ભારતીય રેલ્વે દ્વારા ટીકીટ બુકિંગના બદલાયા નિયમો, 1લી જુનથી દોડશે 200 ટ્રેનો

હાલ લોકડાઉન 4.0 ચાલી રહ્યું છે. લોકડાઉન વચ્ચે રેલ્વેએ મુસાફરોને રાહત આપતા ઘણા લાંબા રૂટ પર ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. હાલના આ લોકડાઉન વચ્ચે રલવેએ 100 જોડી પેસેન્જર ટ્રેનની લીસ્ટ જાહેર કરી છે, જે 1લી તારીખથી દોડશે. તેમાં ઘણી લોકપ્રિય ટ્રેનો પણ દોડશે. જેમ કે દૂરંતો, સંપર્ક ક્રાંતિ, જન શતાબ્દી અને પૂર્વા એક્સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે. આ ટ્રેનોનું ભાડું સામાન્ય રહેશે. આ ટ્રેનોમાં એસી અને નૉન-એસી, બંને પ્રકારના કોચ હશે જે સંપૂર્ણ રીતે રિઝર્વ્ડ હશે.

image source

આ ટ્રેનો માટે ઇ ટિકિટ આઇઆરસીટીસીની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી જ જારી કરવામાં આવશે. તેના માટે રિઝર્વેશન સેંટર્સ અથવા રેલવે સ્ટેશનોથી કોઇ ટિકિટ જારી નહી કરવામાં આવે. એડવાન્સ રિઝર્વેશન સમયગાળો મહત્તમ 30 દિવસ રહેશે તથા વર્તમાન નિયમો અંતર્ગત RAC અને વેટિંગ લિસ્ટ બનશે. વેટિંગ ટિકિટ ધારકોને ટ્રેનમાં ચડવાની પરવાનગી નહી હોય. આ ટ્રેનો માટે કોઇ અનરિઝર્વ્ડ ટિકિટ જારી નહી કરવામાં આવે અને ટ્રેનમાં સવાર થયા બાદ કોઇ ટિકિટ આપવામાં નહી આવે. જુઓ 1 જૂનથી કઇ 200 ટ્રેન દોડશે. રિઝર્વ્ડ જનરલ કોચ માટે સેકંડ ક્લાસની સીટિંગ સીટનું ભાડુ લેવામાં આવશે.

image source

ભારતીય રેલ્વે દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલી જુનથી સમગ્ર દેશમાં આશરે ૨૦૦ જેટલી ટ્રેનો દોડાવવામાં આવશે. મુસાફરોએ ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. જોકે, આ બુકિંગ સ્ટેશન પર નહીં કરવામાં આવે પણ મુસાફરોએ ઓનલાઇન બુકિંગ કરાવવાનું રહેશે. રેલવેએ અગાઉ જણાવ્યું હતું કે, માત્ર ૨૦૦ નોન એસી ટ્રેનો જ પહેલી તારીખથી શરૂ કરવામાં આવશે. લોકડાઉન વચ્ચે દેશમાં ટ્રેન વ્યવહાર ધીમી ગતીએ શરૂ કરવામાં આવી રહ્યો છે.

image source

જોકે હવે રેલવેએ સ્પષ્ટતા કરી છે કેસ માત્ર નોન એસી જ નહીં એસી ટ્રેનોને પણ દોડાવવામાં આવશે. આ એવી ટ્રેનો હશે કે જે સંપૂર્ણ પણે રિઝર્વેશન પર ચાલશે. મુસાફરોને પણ ઓનલાઇન જ જે બેઠક ફાળવવામાં આવે તેને શોધીને પોતાની જગ્યા લેવાની રહેશે. જોકે જે ટ્રેનો શરૂ થવા જઇ રહી છે તેના ભાડા સામાન્ય જ હશે, કોઇ વધારાનું ભાડુ લેવામાં નહીં આવે. રેલવેની મોબાઇલ એપ્લિકેશન આઇઆરસીટીસી રેલ કનેક્ટ અને આઇઆરસીટી સીડોટકોડોટઇન પરથી પણ બુકિંગ કરી શકાશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *