સેલેબ્રીટીઝ ની મોંઘી કારો ને પાછળ કરી દે એવી ગુજરાતની એક અનોખી ફાઈવ સ્ટાર રીક્ષા😍😍

આપણું ગુજરાત સાચેજ એક અનોખું રાજ્ય છે જ્યાં જાત-જાતની અનોખી વસ્તુઓ જોવા મળે છે. ગુજરાતનું એવુજ એક અનોખું શેહર છે વડોદરા જ્યાં ફરે છે એક ફાઈવ સ્ટાર રીક્ષા. હા, તમે બરાબર સાંભળ્યું આપણે અત્યાર સુધી ખાલી ફાઈવ સ્ટાર હોટેલો વિષે જાણતા હતા જ્યાં ટોપ ક્લાસ સર્વિસ મળતી હોય છે. પણ આ રીક્ષા ફાઈવ સ્ટાર જેવીજ સર્વિસો આપે છે.

વડોદરામાં ફરે છે ફાઈવ સ્ટાર રીક્ષા, તમે નહી માનો રીક્ષાના માલિકે રીક્ષા લીધી હતી ૧ લાખ માં અને તેની પર ખર્ચ કરુઓ છે કુલ ૨.૨૫ લાખ જેટલો. સાચેજ માનવામાં નથી આવતું પણ આ હકીકત છે. જેમ ફાઈવ સ્ટાર હોટેલો ના પણ નામ હોય છે તેમજ આ ફાઈવ સ્ટાર રીક્ષા નું પણ નામ છે. આ ફાઈવ સ્ટાર રીક્ષા નું નામ છે “વેરી નાઈસ” રીક્ષા.

જયેશભાઈ ભટ્ટ છેલ્લા 20 વર્ષથી રિક્ષા ચલાવે છે. તેઓને રિક્ષામાં કંઈક નવું કરવાનો શોખ રહ્યો રહ્યો છે. તેઓ શરૂઆતમાં રિક્ષામાં રેડિયો રાખતા હતા. અને સાથે જ મેક-અપનો સામાન પણ રાખતા હતા. જેથી લોકોને રિક્ષામાંથી સીધા ક્યાંક પ્રસંગમાં જવું હોય તો મેક-અપ પહોચી શકે છે. તેઓએ હાલ પોતાની રિક્ષાને મોર્ડન બનાવી છે. તેઓ રિક્ષામાં આલમન્ડ ફ્લેવરના ટીસ્યુ પેપર, સિગારેટ એસ્ટ્રે અને પરફ્યુમ પણ રાખે છે. સાથે જ રિક્ષામાં બેસતા ગ્રાહકને પિવા માટે મિનરલ વોટર પણ રાખે છે. નોંધનિય છે કે તે મિનરલ વોટર મફતમાં પિવડાવે છે.

સાથેજ આ રીક્ષા માં છે અઢળક સુવીધાઓ, આ રીક્ષા ટી.વી, મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ અને રીવર્સ કેમેરા સહીત અન્ય સુવિધાઓ થી સજ્જ છે. પણ જેમ ફાઈવ સ્ટાર હોટેલ માં આપણે વધારે પૈસા આપીને રહીએ છીએ એવું આ ફાઈવ સ્ટાર રીક્ષા માં નથી, આ રીક્ષામાં બેસવા માટે સામાન્ય રીક્ષા જેટલુજ ભાડું ચુકવવું પડે છે, પરંતુ સુવિધાઓ તમને લક્ઝુરીયસ કારથી પણ વધારે મળે છે.

“લોકોને સારી સુવિધા મળી રહે અને મારો શોખ પણ પૂરો થાય તેના માટે મે રિક્ષામાં આટલો મોટો ખર્ચ કર્યો છે. મારે ક્યારેય ગ્રાહકને સામેથી બોલાવવા પડતા નથી. લોકો સામેથી જ રિક્ષામાં બેસવા માટે આવી જાય છે. ‘જે લોકો આ રિક્ષા જુએ છે તેને લોકો પેટ ભરી-ભરીને વખાણે છે.

આગામી સમયમાં તેમાં બીજી સુવિધા પણ ઉમેરવા માગું છું.’ આ ઉપરાંત તેમાં ગ્રાહકો માટે 10 એલઇડી લાઇટ્સ, એશ ટ્રે, લાઇટર, ગ્લાસ સ્ટેન્ડ, રિવર્સ કેમેરાં, ડિજિટલ ઘડિયાળ, ટિશ્યૂ પેપર્સ, મિનિ ફ્રીઝમાં કોલ્ડ્ર ડ્રિન્ક્સ પણ મૂક્યાં છે.” આ સુવિધાઓ માટે તેમણે રિક્ષામાં ફોર વ્હીલરમાં લાગતી 36 એમ્પિયર્સની બેટરી પણ ફિટ કરેલી છે. તેઓ નિયત ચાર્જ ઉપરાંત કોઇ વધારાનો ચાર્જ વસૂલતા નથી.

રીક્ષાના માલિક જયેશભાઈ ભટ્ટ છેલ્લા ૨૦ વર્ષોથી રીક્ષા ચલાવે છે, અને રીક્ષા ચલાવીનેજ મહીને ૨૦,૦૦૦ જેટલા રુપયા કમાઈ લે છે. રીક્ષામાં બેસતા ગ્રાહકોને પીવા માટે મફત માં મિનરલ વોટર પણ આપે છે. કાળ -જાળ ગરમી માં મુસાફરોને રાહત મળે તે માટે મીની પંખો,મીની ફ્રીજ, ત્રણ મીની ઇલ.ઈ.ડી સ્ક્રીન્સ, મોબાઈલ ચાર્જર અને ડીજીટલ ઘડિયાળ જેવી અનેક સુવિધાઓ આ રીક્ષામાં ફીટ કરવામાં આવી છે.

જયેશભાઈએ સાયન્સનો અભ્યાસ કરેલો છે. ભણી ગણીને તેઓ ડોક્ટર બનવા માંગતા હતા. પરંતુ અભ્યાસ થોડો નબળો હોવાને કારણે તેઓએ 12 સાયન્સની ફાઈનલ પરિક્ષા આપ્યા પહેલા જ ડ્રોપ લઇ લીધો હતો. ડોક્ટર તો ન બની શક્યા પણ તેમ છતાં હિંમત હાર્યા વિના જયેશભાઈએ પોતાની 5 સ્ટાર રિક્ષા બનાવી અને રિક્ષા ચલાવીને જ મહિને 20,000 રૂપિયા આરામથી કમાઈ લે છે.

આ રિક્ષામાં આગ જેવી હોનારત લાગે તો તેને બુઝાવવા માટે ફાયર એક્ઝિંગ્વિટરનો મિનિ સિલિન્ડર પણ મૂકવામાં આવ્યો છે. તેઓ કહે છે કે, આ તમામ સર્કિટનું ચેકિંગ પણ હું નિયમિત કરું છું.

આ રિક્ષા એક લિટર સીએનજીમાં 40 કિમીની એવરેજ આપે છે. બેટરી ચાર્જ થતી રહે છે. ટેલિવિઝન 2થી 3 કલાક ચાલે છે તો પણ એવરેજમાં ખાસ ફેર પડતો નથી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment