મોટાભાગના પુરુષો નિયમિત દાઢી કરે છે. તેનાથી તેની પર્સનાલિટી ચમકે છે અને લુક બદલે છે. ઘણા પુરુષ દરરોજ દાઢી કરે છે. માનવામાં આવે છે કે દરરોજ દાઢી કરવી ત્વચા માટે સારું નથી. જોકે આ વિચાર એકદમ ખોટો છે. દાઢી કરવાથી તમારા ચેહરા પર સારું રેહશે કે ખરાબ, તે સંપૂર્ણ રીતે બ્લેડ અને રેઝર પર આધાર રાખે છે. જો તમે સારી ગુણવત્તાની બ્લેડનો વપરાશ કરો છો, તો તેનાથી ત્વચાને નુકશાન નહિ પરંતુ ફાયદો થાય છે.તો જાણો દરરોજ દાઢી કરવાથી ત્વચાને કેવી રીતે ફાયદો થાય છે.
ખરાબ ત્વચા નીકળી જાય છે
દરરોજ દાઢી કરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે ચેહરાની મૃત કોશિકાઓ નીકળવા લાગે છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે તમે સારા ગુણવત્તા વાળા રેઝરનો ઉપયોગ કરી રહ્યા છો. તેની સાથેજ સાચા શેવિંગ ફોમ કે ક્રીમનો ઉપયોગ કરી અને સરખી રીતે દાઢી કરો. આ બધી વાતો સારી ત્વચા માટે જરૂરી છે. મૃત કોશિકાઓ ને બહાર કાઢવા માટે ધ્યાનથી ચેહરા પર ફોમ લગાવી ત્યારબાદ રેઝરની મદદથી દાઢી કરો. તેનાથી ચેહરો સાફ પણ થાય છે. જ્યારે દરરોજ દાઢી ન કરવાના કારણે ચેહરા પર મૃત કોશિકાઓનું પડ જામી શકે છે. પરિણામે તમારા ચેહરા પર ફોલ્લીઓ અને ખીલ થઈ શકે છે.
ત્વચા સ્વસ્થ બને છે
આ જાણીને તમને આશ્ચર્ય થશે કે દરરોજ દાઢી કરવાથી ચેહરાની ત્વચા સારી અને સ્વસ્થ થાય છે. જોકે શેવિંગ ક્રીમમાં એવા તત્વ રહેલા હોય છે, જે ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો સલાહ આપે છે કે શેવિંગ ક્રીમની પસંદગી કરતી વખતે તમારી ત્વચાનો પ્રકાર ધ્યાન રાખો. એવી શેવિંગ ક્રીમની પસંદગી કરો જેનાથી ત્વચાને ઇન્ફેક્શન અને બળતરા થાય નહિ.
પ્રોટેક્શન સ્તર વધે છે
મોટાભાગે શેવિંગ ક્રીમ અને ફોમમાં એન્ટી બેક્ટેરિયલ એજંટ હોય છે. અંતે શેવિંગ કર્યા પછી તે તમને ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવે છે. દરરોજ દાઢી કરીને તમે તમારી ત્વચાને સ્કિન સમસ્યાઓથી બચાવી તેના પ્રોટેક્શનનું સ્તર વધારો છો. દરરોજ દાઢી કરી અને ત્વચાને સારી રાખો.
ત્વચા રીફ્રેશ રહે છે
જે લોકો નિયમીત દાઢી કરતા નથી, તેની ત્વચા હમેંશા મુરઝાયેલી અને ડલ જોવા મળે છે. જ્યારે તેનાથી વિરૂદ્ધ દરરોજ દાઢી કરનાર લોકોની ત્વચા તરોતાજા રહે છે. તેનાથી તમારી પર્સનાલિટી ચમકે છે. તમે ઉર્જાસભર અનુભવો છો. તેની સાથેજ ચેહરાનું બોજા રૂપતા પણ ઓછું થાય છે.
આ વાતોનું ધ્યાન રાખો
દાઢી કરતા પહેલા તમારા ચહેરાને સરખી રીતે ધોવો. ત્યારબાદ ટુવાલથી ચેહરો લૂછી લો. તેનાથી ચેહરાના વાળ મુલાયમ થઈ જાય છે. તમે ઇચ્છો તો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે પણ દાઢી કરી શકો છો.
દાઢી કરતા પહેલા ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો. ઓછામાં ઓછી ત્રણ મિનિટ સુધી ચહેરા પર ક્રીમ લગાવેલું રહેવા દો. તેનાથી પણ દાઢી કરવી સરળ બનશે.
દાઢી કરવા માટે ધારદાર બ્લેડ, રેઝર નો ઉપયોગ કરો. જો તમે ડિસ્પોઝેબલ રેઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો ત્રણ થી ચાર વાર દાઢી કરીને આ પ્રકારના રેઝર ને ફેંકી દો.
દાઢી તે દિશામાં કરો જે દિશામાં ત્વચાના વાળ ઉગેલા હોય. તેનાથી કટ અને અંદરના વાળ હોવાની આશંકા ઓછી હોય છે.
દરરોજ દાઢી કરવી તમારી ત્વચા માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચાને ઘણી રીતે ફાયદા પહોંચે છે. અંતે નિયમિત દાઢી કરો. પરંતુ દાઢી કરવાની સાચી રીત અને સાચા શેવીંગ ક્રીમ પસંદ કરતી વખતે ધ્યાન જરૂર રાખો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team