ચેહરા અને વાળ માટે કોઈ વરદાન થી ઓછું નથી કુંવારપાઠું, આ છે તેના ફાયદા

Image source

સામાન્ય રીતે સરળતા થી મળતું કુંવારપાઠું ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ત્વચા ની ઘણી સમસ્યાઓ માટે આ એક ખૂબ જ સારો અને કુદરતી ઉપાય છે. એક તરફ કુંવારપાઠું જ્યારે ત્વચા ની ઘણી સમસ્યાઓ નું સમાધાન છે ત્યારે આ ત્વચા ને પોષણ આપવાનું પણ કામ કરે છે. વાળ અને ત્વચા ની સુંદરતા ને નિખારવા માટેનો આ સસ્તી અને બેહતર રીત છે. ત્વચાના કુદરતી નિખાર ની સાથે આ વાળ ને સિલ્કી અને ચમકીલા પણ બનાવે છે. આમાં વિટામિન, મિનરલ્સ અને એમિનો એસીડ ની સાથે ઘણા બીજા પોષક તત્વો પણ મળી આવે છે. જે તમારા ચેહરા ને કુદરતી નિખાર આપે છે. ચાલો જાણીએ એક કુંવારપાઠું કેવી રીતે તમારા વાળ અને ત્વચાને ફાયદા અપાવે છે.

ત્વચા માટે

Image source

ચેહરા ને ખીલ દાગ કે ધબ્બા થી બચાવવા માંગો છો તો દરરોજ કુંવારપાઠું લગાવો.

કુંવારપાઠુ ના જ્યુસ કે જેલ ને દરરોજ ચહેરા પર ૨૦ મિનિટ સુધી લગાવી સાફ તાજા પાણી થી ધોઈ નાખવું જોઈએ.

તે ત્વચા ને સુવાળી અને તેની આદ્રતા ને જાળવી રાખવામાં મદદ કરે છે. જો આનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો તે ત્વચા ની યુવાની જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

કુંવારપાઠું જેલ મેકઅપ રીમુવર નું પણ કામ કરે છે. મેકઅપ દૂર કરવા માટે કુંવારપાઠુ જેલ નો ઉપયોગ બહુ સારો થાય છે. આનાથી ત્વચા ને કોઈ પણ પ્રકાર નું નુકશાન પણ થતું નથી.

આમાં એન્ટી ઇજીંગ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ પણ હોય છે જે ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. કુંવારપાઠું દરરોજ લગાવવાથી તમારી ત્વચા યુવાન અને ખૂબસૂરત બનેલી રહે છે.

વાળ માટે.

વાળ જો બહુ વધારે ખરતા હોય તો કુંવારપાઠું લગાવો તેનાથી જલ્દી નવા વાળ ઊગવા પણ લાગે છે.

કુંવારપાઠું લગાવવાથી તૈલીય ખોપરી ની સમસ્યા માં રાહત મળે છે, કેમ કે એમાં એવા ગુણ હોય છે જે વાળ મા રહેલા તેલ ની વધુ પડતી માત્રા ને નિયત્રંણ માં લાવે છે.

Image by Franziska Ingold from Pixabay

કુંવારપાઠુ માં વિટામિન એ, સી અને ઈ ઘણી માત્રામાં જોવા મળે છે. તે બધા તંદુરસ્ત કોષ ના વિકાસ ને પ્રોત્સાહન આપે છે અને વાળ ને ચમકદાર બનાવે છે. તેમાં રહેલું વિટામિન બી ૧૨ અને ફોલિક એસિડ ખરતા વાળ ને રોકવામાં મદદ કરે છે.

કુંવારપાઠું લોહીનું ભ્રમણ વધારવામાં અસરકારક છે. જ્યારે તમે તેને તમારા વાળ કે ખોપરી માં ઉપયોગ કરો છો તો આ ત્યાં લોહી નું ભ્રમણ વધારી દે છે. આનાથી વાળ નો વિકાસ વધે છે અને ઝડપથી નવા વાળ પણ આવે છે.

કુંવારપાઠું ટાલ દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેનામાં નવા વાળ ઉગાડવામાં ગુણ પણ હોય છે. આ માટે કુંવારપાઠુ ને તમે શેમ્પૂ રૂપે પણ વાપરી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment