ગજબ ..!! ॐ શબ્દનો જાપ કરો અને રોગોને જડમુળથી કહો બાય બાય

મિત્રો આપણામાંથી હજુ ઘણા લોકો જાણતા નથી હોતા કે ॐ શબ્દ બોલવાથી કેટલા બધા ફાયદાઓ થાય છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેનું ખુબ જ મહત્વ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુરા બ્રહ્માંડ માં જીવનની ઉત્પત્તિ ॐ ધ્વનીથી જ થઈ. જેમ કે આપણે જાણીએ છીએ કે પ્રાચીનકાળમાં ઋષિ મુનીઓ તપસ્યા કરતી વખતે ॐ શબ્દનું ઉચ્ચરણ કરતા હોઈ છે.  ગ્રંથોમાં કહેવાય છે કે જયારે બ્રહ્માંડમાં કોઈ ન હતું ત્યારે એક અવાજ ઉત્પન્ન થયો હતો, જેનાથી જીવ અસ્તિત્વમાં આવ્યો. આ અવાજ ભગવાન શિવનો મંત્ર ॐ હતો. આવો જાણીએ ॐ શબ્દના કેટલા ફાયદાઓ છે ..

ઓમ શબ્દનો ઉચ્ચાર કરવાથી શરીર પર પણ સારો પ્રભાવ પડે છે. આ શબ્દ ઓમ ऊ व म થી મળીને બનાવેલ છે. જયારે આપણે આ શબ્દનો ઉચ્ચાર કરતી વખતે શ્વાસ લઈને છોડીએ છીએ, ત્યારે આપણા શરીરમાં એક વિશેષ પ્રકારની ધ્રુજારી ઉત્પન્ન થાય છે, આ શબ્દનો દરરોજ ૧૦ થી ૧૧ વાર ઉચ્ચાર કરીએ તો શરીરમાં ઘણી નાડી ખુલી જાય છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

રોજ સવારે  શબ્દનો જાપ કરવાથી થતા ફાયદા

જણાવી દઈએ કે ઓમ શબ્દનો ઉચ્ચાર કરવાથી ગળામાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. નિયમિત ધ્રુજારી ઉત્પન્ન થવાથી શરીરમાં થાયરોઇડ નિયંત્રિત રહે છે. ઓમ શબ્દનો ઉચ્ચાર શરીરમાંથી ઝેરીલા તત્વને બહાર કાઢે છે અને થકાવટ દુર કરે છે. વિજ્ઞાનનું માનવું છે કે આ શબ્દના ઉચ્ચારણથી થકાવટની સમસ્યા પણ રહેતી નથી. અમુક લોકોને માનસિક થકાવટને કારણે ઊંઘ નથી આવતી, એ લોકો માટે ઓમ શબ્દનો ઉચ્ચાર કરવો એ રામબાણ ઉપાય છે.

ઓમ શબ્દનો ઉચ્ચાર પેટ સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓનું નિવારણ કરે છે. આ શબ્દના ઉચ્ચારથી ડાઈજેશન પણ સરખું રહે છે. આ શબ્દ બોલવાથી વ્યક્તિના ચહેરા પર એક અલગ જ ચમક નજર આવે છે, ઓમ શબ્દના ઉચ્ચારણથી મગજ પણ તેજ ચાલે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *