એક વિચાર નો ફરક- એક ચપ્પલ વેચવા વાળા ની અનોખી કહાની

Image Source

આપણે બધા ક્યારેક ક્યારેક આપણાં જીવન ઘણું વિચારીએ છીએ, ક્યારેક વિચાર સારા હોય  છે તો ક્યારેક નકારાત્મક. આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહી છું કે જેને સાંભળી ને તમારું મગજ ખૂલી જસે અને કઈ ક શીખવા પણ મળશે.

Image Source

રામ અને શ્યામ એક ચપ્પલ બનાવવાળી કંપની માં કામ કરતાં હતા. એકદિવસ ની વાત છે કે જ્યારે તેમના માલિક એ કહ્યું કે તમારે બંને એક ગામ માં જવાનું છે, જ્યાં કોઈ પણ ચપ્પલ પહેરતું નથી. તમારે બંને એ ત્યાં જઈ ને ચપ્પલ વેચવાનું કામ કરવાનું છે. માલિક ની આ વાત સાંભળી ને શ્યામ ખૂબ જ દુખી થયો અને વિચારવા લાગ્યો કે જ્યાં કોઈ ચપ્પલ નથી પહેરતું ત્યાં ચપ્પલ કેવી રીતે વેચીશું ??? બીજી બાજુ રામ ખૂબ જ ખુશ હતો કે હું આજે નવી જગ્યા પર જઈ રહ્યો છું., જ્યાં કોઈ ચપ્પલ નથી પહેરતું અને હું ત્યાં ચપ્પલ વેચી ને ખૂબ પૈસા કમાઈ શકીશ.

Image Source

પછી શું , બંને ચપ્પલ લઇ ને ગામ પાસે પહોંચી ગયા, જ્યારે બંને ગામ પાસે પહોંચી જાય છે ત્યારે શ્યામ રામ ને કહે છે કે તું પહેલા જા ચપ્પલ વહેચી આવ પછી હું આવું છું. રામ મન માં ને મન માં વિચારવા લાગ્યો કે શ્યામ ડરી ગયો છે. રામ બોલ્યો કે કોઈ વાંધો નહીં હું તારી રાહ જોઈશ. પછી રામ એકલો જ ચાલતો થયો અને ગામ ના લોકો ને પ્રેમ થી સમજાવા લાગ્યો, પહેલા તો લોકો ને કઈ ખબર જ ન હતી પડતી. જ્યારે રામ એ વધુ પ્રયત્ન કર્યા તો લોકો સમજી ગયા ને તેની પાસે થી ચપ્પલ લેવા લાગ્યા. બસ થોડાક જ સમય માં રામ ના બધા જ ચપ્પલ વેચાઈ ગયા. અને કેટલાક લોકો ને તો ચપ્પલ મળ્યા જ નહીં. પછી રામ એ શ્યામ ને પણ બોલાયો કે જેથી કરી ને એના બધા જ ચપ્પલ વેચાઈ જાય.

Image Source

આ જોઈ ને શ્યામ એ રામ ને પૂછ્યું કે આ બધુ કેવી રીતે થયું? ત્યારે રામ એ કહ્યું કે આ બધો વિચાર નો ફરક છે. જો તમે સકારાત્મક વિચારશો તો તમારી જોડે સારું જ થશે, પણ જો તમે નકારાત્મક વિચારશો જ તો તમારી સાથે  ઊલટું જ થશે.

આ દુનિયા માં માણસ ધારે તે કરી શકે બસ ફક્ત વિચાર બદલવાની જ વાત છે.

વાર્તા ભલે કાલ્પનિક છે પરંતુ જો આપને ગમી હોય તોહ દરેક સાથે શેર જરૂર કરજો

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Leave a Comment