Monday Morning – દર સોમવારે વહેલી સવારે

દર સોમવારે વહેલી સવારે હું કાચીપાકી ઊંઘમાં હોઉં ત્યારે પપ્પા મને લાં…બી પપ્પી કરીને નોકરીએ નીકળી જાય છે તે છે…ક શનિવારે પાછા આવે. હું પપ્પા કરતાંય વધારે શનિવારની રાહ જોઉં છું કારણ કે પપ્પા તો નાસ્તો લાવે, રમકડાં લાવે પણ શનિવાર તો મારા પપ્પાને લઈ આવે છે !  કિરણકુમાર ચૌહાણ

સદાકાળ ગુજરાત – Sadakad Gujarat

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર   દક્ષિણ   પૂર્વ   કે   પશ્ચિમ,  જ્યાં  ગુર્જરના  વાસ; સૂર્ય   તણાં  કિરણો  દોડે   ત્યાં,  સૂર્ય  તણો   જ   પ્રકાશ. જેની   ઉષા   હસે   હેલાતી,  તેનાં   તેજ  પ્રફુલ્લ પ્રભાત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! ગુર્જર    વાણી,    ગુર્જર   લહાણી,  … Read more સદાકાળ ગુજરાત – Sadakad Gujarat