમેશાં ત્રણ વાર કરવી જોઈએ.

मंत्र-” यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणे याम् पदे पदे”

અર્થ – હે તુલસી માતા, તમારી પ્રદક્ષિણાનો એક એક પગ અમારા બધા જ પાપોનો નાશ કરી રહ્યું છે અને અમને સમૃદ્ધિ આપી રહ્યું છે.

Image Source

તુલસીને જળ અર્પણ કરવાનો મંત્ર

તુલસીને જળ અર્પણ કરવાનું પણ ખાસ મહત્વ છે. જોકે, લોકો તુલસીમાં બિનહિસાબી જળ નાખે છે, પરંતુ તેમ કરવું જોઈએ નહીં. તુલસી પહેલા સૂર્ય દેવને જળ અર્પણ કરો અને જે જળ કળશમાં વધે તે તુલસીને અર્પણ કરો. વધારે જળ અર્પણ કરવાથી તુલસીના મૂળ સડવા લાગે છે અને તુલસીનો છોડ સુકાવા લાગે છે, જે વાસ્તુ અને ધાર્મિક દ્રષ્ટિએ બિલકુલ પણ શુભ નથી. તેનાથી ધન ને નુકસાન પણ થાય છે. તેથી તુલસી ને થોડું જળ ચઢાવો અને જળ અર્પણ કરતી વખતે તમારે આ મંત્રનું ઉચ્ચારણ પણ કરવું જોઈએ

मंत्र-महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।।

અર્થ – હે માતા, શ્રી હરિ તમને મહા પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે. હે સૌભાગ્ય ના આશીર્વાદ આપનારી માતા અમે તમને વારંવાર પ્રણામ કરીએ છીએ.

તુલસીજીના મંત્ર ઉપરાંત તેમના આઠ નામોનો જાપ પણ દરરોજ કરવો. પંડિતજી તુલસીજીના આઠના જણાવે છે,’વૃંદા, વૃંદાવની, વિશ્વ પુજીતા, વિશ્વ પાવની, પુષ્પસારા, નંદિની, તુલસી અને કૃષ્ણ જીવની.’ જો તમે નિયમિત રૂપે આ મંત્રોનો જાપ કરો છો અને તુલસીના આઠ નામોનો જાપ કરો છો, તો ધન અને સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી તમારી સમસ્યાઓ દૂર થશે.

આ જાણકારી તમને પસંદ આવી હોય તો તેને શેર અને લાઈક કરો. સાથે સાથે આ પ્રકારની અન્ય જાણકારી મેળવવા માટે જોડાયેલા રહો ફક્ત ગુજરાતી સાથે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment