જો તમે આ ચૈત્રી નવરાત્રીમાં ઉપવાસ કરો છો તો જાણો આ મુજબની ટીપ્સ

ઉપવાસ દરમિયાન ખાવા-પીવાની બાબતો અંગે સજાગ રહો, જાણો શું ખાવું અને શું નહીં.

જેઓ નવરાત્રીમાં 9 દિવસનો ઉપવાસ રાખે છે, તેઓએ તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ને ઉપવાસ કરવા જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું નહીં ખાવુ.

નવરાત્રીનો વ્રત સંપૂર્ણ 9 દિવસ સુધી ચાલે છે.  ઉપવાસ દરમિયાન લોકો ફક્ત અમુક પ્રકારની ચીજોનો જ વપરાશ કરે છે. આપણે બધા વ્રત રાખીએ છીએ, પરંતુ એવું નથી માનતા કે ઉપવાસ દરમિયાન સ્વસ્થ રહેવું પણ એટલું જ મહત્ત્વનું છે.

ઉપવાસ દરમિયાન તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ઉપવાસ ની તમારા શરીર પર ખોટી અસર ના કરે. તમારું શરીર સંપૂર્ણ સ્વસ્થ હોવું જોઈએ, તેથી ઉપવાસ સાથે જોડાયેલી તંદુરસ્ત આદતોનું પાલન કરવાનું ભૂલશો નહીં.

હાઇડ્રેટેડ રહો

તમે ઉપવાસ કરો કે ન કરો, તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે હાઇડ્રેટેડ રહો.  તમારા શરીરને યોગ્ય રીતે કાર્યરત રાખવા, તે મહત્વનું છે કે તમે પુષ્કળ પાણી પીવો. આ દિવસોમાં, તમારા ખાવા પીવા પર પણ પ્રતિબંધ છે, તેથી તમારે તમારા આહારમાં નાળિયેર પાણી, દૂધ અને ફળોનો રસ શામેલ કરવો જોઈએ જેથી તમારું પોષણનું સ્તર યોગ્ય રહે. આ સમયે તમારે વધારે કોફી અને ચા ન પીવી જોઈએ, જે તમને ડિહાઇડ્રેટ કરી શકે છે.

જરૂરથી વધારે ખાવું જોઈએ

ઉપવાસ દરમિયાન, આપણે બધા જ આપણા ભોજન પર પ્રતિબંધ લગાવીએ છીએ, પરંતુ વધારેમાં કંઇ ન કરવું જોઈએ. ઘણા લોકો પેટ ભરવા માટે વ્રત દરમિયાન વધુ ખાય છે. પરંતુ તે ખતરનાક બની શકે છે.  જો તમે યોગ્ય પ્રમાણમાં ન ખાઓ, તો પછી આ ઉપવાસનો અર્થ નહીં થાય અને તમારું પેટ પણ અસ્વસ્થ થઈ જશે.

ખાંડ થી દૂર રહેવું જોઈએ

ઉપવાસ દરમિયાન, તમારે રિફાઇન્ડ ખાંડથી પણ દૂર રેહવું જોઈએ.ખાંડ આપણા શરીર માટે સારી નથી અને અને તેની સાથે પ્રક્રિયા પણ કરવામાં આવે છે. જો તમારે ગળ્યું ખાવું છે, તો પછી શેરડી અને ગોળ ખાઓ, જે આરોગ્યપ્રદ છે.

હેલ્ધી નાસ્તો કરવો

ઉપવાસ દરમિયાન ઘણી વખત ભૂખ લાગે છે.  આનો અર્થ એ નથી કે તમે તમારી ભૂખ દૂર કરવા માટે કંઈપણ ખાશો. તેના બદલે શક્કરીયા ની ફ્રાઈસ, બદામ,માખના અને ફળો ખાવા,  ઉપરાંત, સમય સમય પર પાણી પીવું, જેથી તમને ભૂખ અને તરસ ન લાગે.

ફાઇબર યુક્ત ભોજન લેવું

કોઈપણ ઉપવાસ દરમિયાન, એ ખુબ મહત્વનું છે કે તમે ફાઇબરયુક્ત ખોરાકનો ઉપયોગ કરો કારણ કે તે પચવામાં લાંબો સમય લે છે અને તેનાથી તમારું પેટ ભરેલું લાગે છે. કોળુ, અરબી, કેળા અને બટાટા પણ ફાઇબરથી ભરપુર હોય છે.

પેકેટ અને પ્રોસેસ વાળા ફૂડ ટાળો

બજારમાં ઘણા પ્રકારના પ્રોસેસ્ડ ફૂડ આઈટમ ઉપલબ્ધ છે જે સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. તેમ છતાં મીઠાઈઓ અને નાસ્તાને આપણે ખાઇએ છીએ.  તેઓ મોટે ભાગે વારંવાર ઉપયોગ કરેલા તેલમાં બનાવવામાં આવે છે.આવી રીતે તો નવરાત્રીમાં વ્રત રાખવા માંગતા નહીં હોવ.

શાંતિપૂર્ણ ઊંઘ લો

ઉપવાસના દિવસોમાં આપણું શરીર ડિટોક્સિંગ કરે છે અને આ સમયે તેના માટે શરીર ને ઘણાં આરામની જરૂર હોય છે. તેથી ખાતરી કરો કે તમે દરરોજ 7-8 કલાક સૂઈ જાઓ. આરામ કરો અને કેટલીક ધ્યાનની કસરતો કરો જેથી તમારું શરીર સંપૂર્ણપણે ડિટોક્સ થઈ જાય.

આમ ઉપર જણાવ્યા મુજબ તમે નવરાત્રી માં ઉપવાસ દરમિયાન આ મુજબ ણું ધ્યાન રાખશો તો તમને કોઈ જ પ્રકાર ની અડચણ નહી પડે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *