ચા બનાવવા વાળા આ સામાન્ય દાદાએ પોતાની પત્ની ને હનીમુન માટે ૧૮ જગ્યાઓની સૈર કરાવી😍

સ્વીત્ઝર્લેન્ડ, ઈજીપ્ત, દક્ષિણ આફ્રિકા વગેરે. આ કોઈ ફિલ્મી જગ્યાઓની લીસ્ટ નથી પણ એવા જગ્યાઓના નામ છે જ્યાં ૬૫ વર્ષીય પતી-પત્ની પ્રવાસ ના સ્થળોની લીસ્ટ છે. આશ્ચર્યની વાત એ છે કે આ બધી જગ્યાઓ ફરવા માટે નો ખર્ચો તેમને પોતાની ચા ની દુકાન ની કમાઈ માંથી ભેગો કર્યો હતો.

65 વર્ષીય વિજયન અને તેમની પત્ની મોહના કોચી શહર ના નિવાસી છે. તેઓ અત્યાર સુધી ૧૮ વિદેશી જગ્યાઓની યાત્રા કરી ચુક્યા છે અને બીજી ઘણી જગ્યાઓ ની યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. વિજયન ને પહેલા થી યાત્રા કરવાનું અને નવી-નવી જગ્યાઓ ફરવું ખુબજ ગમે છે, તેઓ કેરળ માં પોતાના પિતા સાથે મંદિરોમાં જતા હતા. ત્યારે તેમને ફિલ થયું કે યાત્રા માં ખર્ચ કરેલ પૈસા ક્યારેય વ્યર્થ નથી જતા અને યાત્રા માં સ્મ્રીતીઓ હમેશા પોતાના હ્રદયમાં જીવિત રાખી.

તેમની યાત્રા ની યોજનાઓ થમી ગઈ જ્યારે તેમના પિતાજી ની અવસાન થઇ ગયું અને યુવાવસ્થા માં વિજયન પર આખા પરિવારની જવાબદારી આવી ગઈ. ૧૯૮૮ માં વિજયને પોતાની યાત્રા કરવાની ઈચ્છા ને ફરીથી શરુ કરી, જયારે તે તેમના માલિક પાસે રસોઈયા ની નૌકરી કરતા હતા ત્યારે તીર્થયાત્રા માટે પોતાના માલિક સાથે હિમાલય ની યાત્રા પર ગયા.

યાત્રા કરવાની તેમના સપના ની શરૂઆત ફરીથી જીવિત થઇ ગઈ કારણકે હવે તેમનો સાથ આપવા માટે તેમની પત્ની મોહના પણ હતી. એક ગરીબ પરિવારમાં જન્મ લેવા છતાય હમેશા વિજયન અને મોહનાએ મોટા સપના જોયા અને તેમને પુરા કરવાની દરેક કોશીહ કાયમ રાખી.

આ દ્મ્પ્તીએ ઘણા રાજ્યો, શહરો અને દેશો ની યાત્રા કરી છે. ૪૦ વર્ષથી અધિક આ વિવાહિત જોડીનું જીવન કોઈ ફિલ્મ થી ઓછુ નથી. વિજયન માટે મોહના એક ઉત્તમ સાથી છે, ” હું તેના વગર યાત્રા કરી શકતો નથી, મને યાત્રા કરવાની મજા બસ મારી પત્ની સાથે આવે છે.”

ALL THE IMAGE IN THE ARTICLE IS CREDIT TO : The News Minute

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *