શુ કોઈ સ્ત્રી એકવાર ગર્ભવતી થયા પછી ફરી ગર્ભવતી થઇ શકે?

Image source

મિત્રો, શુ સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન એકવાર પાછી તે ગર્ભવતી થઈ શકે છે? ભલે આ વાત સંભાળવામા વિચિત્ર લાગે પણ તે થઈ શકે છે. બે વાર ગર્ભવતી થવાની આ સ્થિતિને સુપરફીટેશન કહેવામાં આવે છે. જો કે આ પ્રકારના કેસો ખૂબ જ ઓછા હોય છે પરંતુ, તેની શક્યતા ને નકારી શકાય નહીં.

Image source

આ સમયમા પ્રથમ ગર્ભાવસ્થાની શરૂઆતના થોડા દિવસો અથવા અઠવાડિયા પછી સગર્ભા સ્ત્રીના ઇંડા શુક્રાણુના સંપર્કમાં આવે છે અને ફરીથી ફળદ્રુપ થાય છે, જેના કારણે નવી ગર્ભાવસ્થા શરૂ થાય છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકોને જોડિયા માનવામાં આવે છે કારણકે, તેઓ એકસાથે અથવા તો એક જ દિવસે જન્મે છે.

Image source

આ ક્રિયા મોટાભાગે માછલી , સસલા જેવા ઘણા પ્રાણીઓમાં થાય છે. સ્ત્રીઓમાં તે ખૂબ જ અસંભવિત છે. આઇ.વી.એફ. સારવાર લેતી સ્ત્રીઓમા આ ક્રિયા મોટાભાગના કિસ્સાઓ જોવા મળે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્ત્રીના ગર્ભમા એકસાથે બે ઈંડા ફલિત થઇ જાય છે. આ સુપરફીટેશન ની પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી ઓવ્યુલેટ થાય છે. જો કે, આ શક્ય નથી કારણકે, સગર્ભાવસ્થા દરમિયાન પ્રકાશિત થયેલ હોર્મોન્સ વધુ ઓવ્યુલેશન અટકાવે છે. તેથી જ સામાન્ય રીતે આવા કિસ્સાઓ સામે આવતા નથી. એકવાર ગર્ભાવસ્થા થાય છે, તો ગર્ભાશયમાં બીજા ગર્ભ માટે પૂરતી જગ્યા નથી.

Image source

આ ફર્ટીલીટી ટ્રીટમેન્ટ દરમિયાન ગર્ભ એ સ્ત્રીના ગર્ભાશયમા સ્થાનાંતરિત થાય છે. જો કોઈ સ્ત્રી આ પ્રક્રિયાના થોડા અઠવાડિયા પછી તે ઓવુંલ્યેટ થાય છે ગર્ભમાં તેના એગ્ઝ ફર્ટીલાઈઝ થઇ જાય છે અને સુપરફીટેશન ની સ્થિતિ બની જાય છે. આ પ્રક્રિયા થવાના ખુબ જ ઓછા કેસો હોય છે, તેથી તેના કોઈ ખાસ લક્ષણો મળ્યા નથી. આ સ્થિતિમા ચેકઅપ દરમિયાન ડોક્ટરને ખબર પડે છે કે, ગર્ભાશયમાં જોડિયા ગર્ભનો વિકાસ જુદા જુદા સમયે થઈ રહ્યો છે. બંને ગર્ભની સ્થિતિ અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન સ્પષ્ટ રીતે દેખાય છે.

Image source

આ પ્રક્રિયા દરમિયાન સમસ્યા એ ઉદ્ભવે છે કે, ગર્ભાવસ્થા દરમિયાન બંને બાળકોનો જુદા-જુદા તબક્કે થાય છે. જેમકે, એક બાળકનો ડિલિવરી કરવાનો સમય આવી ગયો છે, જ્યારે અન્ય ગર્ભ આ સમય સુધીમાં યોગ્ય રીતે વિકસિત પણ થયો ના હોય. આનાથી બીજા બાળકના સમયથી પહેલા જન્મની સંભાવના વધુ બને છે.

Image source

સમયથી પહેલા જન્મેલા બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ, વજન ઓછું થવું, ખવડાવવામાં તકલીફ અને મગજની હેમરેજ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સ્થિતિથી બચવા માટે ગર્ભાવસ્થા પછી સંભોગ કરવાનું ટાળો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment