જડીબુટ્ટી સમાન છે અજમો, જાણો તેના ગુણ

અજમો એ આહારનું પાચન કરાવનાર, ગરમ, વાયુનાશક, ફેફસાની સકોંચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, શરીરના કોઈ પણ ભાગમા થતા સડાને અટકાવનાર, દુર્ગધનાશક, વ્રણ-ચાંદા- ઘા મટાડનાર, કફ, વાયુના રોગો મટાડનાર, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર, ક્રુમિનાશક છે.  અજમાનો ઉપયોગ ભોજનમાં સારા પ્રમાણ માં કરવામાં એ છે. ઘણા લોકો તો તેનું ચૂરણ કરીને પણ ભોજન બાદ થોડું થોડું લે છે. આવો જાણીએ અજમાના અનોખા ગુણો વિશે ..

પાચન ક્રિયા  –

અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. આ અપચો દૂર કરવામાં મદદરૂપ છે. આ ઉપરાંત તમે અજમો, સંચળ અને સૂઠનુ ચુરણ બનાવીને તેની ફાંકી મારી શકો છો. આવુ કરવાથી ગેસ નહી બને.

અસ્થમા અને ખાંસી –

અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. આ ઉપરાંત ખાંસીમાં રાહત માટે અજમનો રસમં એક ચપટી સંચળ મિક્સ કરી સેવન કરો અને પછી ગરમ પાણી પી લો.

પિંપલ અને ડાર્ક સર્કલ –

 2 ચમચી અજમાને વાટીને 4 ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે.

પીરિયડ્સનો દુ:ખાવો –

જો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો 15થી 30 દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો. જો અનિયમિત માસિક સ્ત્રાવની સમસ્યા હોય તો સવારે ખાલી પેટ 2-4 ગ્લાસ અજમાનું પાણી પીવાથી લાભ થશે.

ગર્ભાવસ્થા સમયે –

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે અજમો ખાવો ફાયદાકારી છે. તેનાથી લોહી સાફ રહે છે અને આખા શરીરમાં બ્લડ સર્કુલેશન પણ સંતુલિત રહે છે.

શરીર પર દાના –

શરીર પર દાણા કે દાદ ખાજ થઈ જાય તો અજમાને પાણીમાં ઘટ્ટ વાટીને દિવસમાં 2 વાર લેપ કરો. તેનાથી દાદ ખાજ અને દાણા ઠીક થઈ જાય છે. જખમ અને બળેલા સ્થાન પર પણ આ લેપ લગાવવાથી રાહત મળે છે અને નિશાન પણ મટી જાય છે.

કાનમાં દુખાવો અને મસૂઢાનો રોગ –

કાનમાં દુખાવો થતા અજમાના તેલના એક બે ટીપા કાનમાં નાખવાથી રાહત મળે છે. મસૂઢા માટે અજમો સેકીને તેને વાટીને તેનુ મંજબ બનાવી લો. આ મંજનથી મસૂડા સંબધિત રોગ ઠીક થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *