આવતીકાલથી શરૂ થાય છે ચૈત્રી નવરાત્રી, જાણો તેની પૂજન સામગ્રી નું લીસ્ટ, તેના નિયમ,તેમાં કરવામાં આવતી પૂજા વિધિ અને તેના મુહૂર્ત વિશે

નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ કરવો ધાર્મિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે તેની સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.ઉપવાસ કરવાથી આપણું શરીર શુદ્ધ થાય છે.

ચૈત્રી નવરાત્રી પૂજા વિધિ, શુભ મુહૂર્ત, સામગ્રી, અને તેના મંત્ર

નવરાત્રી નો પવિત્ર પર્વ આવતીકાલ થી શરૂ થાય છે. મા દુર્ગા ની પૂજાના આ નવ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. લોકો માને છે કે માતા આપણી ભક્તિથી ખુશ થઈને આ દિવસોમાં દરેક ની ઈચ્છા અને મનોકામના પૂરી કરે છે. નવરાત્રીનો આ તહેવાર ૨૧ એપ્રિલ સુધી ચાલશે. આ તહેવારનો પ્રથમ દિવસ ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસે શુભ મુહૂર્તમાં વિધિ વિધાન અને કળશની સ્થાપના કરીને દેવીની પૂજા કરવામાં આવે છે.

સૌથી પહેલા સ્થાપના ના મુર્હુતો ને જાણો

 • ચૈત્ર ઘટસ્થાપન ૧૩ એપ્રિલ ૨૦૨૧ને મંગળવારે
 • ઘટસ્થાપન મુર્હુતો –  સવાર ના ૦૫:૫૮ થી ૧૦:૧૪.
 • અવધિ – ૦૪ કલાક ૧૬ મિનિટ
 • ઘટસ્થાપના અભિજિત મુર્હુતો – સવાર ના  ૧૧:૫૬ થી રાત ના ૧૨:૪૭
 • સમયગાળો – ૫૧ મિનિટ
 • પ્રતિપદા તિથિ પ્રારંભ – ૧૨ એપ્રિલ ૨૦૨૧ સવારે ૦૮:૦૦ કલાકે
 • પ્રતિપદાની તિથિ સમાપ્તિ – ૧૩ એપ્રિલ ૨૦૨૧ એ સવારે ૧૦:૧૦ વાગ્યે

નવરાત્રી માટે પૂજન સામગ્રી

શ્રી દુર્ગાની મૂર્તિ, સિંદૂર, દર્પણ, કાંસકો, કેસર, કપૂર, ધૂપ, કપડા, કેરીના પાન, ફૂલ, સોપારી, દુર્વા, મેહંદી , બિંદી, આખી હળદર,પીસેલી હળદર, પાત્ર, આસન, માળા, બીલીપત્ર, કમલગટ્ટા, દીવો, અગરબત્તી , જાયફળ, જાવંત્રી, નાળિયેર, નૈવેદ્ય, મધ, ખાંડ, પંચમેવા, માટી , પાન, લવિંગ, ઈલાયચી, હવન ની સામગ્રી, ભઠ્ઠીવાળી માટી અથવા પિત્તળ, પૂજા માટે થાળી  સરસવ સફેદ અને પીળી , સફેદ કપડાં, દૂધ, દહીં, મોસમ મુજબ નું ફળ, અને ગંગાજળ.

નવરાત્રી પૂજન ની રીત

નવરાત્રીના પહેલા દિવસે મા દુર્ગાની પૂજા કરતા પહેલા કળશની સ્થાપના કરવામાં આવે છે.  કળશને પાંચ પ્રકારના પાંદડા થી શણગારવામાં આવે છે અને તેમાં  આખી હળદર, સોપારી અને દુર્વા મૂકવામાં આવે છે.  કળશ સ્થાપિત કરતા પહેલા, તેની નીચે રેતીની એક વેદી બનાવવામાં આવી છે, જેમાં જવ વાવેલા હોય છે. એવું માનવામાં આવે છે કે જવની વાવણીથી દેવી અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે. નવરાત્રી ની પૂજા સમયે માતા દુર્ગાની મૂર્તિ ની સ્થાપના પૂજા કરવા ના મધ્ય ભાગ માં કરવામાં આવે છે. અને માતાની પૂજામાં શ્રુંગાર સામગ્રી, ચોખા, માળા, ફૂલો, લાલ ચૂંદડી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ પૂજા સ્થળ પર પુરા નવ દિવસ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. કળશની સ્થાપના પછી ગણેશજી અને મા દુર્ગા ની આરતી કરવામાં આવે છે.

મા દુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા નવરાત્રિમાં કરવામાં આવે છે

 • પ્રથમ દિવસે મા શૈલપુત્રી માં ,
 • બીજા દિવસે મા બ્રહ્મચારિણી માં ,
 • ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા માં ,
 • ચોથા દિવસે માતા કુષ્માંડા માં ,
 • પાંચમા દિવસે સ્કંદમાતા,
 • છઠ્ઠે માતા કાત્યાયની માતા ,
 • સાતમા દિવસે મા કાલરાત્રી માં ,
 • આઠમા દિવસે માતા મહાગૌરી માં
 • નવમાં દિવસે સિદ્ધદાત્રી માં

આમ નવ દિવસ નવ માતાઓની ની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રિના નવ દિવસ શું કરવું?

નવરાત્રી ના બધા જ દિવસે  સાચા હૃદયથી મા દુર્ગાની પૂજા કરો. શક્ય હોય તો નવરાત્રી દરમિયાન દરરોજ મંદિરમાં જઈને માતાની પૂજા કરો. પરંતુ એવુ ના થઇ શકે તો ઘરે જ માતા ની પૂજા અર્ચના કરો.નવરાત્રીમાં નવ દિવસ ઉપવાસ કરવો ધાર્મિક દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે. આ નવ દિવસ દરમિયાન દેવી માતાને શણગારવા જોઈએ. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી નું પઠન ખૂબ ફળદાયી કહેવાય છે.

આમ આવતીકાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી માં તમે માતાજીની પૂજા કરીને તેમની સ્થાપના કરીને નવ દિવસ ઉપવાસ કરીને તમે સારું ફળ મેળવી શકો છો. આવા કોરોનાના કપરા કાળમા  માં દુર્ગાની પૂજા કરવાથી સર્વ દુઃખ અને દર્દ દૂર થાય છે.

તો આ લેખમાં બતાવ્યા મુજબ  માતાજીની પૂજા વિધિ ના નિયમો, તેના મુર્હત અને તેની પૂજા વિધિ જાણીને તમે પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

All Image Source : Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *