ચંદન – ત્વચા સમસ્યાઓ થી છુટકારો મેળવવો રામબાણ ઈલાજ

તો અમે તમને ચંદનના એવા ઉપયોગ બતાવવા જઈ રહ્યા છીએ જે ત્વચાની સમસ્યાઓ થી છુટકારો મળી શકે.

આયુર્વેદમાં ચંદન નું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. તેમજ ત્વચાની સંભાળ માટે ચંદનનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. જેમકે ચહેરા પરની ત્વચામાં થતા ખીલ, ખીલ ના ડાઘ, સોજો, આંખ નીચેના કાળા કુંડાળા, તેમજ કાળી ફોલ્લીઓ, વગેરે કોઈપણ સમસ્યાને દૂર કરવા અને ત્વચાને થતા કોઈપણ પ્રકારના નુકસાનને રોકવા ચંદન નો કુદરતી અને અસરકારક રીતે ઉપયોગમાં કરવામાં આવે છે.

ખીલ, ખીલ ના ડાઘ, સોજો, આંખ નીચેના કાળા કુંડાળા, તેમજ કાળી ફોલ્લીઓ,જેવી ત્વચાની સમસ્યાઓ પાછળનું કારણ વ્યસ્ત જીવનશૈલી અને વધતું પ્રદૂષણ છે. જો આપણે આને ઠીક કરવા માંગતા હોય, તો આપણે 7 થી 8 કલાક ઊંઘ લેવી જોઈએ, વધુ પાણી પીવું જોઈએ અને તંદુરસ્ત ખોરાક લેવો જોઈએ. જોકે સમય પ્રમાણે પૂરતું કરી શકતા ના હોઈએ. તેના કારણે આપણે કેટલાક બાહ્ય ઉકેલોનો સહારો લેવો પડે છે. જેમકે આપણે ચંદનનો ઉપયોગ કરી ને દૂર કરી શકાય.

ચંદનના પાવડર ના ઉપયોગ થી ચહેરો મુલાયમ અને નિખરતો બને છે, તેમજ ત્વચા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ પણ દુર કરે છે.

ખીલ અને કાળા ડાઘ દૂર કરવા માટે
બે ચમચી ચંદનનો પાવડર એક ચમચી બદામ નું તેલ અને એક ચપટી હળદર અને કપૂર મિક્સ કરો. આ લેપ ને આખી રાત ચહેરા પર લગાવી રાખવો અને સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો.

તેમજ તમે એક ચમચી ચંદન નો પાવડર, એક ચમચી નાળિયેર તેલ અને લીંબુના રસનો લેપ પણ બનાવી શકો છો. તેને તમારા ચહેરા પર અડધા કલાક સુધી લગાવી રાખવો. ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો.

કોમલ ત્વચા માટે
તમારા ચહેરા પર ચંદનનું તેલ લગાવો અને હળવા હાથ થી માલીશ કરો. ત્યારબાદ તેને રાતભર લગાવી રાખો અને બીજા દિવસે સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લેવો.

સન ટેન દૂર કરવા માટે
એક ચમચી ચંદન પાવડર, એક ચમચી દહીં, એક ચમચી મધ,અને થોડો લીંબુનો રસ આ બધા નું મિશ્રણ કરી તેનો લેપ બનાવી તમારા ચહેરા પર લગાવો અને તેને લગભગ 15 મિનિટ સુધી લગાવી રાખવો. ત્યારબાદ ચહેરો ધોઇ લેવો. આ સનટેન અને કાળા દાગને દૂર કરવામાં મદદ કરશે.

તૈલીય ત્વચા માટે
ચંદનનાં પાવડર સાથે ગુલાબજળ મિક્સ કરી તેનો લેપ બનાવી ચહેરા પર લગાવો. ત્યારબાદ તેને અડધા કલાક સુધી લગાવી રાખવો, ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

~ગીરીશ મકવાણા

Leave a Comment